આ જગ્યાએ છે શીતળા માતાનું પ્રખ્યાત મંદિર, મહાભારત કાળથી જોડાયેલ છે આ મંદિર

આ જગ્યાએ છે શીતળા માતાનું ઐતિહાસિક મંદિર જાણો ત્યાંની માન્યતા, મહત્વ અને ઇતિહાસ.

ગુડગાંવનું નામ આવતા જ સૌથી પહેલા આપણા મગજમાં એક મોટી મોટી બિલ્ડીંગો વાળું શહેરનું દ્રશ્ય ઉપસી આવે છે. ગુડગાંવ નામ સાંભળતા જ સાઈબર સીટી પણ આપણા મગજમાં આવી જાય છે. પરંતુ જયારે હરિયાણા, ઉત્તર પ્રદેશ ખાસ કરીને પશ્ચિમી ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાનના ગામમાં તમે જયારે પણ ગુડગાંવનું વર્ણન કરશો. ભાગ્યે જ લોકોના મગજમાં ગુડગાંવ વાળી માતા આવે છે. આવો તમને જણાવીએ હરિયાણાના ગુડગાંવ આવેલા માતા શીતળા મંદિર વિષે.

શીતળા મંદિરનું મહત્વ : ગુડગાંવ આવેલા શીતળા મંદીરમાં આમ તો દેશ ભરના શ્રદ્ધાળુ આવે છે, પરંતુ મોટી સંખ્યામાં હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને રાજસ્થાનના શ્રદ્ધાળુઓની હોય છે. નવરાત્રીના દિવસોમાં શીતળા માતાના મંદિરમાં મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુ આવે છે. વર્ષમાં બે વખત ચૈત્ર નવરાત્રી અને આસો નવરાત્રીના સમયમાં શીતળા માતામાં આ મંદિરનું દ્રશ્ય અદ્દભુત હોય છે. બંને નવરાત્રીમાં એક મહિના સુધી મેળો ભરાય છે. શ્રદ્ધાળુઓની ભીડ રહે છે, પંડિતજીના કહેવા મુજબ આ સમય દરમિયાન લગભગ 50 લાખ શ્રદ્ધાળુઓ માતાના દર્શન કરવા આવે છે.

માતા પણ આ સમયમાં ભક્તોની પરીક્ષા લે છે. જેમાં માં ના દર્શન માટે કલાકો લાઈનમાં ઉભા રહેવું પડે છે, ત્યાર પછી માતાના દર્શન કરી ભક્તોને ધન્ય સમજાય છે. શીતળા માં ના આ મંદિરની ખાસિયત એ પણ છે કે શ્રદ્ધાળુ, નવજાત બાળકોનું પ્રથમ મુંડન સંસ્કાર અહિયાં કરાવવાનું શુભ મને છે. મંદિરના પ્રસાશનને પણ મુંડનના કરારથી લાખોની આવક થાય છે. જેનો મંદિરના વિકાસ અને આયોજનોમાં ખર્ચ કરવામાં આવે છે.

શું છે શીતળા માં ની માન્યતા? જ્યોતિષ મુજબ શીતળા માતા સનાતન (હિંદુ) ધર્મમાં આસ્થા રાખવા વાળાની એક પ્રસિદ્ધ દેવી છે. તેને ચેપી રોગોથી બચાવનારી દેવી કહેવામાં આવે છે. સ્કંદ પુરાણમાં તેનું જે પ્રકારે વર્ણન કરવામાં આવ્યું છે તે મુજબ તેને સ્વચ્છતાની દેવી પણ કહેવામાં આવી શકે છે. ગામડાના વિસ્તારોમાં તો સ્માલપોક્સ (ચેચક) ને માતા, મસાની, શીતળા માતા વગેરે નામોથી ઓળખવામાં આવે છે. માન્યતા છે કે શીતળા માતાના પ્રકોપથી જ આ રોગ ફેલાય છે એટલા માટે આ રોગ માંથી મુક્તિ માટે લોટ, ચોખા, નારીયેલ, ગોળ, ઘી વગેરે સિદ્ધા માતાના નામ ઉપર રોગી શ્રદ્ધાળુઓને ખવરાવવામાં આવે છે.

પૌરાણીક ગ્રંથોમાં પ્રાચીન કાળથી જ શીતળા માતાનું મહત્વ ઘણું વધુ માનવામાં આવે છે. સ્કંદ પુરાણ મુજબ તેમનું વાહન ગર્દભ બતાવવાના આવે છે. તે પોતાના હાથમાં કળશ, સૂપ, સાવરણી અને લીમડાના પાંદડા ધારણ કરે છે. તે બધાને ઓરી જેવા રોગ સાથે સીધો સંબંધ પણ છે, એક બીજા કળશનું જળ શીતળતા આપે છે, તો સૂપથી રોગીને દવા કરવામાં આવે છે, સાવરણીથી જે નાની નાની ફોડકીઓ નીકળે છે તે ફૂટી જાય છે. લીમડાના પાંદડા તે ફોડકીમાં સડો નથી થવા દેતા. એકંદરે કહેવામાં આવે તો માતા શીતળાની કૃપાથી રોગીનો રોગ દુર થઇ જાય છે.

