ભારતના તે સ્થળો જેના આજ સુધી નથી ખુલ્યા રહસ્યો, તેના વિષે જાણીને ચકિત થઈ જશો.

આપણા દેશમાં આવેલા આ સ્થળોના રહસ્ય આજે પણ વણઉકેલાયેલા છે, એક તો વૃંદાવનમાં આવેલું છે.

ભારતને ઋષિ-મુનીઓ અને અવતારોની ભૂમિ કહેવામાં આવે છે. અને આપણા દેશમાં ઘણા એવા રહસ્યમયી સ્થાનો છે જેની રહસ્યો ઉપરથી આજ સુધી કોઈ પડદો નથી ઉઠાવી શક્યું. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ અમુક એવા રહસ્યમયી સ્થળો વિષે જે દુનિયાના લોકોને પોતાના રહસ્યોથી ચકિત કરી ચુક્યા છે.

વૃંદાવન મંદિર : ઉત્તર પ્રદેશના મથુરા જીલ્લામાં આવેલુ વૃંદાવન એક મહત્વપૂર્ણ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળ છે. વૃંદાવન ભગવાન શ્રીકૃષ્ણની લીલા સાથે જોડાયેલું છે. વૃંદાવનમાં એક એવું મંદિર છે જે પોતાની જાતે જ ખુલે છે અને બંધ થાય છે. આ મંદિરને રંગમહેલના નામથી ઓળખવામાં આવે છે. માન્યતા છે કે નિધિવન પરિસરમાં આવેલા રંગમહલમાં ભગવાન શ્રીકૃષ્ણ રાત્રે શયન કરે છે. મંદિરમાં દરરોજ પ્રસાદ તરીકે માખણ-સાકર રાખવામાં આવે છે. તે ઉપરાંત ભગવાન કૃષ્ણને સુવા માટે પલંગ પણ રાખવામાં આવે છે.

સવારે જ્યારે મંદિર ખોલવામાં આવે છે, તો એવું લાગે છે કે આ પથારી ઉપર કોઈ સુતું હતું અને પ્રસાદ પણ ગ્રહણ કર્યો છે. સૌથી ચક્તિ કરવા વાળી વાત એ છે કે અંધારું થતા જ આ મંદિરના દરવાજા પોતાની જાતે જ બંધ થઇ જાય છે.

અલેયા ભૂત લાઈટ : પશ્ચિમ બંગાળના દલદલવાળા વિસ્તારે પણ રહસ્યોને પોતાનામાં સમેટી રાખ્યા છે. કહેવામાં આવે છે કે અહિયાં ઘણી વખત રહસ્યમયી પ્રકાશ જોવા મળે છે. સ્થાનિક લોકો જણાવે છે કે આ પ્રકાશ માછીમારોનાં આત્માઓ છે જેમણે માછલી પકડતી વખતે કોઈ કારણથી તેમનો જીવ ગુમાવી દીધો હતો.

એવું પણ કહેવામાં આવે છે કે જે માછીમારો આ પ્રકાશ જુવે છે, તે રસ્તો ભટકી જાય છે કે તેનું જલ્દી જ મો તથઇ જાય છે. દલદલ ક્ષેત્રો માંથી ઘણી વખત માછીમારોના શબ હાથ લાગેલા છે. પણ સ્થાનિક તંત્ર એ માનવા તૈયાર નથી કે એવું ભૂતોને કારણે થયું છે. વૈજ્ઞાનિકોએ આશંકા વ્યક્ત કરી છે કે દલદલ વિસ્તારોમાં હંમેશા મીથેન ગેસ બને છે. તેથી કોઈ તત્વના સંપર્કમાં આવવાથી પ્રકાશ ઉત્પન થાય છે.

