નવા વર્ષમાં કઈ રાશિવાળા લઇ શકશે પોતાનું ઘર અને ગાડી, જાણો 2022 માં કોની ઈચ્છા થશે પૂરી.

રાશિ અનુસાર જાણો 2022 માં તમારી ઘર કે ગાડી લેવાની ઈચ્છાઓ પૂરી થશે કે નહિ.

નવા વર્ષ 2022 ને લઈને દરેકના મનમાં ઘણા પ્રશ્ન છે. ચાલી રહેલું વર્ષ ભલે કેવું પણ રહ્યું હોય પણ આવનારા વર્ષ ઉપર લોકોને ઘણી આશાઓ હોય છે. દરેકના પ્લાન અલગ અલગ હોય છે, પણ ઈચ્છાઓ થોડી મળતી આવે છે. જેની પાસે ઘર નથી, તે ઈચ્છે છે કે આવનારા વર્ષમાં તેઓ પોતાના સપનાનું ઘર બનાવી શકે, અને જેની પાસે ઘર છે તે ઈચ્છે છે કે આવનારા વર્ષમાં પોતાની ગાડી ખરીદી લે.

જ્યોતિષ મુજબ જયારે તમારા તારા તમને સાથ આપે છે, ત્યારે ઈચ્છાઓ પૂરી થાય છે અને સફળતા પ્રાપ્ત થાય છે. આજે અમે તમને જ્યોતિષ અનુસાર જણાવીશું કે 2022 માં ઘર અને વાહનની બાબતમાં ભાગ્ય તમારો કેટલો સાથ આપશે.

મેષ : વૈદિક જ્યોતિષમાં વાહનો માટે કારક ગ્રહ શુક્ર છે. આ વર્ષની શરુઆત દરમિયાન શુક્ર મકર રાશિમાં રહેશે. શુક્ર અચલ સંપત્તિ અને સંપત્તિના ચોથા ગૃહ ઉપર પ્રત્યક્ષ દ્રષ્ટિ રાખે છે. એટલા માટે વર્ષની શરુઆતમાં તમારા માટે વાહન ખરીદવાની સંભાવના પ્રબળ છે. આ વર્ષે ઘર અને સંપત્તિના કારક બૃહસ્પતિ 11 માં ગૃહમાં છે, એટલા માટે જમીન-સંપત્તિ ખરીદવાની એક સારી તક રહેશે. અટકેલી સંપત્તિ સાથે જોડાયેલા કામ પુરા થઇ શકે છે.

વૃષભ : વૃષભ રાશિના લોકો માટે આ વર્ષ સંપત્તિ અને વાહન માટે શુભ રહેવાનું છે. વર્ષના મોટા ભાગના સમયમાં શનિની નવમાં ગૃહમાં સ્થિતિ તમને જમીન, મકાન અને વાહનની સાથે સાથે રત્ન અને ઘરેણા પ્રાપ્ત કરવામાં મદદ કરશે. તમે તમારા કુટુંબના સભ્યો અને સંબંધીઓના શુભ કાર્યક્રમો ઉપર જોરદાર ખર્ચ કરશો. કોઈ પણ મોટું રોકાણ કરવા માટે તમને બે વખત વિચારવાની સલાહ આપવામાં આવે છે, અથવા તો તે ક્ષેત્રમાં કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લઈને આગળ વધવું.

મિથુન : મિથુન રાશિના લોકોના 11 માં ગૃહમાં શનિની દૃષ્ટિ હોવાને કારણે આ વર્ષે તમારા પાસે સુખ સુવિધા હશે. એપ્રિલ પછી બીજા અને ચોથા ગૃહ ઉપર ગુરુની સપ્તમ દ્રષ્ટિથી રત્ન અને ઘરેણાની સાથે સાથે જમીન, મકાન અને વાહન પ્રાપ્તિની પણ પ્રબળ શક્યતા ઉભી થઇ રહી છે.

કર્ક : કર્ક રાશિના લોકો તેમની મોટાભાગની જરૂરિયાતો સારી નાણાકીય સ્થિતિથી પૂરી કરી શકે છે. આવનારા વર્ષમાં મકાન અને વાહન ખરીદવાની પ્રબળ શક્યતા ઉભી થઇ રહી છે. કર્ક રાશિના લોકો આ સમયે કુટુંબમાં શુભ કાર્યોમાં ધન ખર્ચ કરશે અને આ સમય મોટા રોકાણ માટે પણ અનુકુળ છે.

સિંહ : સિંહ રાશિના લોકો મહાન હોય છે જે તેમના જીવનમાં, પોતાના મગજમાં એક લક્ષ્ય બનાવીને ચાલે છે. સંપત્તિ અને વાહનોની બાબતમાં સિંહ રાશિના લોકો માટે આ વર્ષ અનુકુળ સાબિત થશે કેમ કે આ વર્ષે તેમની આર્થક સ્થિતિ વધુ મજબુત રહેવાની છે. તમે તમારા ધંધાના ક્ષેત્રમાં પ્રગતી કરશો અને તમારી આવકમાં વધારો થશે, જેથી તમે કોઈ નવું વાહન ખરીદવાનું આયોજન કરી શકો છો.

