કારણ વગર પૈસા ખર્ચ થઇ રહ્યા છે કે પ્રગતિ નથી થઇ રહી, તો અહિયાં છે તકલીફ, જાણો તેનો ઈલાજ.

ઘરમાં બરકત ન રહેવી, ખોટા ખર્ચ થવા, આર્થિક તંગી જેવી સમસ્યા છે તો આ ઉપાયો અજમાવી જુઓ, રાહત મળી શકે છે.

કોઈ પણ ઘર અને વ્યક્તિની પ્રગતિમાં વાસ્તુ શાસ્ત્ર એક મહત્વની ભૂમિકા ભજવે છે. જો ઘરનું વાસ્તુ યોગ્ય હોય તો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધી જળવાઈ રહે છે. અને વાસ્તુ દોષ ઉભા થઇ જાય તો દુર્ભાગ્ય, આર્થિક તંગી અને અશાંતિ જેવી બાબતો પાછળ પડી જાય છે. જો તમારા ઘરમાં પૈસા આવ્યા પછી પણ ટકતા નથી, નોકરી કે બિઝનેસમાં પ્રગતી નથી થતી, કે પૈસાની આવક આવવાનું બંધ થઇ ગયું છે, તો તેનું કારણ વાસ્તુ દોષ હોઈ શકે છે. એવા સમયે તમે કેટલાક ઉપાયો અજમાવીને એ સમસ્યાનું સમાધાન કરી શકો છો.

પાણીનો બગાડ ન કરો : વાસ્તુ શાસ્ત્ર મુજબ નળ કે ટાંકીઓ માંથી બિનજરૂરી વહેતું પાણી અશુભ હોય છે. જે ઘરમાં પાણીનો ખોટો બગાડ થાય છે ત્યાં બરકત નથી રહેતી. એવા સ્થળ ઉપર કારણ વગર ધન ખર્ચ થાય છે. એટલા માટે તમે પાણીનો ખોટો ઉપયોગ ન કરશો. તે ઉપરાંત જો તમારા ઘરમાં નળ માંથી ટીપું ટીપું પાણી ટપકે છે તો તે નળને રીપેર કરાવી દો કે નળ બદલી નાખો. તેનાથી પણ ઘરમાં બરકત જઈ શકે છે.

પોતું કરવાના પાણીમાં હળદર ભેળવો : વાસ્તુ શાસ્ત્ર મુજબ બૃહસ્પતિ ગ્રહ સુખ સમૃદ્ધીનો ગ્રહ હોય છે. જો તે ગ્રહ તમારી કુંડળીમાં નબળો હોય તો જીવનમાં ઘણી તકલીફો આવવા લાગે છે. તે વખતે તમારે તમારા ગુરુ ગ્રહને અનુકુળ બનાવવાનો રહેશે. તેના માટે તમે પોતું કરવાના પાણીમાં એક ચપટી હળદર નાખી દો. હવે તે પાણીથી ઘરમાં પોતું લગાવો. તેનાથી તમારા ઘરમાં બરકત વધી જશે. ખાસ કરીને દુકાન કે ઓફીસમાં એમ કરવાથી વેપારમાં તેજી વધવા લાગે છે.

આ દિશામાં ભોજન કરો : વાસ્તુ શાસ્ત્ર મુજબ તો ઘરની ઉત્તર પૂર્વ કે પૂર્વ દિશામાં બેસીને ભોજન કરવું શુભ રહે છે. તેનાથી ઘરમાં લક્ષ્મીનો વાસ જળવાઈ રહે છે. પૈસાની ક્યારેય કોઈ અછત નહિ રહે. તેનાથી ધન આગમનની નવી તકો ઉભી થાય છે.

આ છોડ ન લગાવો : ઘરમાં કાંટાવાળા, દૂધ નીકળે તેવા અને બોનસાઈ છોડ ન લગાવવા જોઈએ. તે લગાવવાથી કાર્યોમાં અડચણ આવે છે. તે ઘરની નેગેટીવ ઉર્જાને પણ વધારે છે. ઘરમાં નાના લીલા છોડ લગાવવા શુભ રહે છે. તેનાથી સકારાત્મક ઉર્જા આવે છે. તે પોઝેટીવ એનર્જી ધનને આકર્ષિત કરે છે.

દરવાજા બારીઓ સાફ રાખો : ઘરના દરવાજા અને બારીઓને સ્વચ્છ રાખો. તેના દ્વારા લક્ષ્મીનું આગમન થાય છે. જો તે ગંદા હશે તો લક્ષ્મીની ઘરમાં પ્રવેશ નહિ કરે. તેથી તમને ધન લાભ નહિ થાય. ઉલટું ગંદકીથી નેગેટીવ ઉર્જા આકર્ષિત થશે. તેનાથી તમારો ધન ખર્ચ વધી જશે.

પૂજા ઘર આ દિશામાં રાખો : ઘરનું પૂજા સ્થળ પણ તમારી આર્થીક સ્થિતિને અસર કરે છે. ભગવાનનું મંદિર ક્યારેય પણ દક્ષિણી દીવાલ ઉપર ન હોવું જોઈએ. તેનાથી ધન સાથે જોડાયેલી તકલીફો આવે છે. ઘરમાં પૂજા સ્થળ હંમશા ઇશાન ખૂણા એટલે ઉત્તર પૂર્વમાં હોવું જોઈએ. તેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધી આવે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.