વોટસઅપ ન્યુઝ સર્વિસ નું આ ‘વિચિત્ર જાનવર’ થી વધારે વિચિત્ર તેને મારવાવાળા માણસો છે.

વોટસઅપ ન્યુઝ સર્વિસ અને ફેસબુક મીડિયાની મહિમા અપરંપાર છે. અહિયાં એક ફોટો એટલા સ્વરૂપોમાં તમારી સમક્ષ રજુ થાય છે કે તમે તેની સાચી ઓળખાણ ભૂલી જશો. અહિયાં એક નવી વસ્તુ બજારમાં આવી છે. એક ફોટો છે. ફોટામાં ભરેલો કોઈ બીક લાગે તેવો જીવ છે. સાથે કેપ્શન છે. મજાની વાત એ છે કે દરેક જગ્યાએ કેપ્શન બદલાઈ જાય છે અને ફોટો તેનો તે જ રહે છે. એટલે કે કેપ્શનમાં જગ્યાનું નામ બદલાઈ જાય છે. સાથે જ લખેલું હોય છે કે આ વિચિત્ર જાનવર ભારતમાં પહેલી વખત જોવામાં આવેલ છે. તમે પણ પહેલા તેના શેયર થયેલા ફોટા જુવો, પછી વાત કરીએ.

૧. આ ફોટામાં આ વિચિત્ર જેવું જાનવર દેવાસ જીલ્લાનું બતાવવામાં આવેલું છે.

૨. આમાં ગુમલા જીલ્લાનું થઇ ગયું છે.

૩. વોટ્સઅપ આવ્યું તો તેનો જીલ્લો બદલાઈને ઉન્નાવ થઇ ગયો.

શું છે આ ‘ વિચિત્ર જાનવર ‘

તે પોગોલીન છે. ખુબ જ મજબુત જેવું જાનવર છે. થોડું જાડું પણ ખુબ જ તંદુરસ્ત. ભારતમાં મળે છે અને ખુબ સારી રીતે મળે છે. ત્યારે તો તેને indian pangolin કહે છે. હવે જયારે જંગલ ઘટી રહ્યા છે તો જંગલી જાનવરો પણ ઓછા થઇ રહ્યા છે. તે પ્રમાણે આ પ્રકારનું પણ નીકળીને વસ્તીમાં આવી ગયું હશે તો તેને ધોકાવીને મારી નાખવમાં આવ્યું. આ જાનવર ધુબ જ સીધા હોય છે કોઈને મારતા કે કરડતા નથી. કીડા મકોડા ખાઈને જીવન પસાર કરે છે.

સાચું તો એ છે કે ભારતમાં પોગોલીન તકલીફમાં છે નાશ પામી રહ્યું છે. દુઃખદ વાત છે કે આ નું ચામડું, નખ, અને પોટી માટે તેનો ધડલ્લે થી શિકાર કરવામાં આવે છે. સરકારે તેને મારવા ઉપર પ્રતિબંધ લગાવેલ છે. જો કોઈ મારતા જોવામાં આવે તો તેને જેલની સજા કરવામાં આવશે પરંતુ કોઈ ને કઈ ખબર જ નથી, ત્યારે તો જણાવી રહ્યા છીએ કે ભારતમાં પહેલી વાર જોવામાં આવેલ છે. તેવું પણ કહેવામાં આવે છે કે તેના આધારે જુના જમાનામાં લોકો તેના સહારે દીવાલ ઉપર ચડી જતા હતા, ફોજી કિલ્લામાં ઘુસી જતા હતા કેમ કે તેની દીવાલ ઉપર પક્કડ મજબુત હોય છે. તો આ છે તેની પ્રજાતિ નો દુરનો ભાઈ, તે ખબર નથી.

સિહ પણ હાર માની લે છે

જે જાનવરને કોઈ મૂર્ખાઓએ મારી નાખ્યું છે, સિહ પણ તેને નુકશાન નથી પહોચાડી શકતો. ઘણી વખત તો તેની ખોલમાંથી લડીને, હારી ને મોઢું લટકાવીને ચાલ્યું જાય છે. ન માનો તો આ સાબિતી જોઈ લો.

વિડીયો

હવે ખબર પડી કે કોણ છે આ વિચિત્ર જાનવર? થોડા જ બચ્યા છે તેને બચેલા રહેવા દો. અને મહેરબાની કરને એમ તો કહેતા જ નહી કે તે ભારતમાં પહેલી વાર જોયું છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.