સફરજનનું વિનેગર છે મસ્સા માટે રામબાણ જાણો કેવીરીતે કરવો મસ્સા નો ઉપચાર

જો તમે કે તમારા સબંધીને મસ્સાની તકલીફ હોય તો આ પ્રયોગ તમારા માટે ખુબ ફાયદાકારક સાબિત થઇ શકે તેમ છે. તમે હમેશા જોયું હશે કે અમુક લોકોને હાથ-પગ, ચહેરા કે શરીરના કોઈ પણ ભાગમાં દાણાદાર નાનું એવું ઉપસેલા જેવું થાય છે. આપણે તેને મસ્સા કે Warts કહીએ છીએ. તે મસ્સા ખુબ જ હઠીલા અને માંડ માંડ દુર થાય છે. જોવામાં આવ્યું છે કે લોકોએ મસ્સાથી છુટકારો મેળવવા માટે ઘણી જાતની સ્ક્રીન સર્જરી પણ કરાવે છે પણ ફરીથી પણ તે મસ્સા બીજી વાર થઇ જાય છે.

તો આવો આજે આપણે એક નાના એવા એકદમ સાધારણ જેવી રીતે જ તેનાથી છુટકારો અપાવવા પ્રયત્ન કરીએ
ઘણા લોકોએ આ પ્રયોગ દ્વારા મસ્સાથી હમેશા માટે છુટકારો મેળવ્યો છે તમે પણ નક્કી લાભ મેળવશો.

સફરજનના વિનેગર થી કરો મસ્સાને દુર :

તેના માટે તમારે ફક્ત આટલું જ કરવાનું છે કે સફરજનના વિનેગર (apple cider vinegar) ને રૂ દ્વારા મસ્સા ઉપર લગાવીને રાખવાનું છે અને પછી તેને ટેપ થી કવર કરવાનું છે જેથી મસ્સાને હવા ન મળી શકે, વિનેગર લગાડતા થોડી એવી બળતરાનો અનુભવ થશે, પણ ગભરાવાની જરૂર નથી, ધીમે ધીમે તે બળતરા ઓછી થવા લાગશે. તેને તમે આખો દિવસ લગાવીને રાખો, જ્યારે તમે Tape ને દુર કરશો તો ઓછામાં ઓછું અડધો કલાક સુધી મસ્સાને હવામાં રહેવા દો. તેનાથી તમારી સ્કીન નોર્મલ થઇ જશે. કેમ કે ટેપને કવર રાખવાથી તમારી સ્કીન એવી દેખાય છે જેવી કે ઘણા સમયથી હાથ પગ પાણીમાં રહેવાથી હાથ અને પગની સ્કીન થઇ જાય છે.

થોડી વાર પછી મસ્સા ઉપરની સ્કીન જે dead skin અને કહીએ કે hard skin તેને કોઈ સુવાળી વસ્તુથી આરામથી દુર કરી શકીએ છીએ. અથવા એમ કરો કે કોઈ સુવાળી વસ્તુથી ઉપરથી કોતરી દો, કેમ કે સ્કીન dead હશે તો તમને દુઃખાવાનો પણ અહેસાસ નહી થાય. એને કોતરવાની જરૂર એટલા માટે છે કે તમે જયારે ફરી વખત તેની ઉપર વીનગેર લગાવશો તો મસ્સા ઉપર વધુ અસર કરશે. આ પ્રયોગ કરતા રહો જ્યાં સુધી મસ્સા એકદમ મટી ન જાય . એક કે બે અઠવાડિયામાં મસ્સા એકદમ સાફ થઇ જશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.