2022 માં આ 8 રાશીઓની લવ લાઈફ રહેશે જોરદાર, મળશે પાર્ટનર, થઇ શકે છે લગ્ન.

લવ રાશિફળ 2022 : પોતાની રાશિ અનુસાર જાણી લો પ્રેમ અને લગ્નની બાબતમાં નવું વર્ષ કેવું રહેશે.

નવા વર્ષ 2022 ના આગમનની શરુઆત થઇ ગઈ છે. દરેકની આવનારા વર્ષ સાથે કોઈને કોઈ આશા જોડાયેલી છે. કોઈ નવી ગાડી ખરીદવા માંગે છે, તો કોઈને પોતાના ઘરનું સપનું સાકાર કરવું છે. કોઈ ઈચ્છે છે કે તેની લવ લાઈફ સારી રીતે ચાલે, તો તે સિંગલ વ્યક્તિને એવી આશા છે કે તેને કોઈ સારો પાર્ટનર મળી જાય.

જ્યોતિષ મુજબ લવ લાઈફનો સંબંધ ગ્રહ નક્ષત્રો સાથે હોય છે. જ્યોતિષમાં શુક્ર ગ્રહને શુભ ગ્રહ માનવામાં આવે છે. જો કુંડળીમાં શુક્ર મજબુત છે તો લવ રીલેશન અને પરણિત સંબધ મજબુત બને છે અને નબળા હોય તો સંબંધ બગડે છે. આવનારા વર્ષ 2022 માં તમામ 12 રાશીઓની લવ લાઈફ કેવી રહેશે? આવો જ્યોતિષ અનુસાર આ પ્રશ્નનો જવાબ જાણીએ,

2022 માં 8 રાશીઓની લવ લાઈફ જોરદાર રહેવાની છે. તો ચાર રાશીઓના લોકોની લવ લાઈફમાં થોડી તકલીફો રહેશે. જ્યોતિષ મુજબ, સિંહ રાશીના લોકો માટે આવનારા વર્ષમાં પ્રેમમાં ઉતાર ચડાવ રહેશે. ધનુ રાશીના લોકોના પ્રેમ જીવનમાં વધુ મહત્વના ફેરફાર નહિ આવે. મકર રાશીનું પ્રેમ જીવન આ વર્ષની શરુઆતમાં થોડી સમસ્યાઓથી ભરેલું રહેવાની સંભાવના છે. અને કુંભ રાશિવાળાને ઉદાસ ન થવાની સલાહ આપવામાં આવે છે.

મેષ : મેષ રાશીના લોકો સારી લવ લાઈફની મજા ઉઠાવશે. આ રાશીના સિંગલ લોકોની વાત કરીએ તો આ વર્ષે તમારા લગ્ન તમારી પસંદગીના પાર્ટનર સાથે થઇ શકે છે. પરણિત લોકોના તેમના સાથી સાથે થોડા સંઘર્ષ કે વિવાદ થવાની સંભાવના છે. પણ આંતરિક સદ્દભાવ અને સમજણથી તમે કોઈ પણ નાની મોટી સમસ્યાને ઉકેલવામાં સફળ થશો.

વૃષભ : આ રાશીના લોકોને તેમના સાથીનો સહકાર મળશે. સાથે જ જે લોકો પોતાના માટે પાર્ટનરની રાહ જોઈ રહ્યા છે, તેમને નવા વર્ષમાં શુભ સમાચાર મળી શકે છે. તેમના જીવનમાં પ્રેમની એન્ટ્રી થઈ શકે છે. વર્ષ 2022 નો મધ્ય ભાગ તમારા પ્રેમ જીવન માટે વિશેષ રીતે શુભ સાબિત થશે.

મિથુન : મિથુન રાશિના લોકોનું નવું વર્ષ પ્રેમ સંબંધોની બાબતમાં સારું રહેવાનું છે. આ રાશીના સિંગલ લોકો માટે સારા સમાચાર છે કેમ કે, જેમણે હજુ સુધી ઘર નથી વસાવ્યું તેમને વર્ષ 2022 માં સાચો પ્રેમ મળવાની પ્રબળ સંભાવના છે.

કર્ક : કર્ક રાશીના લોકોને વર્ષના પહેલા ત્રિમાસિકમાં શુભ પરિમાણ પ્રાપ્ત થશે. પણ વર્ષના મધ્ય ભાગમાં તમારા સંબંધ વધુ સારા થઇ શકે છે. તમારા અને તમારા પાર્ટનર વચ્ચે પ્રેમ અને સમ્માન જળવાઈ રહેશે. કર્ક રાશીના લોકો જે વર્તમાનમાં સિંગલ છે, તેમને વર્ષના બીજા ભાગમાં કોઈ યોગ્ય સાથી મળી શકે છે.

