માખી, મચ્છર, કીડી, વંદા તમારા ઘરમાં ક્યારેય નહી આવે કરો આ ઉપાય થશે મહેમાનો ની વિદાય

માખી કે મચ્છર, કીડી હોય કે વંદા એ તમારા ઘરમાં ક્યારેય નહી આવે જો આ મહેમાનીની વિદાઈ આ અદભુત ઉપાયો થી કરશો તો, જરૂર વાંચો

૧.માખીઓ :

* ઘરમાં ઉડતી માંખીઓથી છુટકારો મેળવવા માટે લીંબુનો ઉપયોગ કરવો જોઈએ. લીંબુ માખીઓને દુર કરવા માટેનો ખુબ જ કારગર ઉપાય છે. ઘરમાં પોતું લગાવતા સમયે પાણીમાં ૨-૩ લીંબુનો રસ નીચોવી દેવું જોઈએ. લીંબુની વાસ થી ઘણી જ કલાકો સુધી માખીઓ દુર રહે છે અને ઘરમાં તાઝગીનો અહેસાસ થતો રહે છે.

૨. કીડી :

* કીડી જો ઘરમાં એક જગ્યા બનાવી લે છે તો જ્યાં ત્યાં થી નીકળવા લાગે છે. કીડી ના રસ્તા બંધ કરવાનો સૌથી સારો રસ્તો એ છે કે તેની નીકળવાની જગ્યા ઉપર એક બે સ્લાઈસ કડવી કાકડી નાં ટુકડા મૂકી દો. કડવી કાકડી ની વાસ થી કીડી દુર ભાગે છે અને જયારે તેની નીકળવાની જગ્યા ઉપર આ સ્લાઈસ મૂકી હશે તો તે નહી નીકળે.તમે હળદર પાવડર પણ છાંટી શકો છો એનાથી પણ કીડીઓ દુર થશે
* કીડીઓ ના દર ના મુખ ઉપર લવિંગ ને ઘુસાડીને ઘસવાથી કીડીઓ તે રસ્તેથી આવવાનું જ બંધ કરી દે છે.

૩.વંદા :

* ખાલી કોલીન સ્પ્રે ની બોટલમાં ન્હાવાના સાબુનું પાણી ભરી લો. વંદા દેખાય તો તેની ઉપર છાંટી દો. સાબુનું આ સોલ્યુસન વંદાને મારી નાખે છે. રાતના સમયે સુતા પહેલા વોશ બેશન વગેરે પાઈપો પાસે પણ સાબુનું ધોળ નું સારા પ્રમાણમાં સ્પ્રે કરી દેવું જોઈએ આવું કરવાથી વંદા નાલી દ્વારા ઘરમાં અંદર નહી આવી શકે.

૪. મચ્છર :

* મચ્છર ભગાડવા માટે રૂમમાં લીંબડાના તેલ નો દીવો સાવચેતી થી સળગાવો તે સિવાય ઓલઆઉટ ની ખાલી બોટલમાં લીંબડાનું તેલ ભરીને મશીનમાં લગાવીને ઉપયોગ કરી શકાય છે. જે સંપૂર્ણ સુરક્ષિત છે. લીમડા ના તેલ નાં દીવા થી મચ્છર ભાગી જશે.

૫. ઘરેલું જંતુઓના ઇન્ફેકશન થી બચાવ :

* ઘરમાંથી તમામ ઇન્ફેકશન ને દુર કરવા માટે કેરીની સુકી ગોટલી ઉપર કપૂર અને હળદર પાવડર નાખીને સળગાવવો જોઈએ. આ દરમીયાન નાના બાળકોને આગથી દુર રાખવા જોઈએ. આ ઉપાય કોઈ મોટા એ જ કરવો જોઈએ લગભગ ૧૨ ઇંચ લાંબી કટકી ને સળગાવવી યોગ્ય હોય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.