કન્યા : કન્યા રાશિના લોકો માટે આ વર્ષ શુભ રહેશે. બીજા ગૃહમાં બૃહસ્પતિ અને શનિની જોડી (યુતિ) હોવાથી તમે બચત કરી શકો છો અને તમારી આર્થિક સ્થિતિને સ્થિર અને મજબુત બનાવી શકો છો. તમને ક્યાંકથી રત્ન અને ઘરેણા પ્રાપ્ત થઇ શકે છે. તમે સંપત્તિ એકઠી કરવા માંગો છો તો વર્ષના અંતિમ ચાર મહિના લાભદાયક સાબિત થઇ શકે છે.

તુલા : તુલા રાશિના લોકો માટે વાહન ખરીદવા અને વેચવા માટે આ વર્ષ ફળદાયક સાબિત થઇ શકે છે. જો તમે તમારા માટે સંપત્તિ ખરીદવાનો પ્રયત્ન કરશો તો તમે સફળ થઇ શકો છો, પણ જે સંપત્તિ તમને વારસામાં મળી છે, તેને વેચવા માટે સમય અનુકુળ નથી કહી શકાતો. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા કુટુંબની સ્થિરતા ઉપર ધ્યાનથી વિચાર કરવો જોઈએ અને તમારે કોઈ પણ જટિલ સંપત્તિના સોદાથી દુર રહેવું જોઈએ નહિ તો તમારે નુકશાન વેઠવું પડશે.

વૃશ્ચિક : વૃશ્ચિક રાશિના લોકો માટે વર્ષ 2022 સંપત્તિની બાબતમાં સારું વર્ષ રહેશે. તમે વાહન અને તમારા ધનમાં નિરંતર વૃદ્ધીનો અનુભવ કરશો. જેના માઘ્યમથી તમે આ વર્ષે સારી સંપત્તિ અને વસ્તુઓ ખરીદવામાં સફળ રહેશો. ગુરુના ચોથા ગૃહમાં હોવાથી જમીન, મકાન અને વાહન ખરીદવાના પ્રબળ યોગ ઉભા થઇ રહ્યા છે. ઘર કે જમીન ખરીદવા માટે આ એક સારું વર્ષ છે. જે લોકો કોઈ સોદો કરવા માંગે છે, તેમને વર્ષના બીજા ભાગમાં સફળતા મળવાની સંભાવના છે.

ધનુ : ધનુ રાશિના લોકોને ગુરુના ચોથા ગૃહમાં હોવાથી સંપત્તિ એકઠી કરવાની ઘણી સારી તક મળવાની સંભાવના છે. આ વર્ષે પૈતૃક સંપત્તિથી પણ લાભ પ્રાપ્ત થઇ શકે છે. ધનુ રાશિના લોકો સંપત્તિ ખરીદવામાં પણ સફળ થઇ શકે છે. તમારું ઘર કે વાહન ખરીદવાનું સપનું આ વર્ષે પૂરું થઇ શકે છે. વર્ષ 2022 માં કરવામાં આવેલા રોકાણથી તમને સારો લાભ પ્રાપ્ત થવાની સંભાવના છે.

મકર : મકર રાશિના લોકો માટે સંપત્તિ ખરીદવાના દ્રષ્ટિકોણથી વર્ષ 2022 અનુકુળ રહેવાની સંભાવના છે. એપ્રિલ મહિના પછીનો સમય તમારા માટે ઉત્તમ સાબિત થઇ શકે છે. આ સમયગાળામાં તમે સરળતાથી લોન પણ પ્રાપ્ત કરી શકો છો. પૈતૃક સંપત્તિ સંબધી અટકેલા કેસનું પણ આ વર્ષે સમાધાન થવાની સંભાવના છે.

કુંભ : કુંભ રાશિના લોકો માટે સંપત્તિની દ્રષ્ટિએ વર્ષ 2022 સારું રહી શકે છે. થોડી ઘણી તકલીફો છતાં પણ આવકનો સ્ત્રોત જળવાઈ રહેવાની સંભાવના છે. આ સમય દરમિયાન તમારા ખર્ચમાં વધારો થઇ શકે છે જેની ઉપર કાબુ રાખવો તમારા માટે પડકારપૂર્ણ રહેશે. આ પરિસ્થિતિમાં ત્યારે સુધારો આવવાની સંભાવના છે જયારે એપ્રિલ મહિના પછી બૃહસ્પતિનું તમારા બીજા ગૃહમાં ગોચર થશે. તે દરમિયાન તમે કેટલાક રત્નો અને ઘરેણાની ખરીદી કરી શકો છો. આ વર્ષ માટે તમને સલાહ આપવામાં આવે છે કે ,ઉતાવળમાં કોઈ સંપત્તિ ન ખરીદો નહિ તો નુકશાન થઇ શકે છે.

મીન : વર્ષ 2022 મીન રાશિના લોકો માટે વાહન કે સંપત્તિ ખરીદવા કે વેચવાની દ્રષ્ટીએ ખુબ જ લાભદાયક રહેવાની સંભાવના છે. એપ્રિલથી લઈને સપ્ટેમ્બર સુધીના મહિના ખરીદ વેચાણ માટે અનુકુળ રહી શકે છે. આ સમય દરમિયાન તમારે સંપત્તિ ખરીદતી વખતે સજાગ રહેવાની અને બજેટની અંદર રહેવાની સલાહ આપવામાં આવે છે. કેમ કે આ સમયગાળામાં તમારે અચાનક જ કોઈ જરૂરી કાર્ય માટે ધન ખર્ચ કરવાની જરૂર પડી શકે છે. કોઈ પણ પ્રકારનું ઉધાર ન લો અને ન આપો કેમ કે તમારા પૈસા ફસાઈ શકે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.