શા માટે આ આદિવાસી ભક્ત પ્રમુખસ્વામી મહારાજને ક્યારેય ભુલાવી નહિ શક્યા, વાંચો સત્ય ઘટના વિષે.

પરિવર્તન સંસારનો નિયમ છે. અને આજના આ લેખમાં તમને પરિવર્તન વિષે જાણવા મળશે. ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હીંગઠિયા ગામનો આ પ્રસંગ સંતને કારણે એક વ્યક્તિના જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તન સાથે જોડાયેલો છે. વાત છે સાબરકાંઠા જિલ્લાના હીંગઠિયા ગામના રેશમા પારઘી નામના એક આદિવાસીના જીવનની. આપણે આદિવાસી વિષે સ્ટોરીઓમાં અને દંતકથાઓમાં સાંભળ્યું તેના કરતા આમનું જીવન એકદમ અલગ છે. અને તે જીવન અલગ કઈ રીતે થયું તેના વિષે જાણીશું, તેનું કારણ સમજીશું.

રેશમા પારઘી સત્સંગમાં આવ્યા પહેલાના પોતાના જીવન વિષે જણાવે છે કે, અમે આદિવાસી ભીલ અને જંગલમાં રહેનારા. અમારું જીવન તો ડા રુપી વો અને માંસાહાર કરવો અને રસ્તા પર જતા સાધનો (ગાડીઓ) ઉભા રાખી લૂ ટફાટ કરવી. લોકો પાસેથી જે મળે તે લુ ટી લેવું. સારા કપડા હોત તો કાઢી લેવા અને તેમની પાસે પૈસા અને સામાન જે હોય તે બધું લુ ટી લેવું. અમે પહેલા અમારા જીવનમાં આ જ ધંધો કરતા હતા.

પણ પ્રમુખસ્વામી મળ્યા ત્યારથી અમારે ત્યાં સંતો દ્વારા ઘરે ઘરે પધરામણી થઈ અને પછી સત્સંગ થયો. એ પછી અમારા ઘરે દર રવિવારે ઘરસભા થવા લાગી. ધીરે ધીરે ગામના અલગ અલગ ઘરોમાં સત્સંગ પહોંચાડવાનું શરુ થયું. અમારા ગામમાં લગભગ ત્રીસ એક ઘર સત્સંગી છે. અને સત્સંગમાં આવવાથી દર રવિવારે સભા કરીએ છીએ. તિલક ચાંદલો અને દરરોજ પૂજા કરીએ છીએ.

પ્રમુખસ્વામી મહારાજનો યોગ મળ્યા પછી અમારી સ્થિતિ બદલાઈ ગઈ અને ઘરની રોનક બદલાઈ છે. નવું ઘર બન્યું છે અને અમને પાણીની પણ ચિંતા નથી. જ્યારથી પ્રમુખસ્વામી મહારાજનો હાથ ઝીલ્યો છે અને એમનો હાથ પકડીને સત્સંગમાં આવ્યા છીએ પછી અમને પૈસે તકે, મકાન કે છોકરાની ચિંતા જેવી કોઈ સમસ્યા નથી થઈ.

જ્યારથી ગળામાં કંઠી ધારણ કરી છે એ પછીથી કોઈ પણ પ્રકારના ભૂત-પિશાચ જેવી પણ કોઈ તકલીફ નથી થઈ. પ્રમુખસ્વામી મહારાજને રાજી કરવા માટે હું મારા ઘરની જમીન પર મંદિર બનાવી રહ્યો છું, અને તે પૂરું થવા આવ્યું છે. અમે ખુબ સારી રીતે ઘરનું ગુજરાન કરીએ છીએ. અને અમારા ગામના માણસો પણ સુધર્યા છે અને સત્સંગમાં આવે છે.

રેશમા પારઘીની વાતોથી એ સ્પષ્ટ જણાય છે કે, કઈ રીતે પ્રમુખસ્વામી મહારાજે એક આદિવાસીને તેની જૂની ગતિવિધિઓથી દુર કરતા તેને નવું જીવન આપ્યું. રેશમા પારઘી જે એક ગામડાના આદિવાસી, જે વાહનોને લુ ટતા હતા, લોકોના પૈસા લઇ લેતા હતા, કપડા લઇ લેતા હતા એવા અભણ આદિવાસી આજે માથું ઊંચું કરીને એક જવાબદાર નાગરિક જેવું જીવન જીવી રહ્યા છે. આટલા મોટા પરિવર્તનનું એક જ કારણ છે, એ છે પ્રમુખસ્વામી મહારાજ.

