KBC માં પહોંચી તારક મેહતાની ટીમ, અમિતાભ બચ્ચન સાથે કરી આવી મસ્તી અને ગરબા પણ રમ્યા.

પોપટલાલે અમિતાભને કહ્યું – મારા લગ્ન કરાવી દો, જેઠાલાલ બોલ્યા બધા માટે પંગત લગાવી દો, જાણો તેમની મસ્તીના કિસ્સા.

ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’ માં દર અઠવાડિયે એવા ખાસ સ્ટાર્સ આવે છે, જે શો ને લોકપ્રિય બનાવે છે. KBC (Kaun Banega Crorepati) નો શુક્રવારનો એપિસોડ હંમેશા ખૂબ જ ખાસ રહે છે. આ અઠવાડિયાનો એપિસોડ પણ ઘણો સ્પેશિયલ રહેવાનો છે કારણ કે આ વખતે ‘શાનદાર શુક્રવાર’ માં ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) ની આખી ટીમ પહોંચશે. તેમની હાજરીને કારણે શો માં હાસ્યનો ડોઝ બમણો થઈ શકે છે.

તારક મેહતાની આખી ટીમ KBC માં દેખાશે : બોલીવુડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના શો ‘કૌન બનેગા કરોડપતિ 13’ માં દર અઠવાડિયે શુક્રવારના રોજ સેલિબ્રિટીઓની હાજરી જોવા મળે છે. સેલિબ્રિટીઓ શો માં આવે છે અને અમિતાભ બચ્ચન સાથે ગેમ રમે છે, અને તેમની સાથે ખૂબ મસ્તી અને મજાક પણ કરે છે.

આ અઠવાડિયે પણ શાનદાર શુક્રવારમાં કંઈક એવું જ થવાનું છે. અને ખાસ વાત એ છે કે, આ અઠવાડિયે અમિતાભ બચ્ચનના આ શો માં ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ની આખી ટીમ આવશે, જે ગેમ રમવા સિવાય અમિતાભ બચ્ચન સાથે ડાન્સ અને મજા પણ કરશે.

21 લોકો KBC માં આવશે : ‘કૌન બનેગા કરોડપતિ 13’ નો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર શેર થઈ રહ્યો છે, જેમાં માધવી અને ભીડે, રોશન, કોમલ ભાભી, પોપટલાલ અને જેઠાલાલ અને બાપુજી સહિત સમગ્ર ટપ્પુ સેના બિગ બી ના શો માં એન્ટ્રી કરતા દેખાઈ રહી છે. અને અમિતાભ બચ્ચન પણ તેમને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને તેમને કહે છે, ‘સીટ માત્ર બે છે, પણ તમે 21 લોકો છો.’

મસ્તી મજાકનો સિલસિલો ચાલશે : અમિતાભ બચ્ચનની આ વાત પર જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ પણ જબરદસ્ત અંદાજમાં જવાબ આપ્યો. જેઠાલાલે કહ્યું, ‘બે જણ તો ઉપર બેસી જશે, બાકીના માટે નીચે પંગત લગાવી દો.’ અમિતાભ બચ્ચન સાથે તારક મેહતાની ટીમનો મસ્તી-મજાકનો ખેલ અહીં જ અટકતો નથી. તારક મેહતાના પોપટલાલે તો અમિતાભ બચ્ચનને તેના લગ્ન કરાવવાની વિનંતી પણ કરી દીધી.

પોપટલાલની વિનંતી : પોપટલાલે અમિતાભ બચ્ચન સાથે પોતાના લગ્ન વિશે વાત કરતાં કહ્યું, ‘સર, તમે મારા લગ્ન કરાવી શકો છો. હું ફર્સ્ટ ક્લાસ લોટ બાંધું છું અને લૉકડાઉનમાં કચરા-પોતા પણ સારી રીતે કરી શકું છું. પોપટલાલની વાત સાંભળીને બિગ બી હસવા લાગ્યા અને બોલ્યા, ‘શાબાશ’. આ શો માં અમિતાભ બચ્ચન સાથે જેઠાલાલ અને બાપુજીએ પણ રમત રમી.

બધાએ સાથે મળીને ગરબા કર્યા : દર વખતની જેમ અમિતાભ બચ્ચને રમતની વચ્ચે વિરામ લેતા કહ્યું, ‘નાનકડા બ્રેકનો સમય આવી ગયો છે.’ તેમની વાત સાંભળી જેઠાલાલ ફટાફટ ગયા અને ખાવાની વસ્તુઓ લઈ આવ્યા. આ સિવાય જેઠાલાલે બિગ બીની સામે કહ્યું, ‘એક ગરબા તો બનતા હી હૈ’. એ પછી, ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ની આખી ટીમ અમિતાભ બચ્ચનના શોમાં ગરબા રમી.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.