રૂપકુંડ તળાવ : ભારતમાં એવા ઘણા તળાવ છે જે રહસ્યમયી છે. હિમાચલના રૂપકુંડ તળાવની સ્ટોરી પણ કાંઈક એવી જ છે. વર્ષ 1942 માં અહિયાં બ્રિટીશ ફોરેસ્ટ ગાર્ડને સેંકડો માનવ હાડ પીંજર મળ્યા હતા. આજે પણ તળાવમાં માનવ હાડ પિંજર અને હા ડકા પડેલા છે. આ તળાવ દરિયાકાંઠાથી લગભગ 5,029 મીટરની ઊંચાઈ ઉપર આવેલું છે. આ તળાવ હિમાલયના ત્રણ શિખરોની વચ્ચે છે જેને ત્રિશુલ જેવું દેખાવાને કારણે ત્રિશુલ નામ આપવામાં આવ્યું છે.

ઉત્તરાખંડના કુમાઉં ક્ષેત્રમાં આવેલુ ત્રિશુલ ભારતના સૌથી ઉંચા પર્વત શિખરમાં સામેલ છે. રૂપકુંડ તળાવને હાડ પિંજર તળાવ પણ કહેવામાં આવે છે. માનવવિજ્ઞાની અને વૈજ્ઞાનિક આ રહસ્યને જાણવા માટે અધ્યયનમાં લાગેલા છે.

જતિંગા ગામ : આસામના દીમા હાસો જીલ્લાના પહાડોમાં આવેલ જતિંગા ઘાટી પક્ષીઓનું સુ-સા-ઈટ પોઈન્ટ તરીકે ઘણું પ્રસિદ્ધ છે. જતિંગા ગામમાં ચોમાસું પસાર થઇ ગયા પછી એક એવું આવરણ બને છે કે સ્થિતિ ધુમ્મ્સ પડવા જેવી થઇ જાય છે અને એ સમયે ગામમાં એક વિચિત્ર ઘટના બને છે.

ખાસ કરીને અહિયાંના સ્થાનિક અને પ્રવાસી પક્ષીઓમાં એક વિચિત્ર વર્તન, પરિવર્તન જોવા મળે છે. દર વર્ષે સપ્ટેબર મહિનામાં જતિંગા ગામ પક્ષીઓની આ-ત-મ હ-ત-યાના કારણે સમાચારોમાં આવી જાય છે. આ સ્થાન ઉપર ન માત્ર સ્થાનિક પક્ષી પણ પ્રવાસી પક્ષી પણ સુ-સા-ઈડ કરી લે છે. એ કારણથી જતિંગા ગામ ઘણું રહસ્યમય માનવામાં આવે છે.

જીવન ટૂંકાવવાની પ્રવૃત્તિ માણસોમાં તો સામાન્ય છે, પણ પક્ષીઓની બાબતમાં એ વાત એકદમ અલગ પડી જાય છે. જતિંગા ગામમાં પક્ષી ઝડપથી ઉડતા સમયે કોઈ બિલ્ડીગ કે ઝાડ સાથે અથડાઈ જાય છે, જેનાથી તેનું મો તથાય છે. સૌથી વિચિત્ર વાત તો એ છે કે આ પક્ષી સાંજે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા વચ્ચે જ આમ કરે છે, જયારે સામાન્ય ઋતુમાં આ પક્ષીઓની પ્રવૃત્તિ દિવસે જ બહાર નીકળવાની હોય છે અને રાત્રે તે માળામાં પાછા જતા રહે છે. તે આજે પણ રહસ્ય છે.

લટકતા સ્થંભનું રહસ્ય : આંધ્ર પ્રદેશનું વીરભદ્ર મંદિર વિજયનગર સામ્રાજ્યના વાસ્તુશિલ્પ શૈલીનો એક સુંદર નમુનો છે અને તેમાં આવેલ વિશાળ નંદીની મૂર્તિ, ફ્રેસ્કો પેન્ટિંગ અને નકશીકામ જેવા આકર્ષણ સિવાય તેના લટકતા સ્થંભ જીજ્ઞાસા ઉત્પન કરે છે. કુલ મળીને મંદિરમાં 70 સ્તંભ છે. જોકે તેમાંથી એક જમીનના સંપર્કમાં નથી આવતું. એવું માનવામાં આવે છે કે સ્તંભના આશીર્વાદ લેવા માટે માટે તેની નીચેથી કાંઈક સ્લાઈડ કરીને આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.