ગુડગાંવના શીતળા મંદિરની પૌરાણીક કથા : ગુડગાંવ આવેલા માતાના મંદિરની કથાને મહાભારત કાળ સાથે જોડીને જોવામાં આવે છે. માન્યતા છે કે મહાભારત કાળમાં ગુરુ દ્રોણાચાર્ય અહિયાં કૌરવો અને પાંડવોને અસ્ત્ર-શસ્ત્ર વિદ્યાનું જ્ઞાન આપતા હતા. જયારે મહાભારત યુદ્ધમાં ગુરુ દ્રોણ વીરગતિને પ્રાપ્ત થયા તો તેમની કૃપી તેની સાથે સતી થઇ ગઈ. માનવામાં આવે છે કે લોકોએ ઘણું મનાવવા છતાં પણ તે ન માની અને 16 શણગાર કરી સતી થવાનો નિર્ણય કરીને ગુરુ દ્રોણની ચિતા ઉપર બેસી ગઈ. તે સમયે તેમણે લોકોને આશીર્વાદ આપ્યો કે મારા આ સતી સ્થળ ઉપર જે પણ મનોકામના લઈને આવશે, તેમની મનોકામના જરૂર પૂરી થશે.

શું કહે છે શીતળા મંદિરનો ઈતિહાસ? કહેવામાં આવે છે કે સત્તરની સદીના મહારાજા ભરતપૂરે ગુડગાંવમાં માતા કૃપીના સતી સ્થળ ઉપર મંદિરનું નિર્માણ કરાવ્યું અને સવા કિલો સોનાની માતા કૃપીની મૂર્તિ બનાવીને ત્યાં સ્થાપિત કરાવી. કહેવામાં આવે છે કે પાછળથી કોઈ મુગલ બાદશાહે મૂર્તિને તળાવમાં ફેંકાવી દીધી ત્યાર પછી માતાના દર્શન પછી સિંધા ભક્તે કઢાવી. કહેવામાં આવે છે કે સિંધા ભક્તના તપને જોઇને સ્થાનિક લોકો તેમના ચરણ પૂજવા લાગ્યા હતા.

પંડિતજીના જણાવ્યા મુજબ મૂર્તિની સ્થાપનાને લઈને જ એક બીજી રસપ્રદ કથા કંઈક આવી છે, ગુડગાંવથી થોડે દુર ફર્રુખ નગર ત્યાંની એક બઢઈની કન્યા ઘણી સુંદર હતી. દિલ્હીના તત્કાલીન બાદશાહ સુધી તેની સુંદરતાની ચર્ચા પહોચી ગઈ. બાદશાહે લગ્નની ઈચ્છા વ્યક્ત કરી પરંતુ છોકરીના પિતાએ વિધર્મી બાદશાહ સાથે દીકરીના લગ્ન મંજુર ન હતા.

તેણે ભરતપુરના મહારાજા સુરજમલને તેની ફરિયાદ કરી પરંતુ બીજા રાજ્યની બાબત ગણાવીને તેને ટાળી દીધી. જયારે ઉદાસ થઈને તે પાછા ફરી રહ્યા હતા તો યુવરાજ સાથે તેમની મુલાકાત થઇ અને તેણે યુવરાજ પાસે મદદ માગી. તેથી યુવરાજે પિતા વિરુદ્ધ જઈને બળવો કરતા દિલ્હી ઉપર આક્રમણ કર્યું તેણે આક્રમણ પહેલા ગુડગાંવમાં માતા પાસે વિજયની માનતા માની અને માતાના મઢને પાકો કરાવવાનો સંકલ્પ લીધો. વિજયી થયા પછી તેણે અહિયાં માતાનો પાકો મઢ બનાવરાવ્યો.

આ કથાને એક બીજી રીતે રજુ કરવામાં આવે છે તે મુજબ મહારાજા ભરતપુર દિલ્હી ઉપર ચડાઈ કરવા માટે બલ્લભગઢ રોકાયા પછી ઘોડા આગળ ન વધી રહ્યા હતા. જ્યોતિષીએ જણાવ્યું કે ગુરુગ્રામની સરહદમાં પ્રવેશ પછી અમે પૂજાથી વંચિત રહી ગયા ત્યારે મહારાજાએ માનતા માની કે લાલકિલાથી ઉપર તે માતાની પાકી મઢી બનાવરાવશે.

ઉપરની કથાઓ ઐતિહાસિક સાક્ષ્યો સાથે કેટલી મળતી આવે છે તે શોધનો વિષય હોઈ શકે છે પરંતુ દરેક કથામાં માતાનો મહિમા જોઈ શકાય છે.

આ માહિતી એસ્ટ્રો યોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)