રેશમા પારઘી હેન્ડપંપના પ્રસંગ વિષે વાત કરતા કહે છે કે, દુષ્કાળના સમયમાં અમે સત્સંગમાં આવ્યા હતા. અમે તાલુકા અને જીલ્લાના સરકારી વિભાગોમાં ગામના આ હેન્ડપંપને રીપેર કરવા માટે અરજી કરી હતી, પણ કોઈ રીપેર કરવા આવતું ન હતું. પછી મેં પ્રમુખસ્વામી મહારાજને પત્ર લખવાનું વિચાર્યું. પછી મેં તેમને પત્ર લખ્યો, પણ તે સમયે તે ક્યાં વિચરણ કરતા હશે તે ખબર ન હતી.

અભણ હોવાને કારણે લખતા ના આવડવા છતાં તેમણે જેમ તેમ કરીને પત્ર લખ્યો અને અમદાવાદ મોકલી દીધો. ત્યાંથી તે પત્ર કોઈ હરિભક્ત દ્વારા પ્રમુખસ્વામી મહારાજને વિદેશમાં મળ્યો. ખરાબ અક્ષર હોવાને કારણે તેઓ વાંચી ન શક્યા પણ પોસ્ટ ઓફીસના સ્ટેમ્પને આધારે તેમણે જાણ્યું કે પત્ર હીંગઠિયા ગામનો છે.

તેમણે સંતોને કહ્યું કે તમે તાત્કાલિક જાવ અને જાણો કે પત્રમાં કઈ વાત કહેવામાં આવી છે. પછી સંતો ત્યાં ગયા અને જાણકારી મેળવી કે આ પત્ર કોણે લખ્યો છે અને પછી જાણ્યું કે તેમને શું સમસ્યા થઈ રહી છે?

પછી રેશમા પારઘીએ સંતોને જણાવ્યું કે, ગામમાં પાણીની સમસ્યા છે અને પાણી લેવા માટે અમારે એક કિલોમીટર દૂર જવું પડે છે, આ કારણે મેં પત્ર લખ્યો છે. પછી સંતોએ હેન્ડપંપ રીપેર કરાવડાવ્યો અને તેની પૂજન વિધિ કરી. ત્યારથી તેમને પાણીની સમસ્યા થઈ નથી.

રેશમા પારઘી એક ગામડાના આદિવાસી જે ફક્ત 5 ધોરણ સુધી ભણ્યા છે. તે પ્રમુખસ્વામીને પત્ર લખે છે હેન્ડપંપ રીપેર કરાવવા માટે. અને પ્રમુખસ્વામી જે બીજા દિવસે એક મોટા વ્યક્તિને મળવાના હોય છે તે બીજા કામ છોડીને એવા પત્રમાં રુચિ દેખાડે છે જેના અક્ષર પણ સારી રીતે વંચાતા ન હતા તેને વાંચવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ પ્રસંગ પરથી એ સમજાય છે કે જયારે તમે એક ઊંચા પદ પર હોવ અને તમે તમારાથી નીચા પદવાળાની ચિંતા કરો તો તે સંબંધ લોહી કરતા પણ વધારે ઊંડો હોય છે. અને એવો જ સંબંધ પ્રમખસ્વામી અને રેશમા પારઘી વચ્ચે બન્યો હતો.

આ પ્રસંગ પરથી એ વાત જાણવા મળે છે કે તેમને જેટલી ચિંતા પોતાના મોટા હરિભક્તોની હતી એટલી જ ચિંતા નાનકડા ગામના આદિવાસીની પણ હતી. લોકો હંમેશા કહે છે અને પ્રમુખસ્વામી મહારાજ પણ હંમેશા કહેતા હતા કે, બીજાના ભલામાં જ આપણું ભલું છે.

– વિશાલ ખંડેલવાલ.