ફક્ત 1 પાનનું પાંદડું ખાવાથી થાય છે આ 20 અદભુત ફાયદા જેને જાણીને તમે દંગ રહી જશો

પાન જેને અંગ્રેજીમાં ‘(Betel Leaf)’ અને સંસ્કૃતમાં નાગવલ્લરી કે સપ્તશીરા કહે છે, જેને ગુજરાતી માં નાગરવેલ નાં પાન થી ઓળખવા માં આવે છે જે દક્ષીણ પૂર્વ એશિયામાં મળી આવતા એક લતા હોય છે. દિલના આકાર વાળા પાન ના પાંદડા ઔષધીય ગુણો થી ભરપુર હોય છે. ભારતીય ઉપમહાદ્વીપમાં ભોજન પછી પાન ખાવાનું ખુબ પ્રચલિત છે. ભારતમાં દરેક ગલી અને નાકા ઉપર પાનની દુકાન હોવી તે વાતની સાબિતી છે કે અહિયાં પણ કેટલું પસંદ કરવામાં આવે છે.

પૂજા પાઠ થી લઈને પાનનો ઉપયોગ મીઠાઈ બનાવવા સુધી કરવામાં આવે છે. આપણે તે સમજી શકીએ છીએ કે પાનના પાંદડામાં સોપારી, તમ્બાકુ, ચૂનો વગેરે લગાવીને ખાવાથી આરોગ્ય સબંધી બીમારી થઇ શકે છે. પણ જો તમે માત્ર પાનના પાંદડા નો ઉપયોગ કરો છો તો તે ખુબ લાભદાયક બની શકે છે, તે ખાવાથી ગંભીર માં ગંભીર બીમારીઓ જેવી કે કેન્સર દુર કરવાથી લઈને માથાનો દુઃખાવો, કબજિયાત, દર્દ દુર કરવાના ગુણ હોય છે. આજે આપણે આપણા આ આર્ટીકલમાં પણ આના ઔષધીય ગુણો વિષે જણાવીશું. આવો જાણીએ પાનના પાંદડા ના ફાયદા વિષે.

– પાન (Betel Leaf) ના પાંદડાના 20 અદ્દભુત ફાયદા :

(1) કબજિયાત : પાનના પાંદડા ચાવવા કબજિયાત માટે પણ એક સફળ ઈલાજ છે. કબજિયાત વખતે પાનના પાંદડા અને એરંડીનું તેલ લગાવીને ચાવવાથી કબજિયાતમાં રાહત મળે છે.

(2) ખાંસી : પાનના 15 પાંદડા ને 3 ગ્લાસ પાણીમાં નાખો. ત્યાર પછી તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી ઉકળીને 1/3 ભાગનું રહી જાય. તેને દિવસમાં 3 વખત પીવો.

(3) પાચનતંત્ર : પાનના પાંદડાનો આમ તો માઉથ ફ્રેશનર તરીકે ઉપયોગ કરવામાં આવે છે પણ તે ચાવવા આપણા માટે ખુબ ફાયદાકારક હોઈ શકે છે. જયારે આપણે તેને ચાવીને ખાઈએ છીએ ત્યારે આપણી લાળ ગ્રંથી ઉપર અસર પડે છે. તેનાથી તેમાંથી સલાઈવ લાળ બનવામાં મદદ મળે છે. જે આપણા પાચન તંત્ર માટે ખુબ જરૂરી છે. જો તમે ભારે ભોજન પણ કરી લીધું છે તો ત્યાર પછી સામાન્ય પાન ખાઈ લો. તેનાથી તમારું ભોજન સરળતાથી પચી જશે.

(4) બ્રોકાઈટીસ : પાન ના 7 પાંદડા ને 2 કપ પાણીમાં રોક શુગર સાથે ઉકાળો. જયારે પાણી એક ગ્લાસ રહે તો તેને દિવસમાં ત્રણ વખત પીવો. બ્રોકઈટીસ માં લાભ થશે.

(5) શરીરમાંથી દુર્ગંધ : 5 પાનના પાંદડા ને 2 કપ પાણીમાં ઉકાળો. જયારે પાણી એક કપ રહે તો તે પાણીને બપોરના સમયે પી લો. શરીરની દુર્ગંધ દુર થઇ જશે.

(6) ઘાવ : પાનના પાંદડાને વાટીને દાઝેલી જગ્યા ઉપર લગાવો થોડી વાર પછી આ પેસ્ટને ધોઈ દો અને ત્યા મધ લગાવીને રાખી દો તેનાથી ધાવ તરત ઠીક થઇ જાય છે.

