સની દેઓલની સગી બહેન મીડિયાની લાઇમલાઇટથી છે દુર, જીવે છે અનામિક જીવન

મીડિયાની લાઇમલાઇટથી ખુબ દૂર છે સની દેઓલની સગી બહેનો, જુઓ ન જોયેલા ફોટાઓ.

બોલીવુડ અભિનેતા સની દેઓલ પોતાના અભિનયની સાથે સાથે અંગત જીવનને લઈને પણ ઘણા ચર્ચામાં રહે છે. 10 ઓક્ટોબર, 1956 ના રોજ સાહનેવાલ પંજાબમાં જન્મેલા સની દેઓલ હવે 65 વર્ષના થઈ ગયા છે. ફિલ્મોમાં હંમેશા ગુસ્સામાં જોવા મળતા સની રીયલ લાઈફમાં ઘણા શાંત અને સરળ વ્યક્તિ છે.

ઘણા ઓછા લોકો એ વાત જાણે છે કે સની દેઓલની 4 બહેનો છે. મોટાભાગના લોકોને તેમની સાવકી બહેનો ઈશા દેઓલ અને આહના દેઓલ વિષે જ ખબર છે. પરંતુ આ અભિનેતાની બે સગી બહેનો અજેતા અને વિજેતા પણ છે. સનીના પિતા એટલે કે ધર્મેન્દ્રએ બે લગ્ન કર્યા છે. તેમની પહેલી પત્નીનું નામ પ્રકાશ કૌર છે. તેમને ચાર સંતાન સની, બોબી, અજેતા અને વિજેતા થયા. તેમની બીજી પત્ની હેમા માલિનીથી ઈશા અને આહના થઇ.

ઈશા દેઓલ ફિલ્મોમાં અભિનેત્રી રહી ચૂકી છે. અને તેની નાની બહેન આહના પણ ઘણી ગાંઠી ફીલ્મોમાં જોવા મળી હતી. હેમા માલિનીની દીકરી હોવાને કારણે બંને બહેનો મીડિયાની લાઇમલાઇટમાં છવાઈ ગઈ છે. તેના કારણે તેમને દરેક વ્યક્તિ ઓળખે છે. પરંતુ સનીની બંને સગી બહેનો અજેતા અને વિજેતા મીડિયાની લાઇમલાઇટથી દુર રહેવાનું પસંદ કરે છે. તેના લીધે તેમના વિષે ઘણા ઓછા લોકોને જ માહિતી છે.

આમ તો ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ કૌરની દીકરી અજેતા અને વિજેતા છેલ્લા ઘણા વર્ષોથી ગુમનામ જીવન જીવી રહી છે. તેઓ ન તો કોઈ પબ્લિક ઈવેંટમાં જોવા મળે છે, અને ન તો તેઓ ઘરના કોઈ પારિવારિક પ્રસંગમાં જોવા મળે છે. સુત્રોના જણાવ્યા મુજબ બંને બહેનો લગ્ન કરીને અમેરિકામાં સેટલ થઇ ગઈ છે.

ઈંટરનેટ ઉપર અજેતા અને વિજેતાના ફોટા પણ ઘણા ઓછા છે. તેમના નાનપણના થોડા ફોટા ઓનલાઈન છે, પરંતુ લેટેસ્ટ ફોટા વધુ નથી. આમ તો થોડા સમય પહેલા થોડા લેટેસ્ટ ફોટા જરૂર આવ્યા હતા, જેને અજેતા અને વિજેતાના જ છે એવું કહેવામાં આવી રહ્યું હતું.

અજેતા અને વિજેતા અમેરિકાના ફૈલીફોર્નીયામાં રહે છે. અજેતાના પતિનું નામ કિરણ ચોધરી છે. તે ‘1000 Decorative Designs from India’ નામની એક બુકના લેખક પણ છે. અજેતાના કુટુંબી તેણે ‘લલ્લી’ કહીને બોલાવે છે. વિજેતાના લગ્ન વિષે વધુ માહિતી નથી.

ધર્મેન્દ્રએ પોતાની દીકરી વિજેતાના નામ ઉપર એક ફિલ્મ પ્રોડક્શન હાઉસ પણ ખોલ્યું છે. તેનું નામ ‘વિજેતા પ્રોડક્શન પ્રાઇવેટ લીમીટેડ’ છે. સની પોતાની બંને સગી બેહેનોની ખુબ નજીક છે. જોકે પોતાની સાવકી બહેનો (ઈશા-આહના) સાથે તેમની કોઈ વાત નથી થતી.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.