72 વર્ષના આ વ્યક્તિને જોઈને ચકિત રહી જાય છે લોકો, બોડી એવી છે કે 30 વર્ષના યુવક દેખાય છે.

બોલીવુડ અને હોલીવુડના હીરોને પોતાની સોલિડ બોડીથી પણ ટક્કર આપે છે આ 72 વર્ષના વ્યક્તિ, જુઓ ફોટા.

લોકો પોતાને ફિટ રાખવા અને સુંદર દેખાવા માટે વિવિધ પ્રકારની એક્ટિવિટી કરે. અને તેના માટે તેઓ તેમના રૂટિનમાં સારો ખોરાક, પુષ્કળ પાણી પીવું, દરરોજ કસરત કરવી અને જિમ જવું વગેરેનો સમાવેશ કરે છે. એ પછી પણ ઘણા લોકો ફિટ થઈ શકતા નથી. તો બીજી તરફ કેટલાક લોકો એવા હોય છે જે એટલા ફિટ હોય છે કે, તેઓ તેમની ઉંમર કરતા નાના દેખાય છે.

આ વ્યક્તિ 72 વર્ષની ઉંમરે 30 વર્ષનો લાગે છે : આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જોઈને તમને વિશ્વાસ નહિ થાય કે તેની ઉંમર 72 વર્ષ છે. આ વ્યક્તિ પોતાની ઉંમર કરતા 40 વર્ષ નાના દેખાય છે. તેમને જોઈને બધા પહેલી નજરે છેતરાઈ જાય છે કે, તેઓ 72 વર્ષના છે.

દરેક વ્યક્તિ માને છે કે તેમની ઉંમર 30 વર્ષની આસપાસ હશે. તે વ્યક્તિ છે ચીનના જિનમિન યાંગ છે (xinmin yang bodybuilder). તેઓ એટલા ફિટ છે કે તેમને જોઈને બધાને લાગે છે કે તેમની ઉંમર 30 વર્ષથી વધુ નથી. તે 30 વર્ષથી સતત દરરોજ વર્કઆઉટ કરે છે. બોડી બિલ્ડીંગ દરમિયાન તે પોતાના સ્વાસ્થ્યનું ઘણું ધ્યાન રાખે છે.

ત્રણ વર્ષ પહેલા વીડિયો ફેમસ થયો હતો : જિનમિન યાંગ ત્રણ વર્ષ પહેલા ત્યારે પહેલીવાર દુનિયાની નજરમાં આવ્યા હતા, જ્યારે તેમના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર ફેમસ થયા હતા. તે વીડિયોમાં તેમણે પોતે 30 વર્ષના હોવાનું જણાવ્યું હતું, અને લોકોને તે વાત સાચી પણ લાગી હતી. જોકે ત્યારે તેમની ઉંમર 69 વર્ષની હતી.

એક ઈન્ટરવ્યુમાં તેમણે પોતાની જીવનશૈલી વિશે જણાવ્યું કે, તે ઘણા વર્ષોથી સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. જિનમિન યાંગ પોતાની ફિટનેસ માટે બોડીબિલ્ડિંગને જવાબદાર માને છે. તે કહે છે કે બોડી બિલ્ડીંગે તેમનું જીવન બદલી નાખ્યું. તેથી 72 વર્ષની ઉંમરે પણ તેમને પ્રેશરની સમસ્યા નથી. તેના વિશે ડોક્ટર્સનું કહેવું છે કે, તે સામાન્ય યુવકો કરતા વધુ ફિટ છે.

ડાયટ સૌથી વધી હેલ્ધી છે : જિનમિન યાંગની ડાયટ પણ ખૂબ જ હેલ્ધી છે. તે નાસ્તામાં દરરોજ 6 થી 8 ઈંડા ખાય છે. આ સિવાય તે રોજ કાકડી, ટમેટા, ઓમલેટ વગેરે ખાય છે. ચિકન પણ તેમની ડાયટનો મહત્વનો ભાગ છે. તમને જણાવી દઈએ કે હાલના દિવસોમાં યાંગ લોકોને બોડી બિલ્ડીંગ અને વેઈટ લિફ્ટિંગ કરવાની સલાહ આપે છે અને ફિટનેસ પ્રત્યે જાગૃત કરે છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.