માણસને શ્રીમંત બનવાથી રોકે છે ઘરમાં રાખવામાં આવેલી આ 7 વસ્તુઓ, આજે જ કરો દુર.

ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓ તમારા જીવન પર ખરાબ અસર કરે છે, આર્થિક સ્થિતિને સુધરવા નથી દેતી આ વસ્તુઓ.

પૈસાની અછતને લઈને હંમેશા લોકો પોતાને જ દુર્ભાગ્યશાળી સમજવા લાગે છે. કેટલાક લોકોને સખત મહેનત પછી પણ પૈસા નથી મળતા. જો પૈસા મળી પણ જાય તો હાથમાં નથી ટકતા. સખત મહેનત અને એકાઉંટ મેનેજમેંટ ઉપરાંત ફેંગશુઈમાં જણાવવામાં આવેલી કેટલીક રીતો આર્થિક સ્થિતિઓને દુર કરવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે. આવો જાણીએ તેમાં આર્થિક તંગીથી બચવા માટે કઈ રીતો જણાવવામાં આવી છે.

કચરા પેટીનું યોગ્ય સ્થાન : ફેંગશુઈ મુજબ, કચરો એકઠો કરવાનો ડબ્બો એટલે કચરા પેટી ઘરની અંદર ક્યારે પણ ન હોવી જોઈએ. તેની રોજ સફાઈ થવી જોઈએ. ડસ્ટબિનમાં લાંબા સમય સુધી કચરો પડી રહેવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.

સામાન યોગ્ય જગ્યા ઉપર ન હોવો : ઘરની કોઈ પણ વસ્તુ યોગ્ય સ્થળ ઉપર ન હોવાથી પણ ઉર્જામાં અડચણ ઉભી થાય છે. એટલા માટે સુનિશ્ચિત કરો કે તમારા કપડા, ટુવાલ, દાંતીયો, ચાદર કે ઘરની કોઈ પણ વસ્તુ તેની યોગ્ય જગ્યા ઉપર હોય. એવી વસ્તુનો ઉપયોગ કર્યા પછી તેને યોગ્ય જગ્યા ઉપર જ રાખો.

જુના ફાઈનેંશીયલ પેપરવર્ક : ધ્યાન રાખો કે ઘરમાં પડેલા જુના ફાઈનેંશિયલ સ્ટેટમેંટસ નકારાત્મક ઉર્જા લઈને આવે છે. એટલા માટે જૂની રીસીપ્ટ કે બેંક સ્ટેટમેંટનો ઢગલો ન કરો. જો કોઈ એવી વસ્તુને સંગ્રહવાની જરૂર છે તો તેના માટે એક ખાસ સ્થળ બનાવો. સારું રહેશે કે તમે તેની ડીજીટલ કોપી તમારી પાસે રાખો.

બારીઓ ઉપર જામેલી ગંદકી : ઘરમાં સકારાત્મક ઉર્જા માટે તમારે તમારા બારી બારણા ખોલીને રાખવા જોઈએ. ધ્યાન રાખો કે બારી દરવાજા ઉપર જામેલી ધૂળ કે ગંદકી પણ અડચણ ઉભી કરે છે. એટલા માટે તેની ઉપર ક્યારે પણ ધૂળ ન જામવા દો.

સુકાઈ ગયેલા છોડ : ઇન્ડોર પ્લાન્ટ્સ એટલે ઘરમાં રાખવામાં આવતા છોડની જાળવણી કરો. તેને સુકાવા ન દો. એવા છોડને ઘરમાં રાખવા ખુબ અશુભ માનવામાં આવે છે. છોડને સમયસર પાણી આપો. તેની આસપાસ ગંદકીના ઢગલા પણ એકઠા ન થવા દો.

ખરાબ નળ : ધ્યાન રાખો કે રસોડા કે બાથરૂમમાં કોઈ નળ લીક થતો ન હોય. જો એવું છે તો તેને તરત રીપેર કરાવો. ધરના નળમાંથી હંમેશા પાણી ટપકતું રહેવું ખુબ અશુભ માનવામાં આવે છે.

જૂની વસ્તુ : તમારા ઘરમાં રાખવામાં આવેલી વસ્તુનું જોડાણ નકારાત્મક ઉર્જા સાથે હોઈ શકે છે. તે કપડા, ફોટા, પેપર્સ કે કોઈ જુની ડાયરી પણ હોઈ શકે છે. તેને જેટલું બને એટલું જલ્દી ઘરમાંથી દુર કરી દો. એવી વસ્તુ નકારાત્મક શક્તિઓ વધારે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.