અહીં થપ્પડ લગાવીને વધારવામાં આવે છે મહિલાઓની સુંદરતા, 50 થપ્પડ ખાવાથી આવે છે નિખાર.

આ જગ્યા પર મહિલાઓ પોતાની સુંદરતા વધારવા માટે થપ્પડ ખાવા તૈયાર રહે છે, જાણો આ વિચિત્ર નુસખા વિષે.

આખી દુનિયામાં સુંદરતા વધારવા માટે અલગ અલગ નુસખાઓનો ઉપયોગ કરવામાં આવે છે. પણ શું તમે એ જાણો છો કે સુંદરતા વધારવા માટે દુનિયામાં એક ખૂબ જ વિચિત્ર પ્રકારની થેરેપી પણ પ્રચલિત છે. તે થેરેપીમાં થપ્પડ મારીને લોકોની સુંદરતા વધારવામાં આવે છે. તેને દક્ષિણ કોરિયામાં સ્લેપ થેરાપી તરીકે ઓળખવામાં આવે છે (slap therapy in south korea). તે દક્ષિણ કોરિયામાં ખૂબ જ લોકપ્રિય થેરેપી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, દક્ષિણ કોરિયામાં મહિલાઓ સેંકડો વર્ષોથી સ્લેપ થેરેપીનો ઉપયોગ કરી રહી છે. તેમાં મહિલાઓ પોતાની સુંદરતા વધારવા માટે દરરોજ પોતાના ગાલ પર 50 થપ્પડ ખાય છે. એવું માનવામાં આવે છે કે, આ ઉપચાર ત્વચામાં નિખાર લાવે છે. તેનાથી મહિલાઓ પહેલા કરતા વધુ સુંદર બને છે.

દક્ષિણ કોરિયામાં પ્રાચીન સમયથી પ્રચલિત છે : જો કે, સ્લેપ થેરેપીનો અર્થ એ નથી કે કોઈને જોરથી થપ્પડ મારવી જોઈએ. તેના ખૂબ જ આરામથી અને હળવા હાથથી ગાલ પર થપ્પડ મારવામાં આવે છે. મહિલાઓ આ થેરેપીનો ઉપયોગ પોતાના હાથથી કરી શકે છે. એટલે કે આ થેરેપીમાં તમારે તમારા બંને ગાલને તમારા હાથ વડે ઝડપથી થપથપાવવાના છે. જો કે દક્ષિણ કોરિયામાં આ થેરાપી પ્રાચીન સમયથી પ્રચલિત છે, પરંતુ ધીમે ધીમે આ થેરાપી આખી દુનિયામાં ફેલાઈ રહી છે.

દક્ષિણ કોરિયાના લોકોનું માનવું છે કે, જ્યારે આ થેરાપી દ્વારા ગાલ પર હળવા થપ્પડ લગાવવામાં આવે છે, ત્યારે ચહેરાના દરેક ભાગમાં લો હીનો પ્રવાહ વધે છે. તે ત્વચાને સાફ કરવામાં મદદ કરે છે. થપ્પડને કારણે ચહેરા પર લો હી સારી રીતે વહેવા લાગે છે. તેનાથી ચહેરા પર ચમક આવે છે, ચહેરો ગ્લો કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, દક્ષિણ કોરિયાની મહિલાઓ દરરોજ આ થેરેપીનો ઉપયોગ કરે છે.

પુરુષો પણ આ થેરેપીનો ઉપયોગ કરે છે : કોરિયન મહિલાઓ બાળપણથી જ આ થેરેપીનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. તેથી જ મોટા થયા પછી પણ તેમની ત્વચા એટલી જ ચમકતી રહે છે. મહિલાઓ ઉપરાંત દક્ષિણ કોરિયામાં પુરૂષો પણ આ થેરેપીનો ઉપયોગ કરે છે. કોરિયાના લોકોનું માનવું છે કે, જો આ થેરેપીનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ત્વચાને લાંબા સમય સુધી યુવાન રાખી શકાય છે. આ કારણથી તેને ‘એન્ટિ-એજિંગ થેરેપી’ પણ કહેવામાં આવે છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.