સિંહ : સિંહ રાશિના લોકો માટે આવનારા વર્ષમાં પ્રેમમાં ઉતાર ચડાવ રહેશે. જો તમે તમારા સંબંધમાં વફાદાર છો અને તમારા પાર્ટનરને સાચો પ્રેમ કરો છો તો આ વર્ષે તમારા બંનેના લગ્ન થઇ શકે છે. એપ્રિલ પછી લગ્નના પ્રસ્તાવોને અંતિમ રૂપ આપી શકાય છે. પણ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના દરમિયાન તમારા સાથી સાથે વાદ વિવાદ વધી શકે છે.

કન્યા : કન્યા રાશીના લોકોને આ વર્ષે લવ લાઈફમાં સારા પરિણામ મળવાની પ્રબળ સંભાવના છે. વર્ષની શરુઆતમાં થોડું સતર્ક રહેવાની સલાહ આપવામાં આવે છે, કેમ કે જાન્યુઆરીમાં શનિ તમારા પ્રેમ સંબંધમાં થોડી અશાંતિ ઉભી કરી શકે છે. આ વર્ષમાં લગ્નના પ્રસ્તાવોને અંતિમ રૂપ આપી શકાય છે. તમે તમારા પ્રિયજનોથી નિરાશ થઇ શકો છો. સિંગલ લોકોને આ વર્ષે તેમનો પ્રેમ મળી શકે છે.

તુલા : તુલા રાશીના જે લોકો પોતાના પ્રેમ સંબધને લઈને ગંભીર છે, તે આ વર્ષે લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. જે લોકો સિંગલ છે અને કોઈ સાથે સંબંધમાં આવવા માંગે છે, તેમને આ વર્ષમાં સફળતા મળી શકે છે. પરણિત લોકોના જીવનમાં પણ પ્રેમ અને શાંતિ જળવાઈ રહેશે.

વૃશ્ચિક : વૃશ્ચિક રાશિના લોકો 2022 દરમિયાન સુખદ જીવનનો આનંદ લઇ શકે છે. વર્ષની મધ્યમાં તમારા જીવનમાં સંબંધોને લઈને થોડી સમસ્યા ઉભી થવાની સંભાવના છે પણ અહિયાં સારી વાત એ છે કે, તે સમસ્યા આંતરિક સમજણથી ઉકેલાઈ પણ શકે છે. જો તમે અત્યાર સુધી સિંગલ છો તો આ વર્ષે તમને કોઈ નવો પ્રેમ મળી શકે છે.

ધનુ : ધનુ રાશિના લોકોની લવ લાઈફમાં વધુ મહત્વપૂર્ણ ફેરફાર આવવાની કોઈ સંભાવના નથી. આ વર્ષે તમે તમારા પ્રેમી/પ્રેમિકા સાથે સારો સમય પસાર કરતા જોવા મળશો. ધનુ રાશીના લોકો માટે આ વર્ષ સકારાત્મક રહેવાની સંભાવના છે. આ વર્ષે તમને પ્રેમ, કુટુંબ, ઉર્જા અને અધિકારની પ્રાપ્તિ થઇ શકે છે.

મકર : મકર રાશિના લોકોની લવ લાઈફ આ વર્ષની શરુઆતમાં થોડી સમસ્યાઓથી ભરેલી રહેવાની સંભાવના છે, પણ જેમ જેમ સમય આગળ વધશે, તે તકલીફો દુર થવા લાગશે. આ વર્ષે તમે તમારા આત્મવિશ્વાસ દ્વારા તમારા પ્રેમ જીવનમાં આવનારી નાની મોટી સમસ્યાઓનું સમાધાન કરવામાં સફળ રહી શકો છો. જો તમે એક રોમાન્ટિક સંબધમાં છો તો તમને સલાહ આપવામાં આવે છે કે તમે તમારા સાથી સાથે વાત કરતી વખતે તમારા શબ્દો ઉપર સંયમ રાખો.

કુંભ : કુંભ રાશીના લોકોનું જીવન નવા વર્ષમાં મિશ્ર રહેવાની સંભાવના છે, કેમ કે તમારા પાર્ટનર તમારી સાથે ઘણા અશિષ્ટતાથી સામે આવી શકે છે. તમને સલાહ આપવામાં આવે છે કે તમે તે સમય દરમિયાન પોતાને ઉદાસ ન થવા દો. એપ્રિલ મહિનામાં તમે તમારા પ્રયત્નોથી તેને સારી રીતે સમજાવવામાં સફળ થઇ શકો છો. વર્ષ 2022 ના અંતનો થોડો સમયગાળો તમારી લવ લાઈફ માટે સુખદ અને ઉત્તમ સાબિત થઇ શકે છે.

મીન : નવા વર્ષમાં મીન રાશીના લોકોની લવ લાઈફ સુખદ રહેવાની સંભાવના છે. જો તમે પહેલાથી એક સંબધમાં છો તો સંભાવના છે કે તમારા અને તમારા પાર્ટનર વચ્ચે કોઈ વાતને લઇને કોઈ ગેરસમજણ ઉભી થઇ શકે છે. તેથી તમને સલાહ આપવામાં આવે છે કે પોતાને ખોટા વિવાદથી દુર રાખો અને વાતચીત કરતી વખતે સ્વયંને શાંત રાખો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.