(7) ગૈસ્ટ્રીક અલ્સર : પાન ના પાંદડા ના રસને પીવાથી ગેસ્ટ્રીક અલ્સરને રોકવામાં ઘણી મદદ કરે છે. કેમ કે તેને ગૈસ્ત્રોપ્રોટેકટી કામગીરી માટે પણ ઓળખવામાં આવે છે.

(8) નસકોરી ફૂટવી : ઉનાળાના દિવસોમાં નાક માંથી લોહી આવવાથી પાનના પાંદડાને વાટીને સુંઘો. તેનાથી ખુબ જલ્દી આરામ મળશે.

(9) મોઢામાં છાલા : મોઢામાં છાલા થય તો પાનને ચાવો અને ત્યાર પછી પાણીથી કોગળા કરી લો. આવું દિવસમાં 2 વખત કરો. રાહત મળશે તમે ધારો તો વધુ કાથો લગાવીને પાન ખાઈ શકો છો.

(10) કેન્સર : પાન ચાવવાથી ઓરલ કેન્સર થી પણ બચી શકાય છે પણ પાનનો ઉપયોગ તમ્બાકુ અને સોપારી વગર કરવામાં આવે. પાનના પાંદડામાં રહેલા એબ્સકોર્બીક એસીડ અને બીજા ઓક્સીડેંટ મોઢામાં જળવાઈ રહેવાથી નુકશાનકારક કેન્સર ફેલાવવા વાળા તત્વો નો નાશ કરે છે. તેના સેવનથી મોઢાની દુર્ગંધ પણ દુર થાય છે.

(11) આંખોની બળતરા અને લાલ થવી : 5-6 નાના પાનના પાંદડા અને તેને એક ગ્લાસ પાણીમાં ઉકાળો તે પાણીથી આંખો ઉપર છંટકાવ કરો. આંખોને ઘણો આરામ મળશે.

(12) ખંજવાળ : પાનના ૨૦ પાંદડા ને પાણીમાં ઉકાળો. સારી રીતે ઉકાળ્યા પછી તે પાણી થી નાહી લો. ખંજવાળની તકલીફ દુર થઇ જશે.

(13) મોટાપો : વજન ઓછું કરી રહેલા લોકો માટે પાનના પાંદડા ચાવવા ખુબ ફાયદાકારક હોય છે, પાનના સેવન શરીરનું મેટાબોલીજ્મ આશ્ચર્યજનક રીતે વધે છે. જેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે ,તેના સેવનથી શરીરમાં આંતરિક વસા પણ નષ્ટ થાય છે.

(14) પેઢામાં લોહી આવવું : 2 કપ પાણીમાં 4 પાનના પાંદડા નાખીને ઉકાળી લો. તે પાણીથી કોગળા કરો. પેઢામાંથી લોહી આવવાનું બંધ થઇ જશે.

(15) પોરુષ શક્તિ : પાનને શક્તિનો સિમ્બોલ માનવામાં આવે છે. તેથી નવા જોડાઓને પાન ખવરાવાનો રીવાજ પણ ઘણો જુનો છે. માટે લગ્ન માં અને પછી આપવામાં આવે છે.

(16) માં અને શિશુ : પાનના થોડા પાંદડા ને લો. તેને ધોયા પછી તેની ઉપર તેલ લગાવીને હળવું ગરમ કરો અને હુંફાળું થાય એટલે તેને અંગની આજુ બાજુ રાખો. તેનાથી સોજો દુર થશે અને બાળકને દૂધ પીવરાવવામાં સરળતા થશે.

(17) મોઢાની દુર્ગંધ : પાનના પાંદડા ચાવી લો કે પાણીમાં ઉકાળીને કોગળા કરો. મોઢામાંથી દુર્ગંધની તકલીફ દુર થઇ જશે.

(18) ખીલ: પાનના પાંદડાને સારી રીતે વાટી લો. તેને 2 ગ્લાસ પાણીમાં ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. પછી તેને ફેશપૈક ની જેમ ઉપયોગ કરો. મુહાસે દુર થઇ જશે.

(19) બાલતોડ : આયુર્વેદમાં પાનના પાંદડાનો ઉપયોગ બાલતોડ ના ઉપચાર માટે કરવામાં આવે છે. બાલતોડ થઇ જવા ઉપર પાનના પાંદડાને હળવા ગરમ કરો તેની ઉપર એરંડિયા નું તેલ લગાવીને બાલતોડ વાળી જગ્યા ઉપર ચોટાડી દો.