જાણો શું કામ ખાંડ થી ડાયાબીટીસ અને હાર્ટ એટેક થાય છે? શું કામ ખાંડ નાં ખાવી? વિકલ્પ કયા?

ખાંડ નાં ખાવા વિષે જે જે સૂત્ર છે એ ખુબ સારુ અને ઈન્ટરેસ્ટિંગ છે આ દેશ મા તેની ઉપર ખુબ સંશોધન થયુ છે, જે એ કે તમે જે પણ કાઈ ખાધું છે, એનાથી શરીર ને માસ,વીર્ય ,લોહી , મળ-મૂત્ર વગેરે મળે છે જે કામ નું છે એ શરીર ની અંદર જશે અને જે કામ નું નથી એ બહાર જશે જેમકે માસ, મજ્જા ,વીર્ય , લોહી શરીર ને કામ નું છે તો એ શરીર મા રહેશે અને અને મળ મૂત્ર જે કામ નું નથિ ઍ શરીર ની બહાર જશે , એની સાથે થોડાક સૂક્ષ્મ તત્વ અને micronutrients રહેશે.

તમે જે કાઈ પણ ખાધું છે એ ખાવામાં માઈક્રો ન્યૂટીન્સ હોય છે ,જેમના અલગ અલગ પ્રકાર ના નામ તમે સાંભળ્યા હશે જેવાકે કાર્બોહાઈડ્રેટ ,પ્રોટીન વગેરે આવા જ બધા નામો માંથી સૌથી મહત્વપૂર્ણ નામ છે સાકર. જો કોઈ પણ તમે ખાદ્ય પ્રદાર્થ ખાધો છે અને એમા જો કોઈ જલદી કામ મા આવે છે એવો કોઈ હોય તો એ છે સાકરતત્વ , જેને તમે ગ્લુકોઝ પણ કહી શકો છો. સાકર એ નથી જે બજાર મા મળે છે. આપડે સાકર તરીકે ભૂલ થી ઓળખીએ છીએ એ તો ખાંડ છે.

આ વિડીયો જોઈ શકો છો ને નીચે આ વિષય પર રાજીવ ભાઈએ કહેલું નીચે વાંચજો

આયુર્વેદ મા એક એવું સૂત્ર લખ્યું છે કે શરીર ને જે ભોજન માંથી મળવા વાળી સાકર છે,એ જલ્દી થિ મળે અને એમા કોઈ રુકાવટ નાં આવે, એવી કોઈ વસ્તુ ભોજન માં નાં ભેળવતા જેથી સુગર મળવા માં પ્રોબ્લમ થાય. આ વાત એમણે સાડાત્રણ હજાર વર્ષ પહેલા કહી છે, તમે જુયો કેટલા મહાન લોકો આપણાં દેશ મા થયા છે જેમણે સાડા ત્રણ હજાર વર્ષ પહેલા એ કહી રહ્યાં છે કે ભોજન નાં રુપ મ જે સાકર તમને મળવાની છે તે સ્પીડ માં તમને મળે અને એમા કાઈ વિઘ્ન આવે એવી કોઈ વસ્તુ ભોજન મા નાં ખાતા

રાજીવ ભાઈ એ આજના આધુનિક વિજ્ઞાન ની સાથે શોધવાનું શરૂ કર્યું કે ,આપણા અત્યાર નાં ભોજન મા એવી કઇ કઈ વસ્તુ છે જે ભોજન ની અંદર રહેલા કુદરતી સુગર ને ઉપયોગ મા આવવા માં અડચણ ઊભી કરી રહી છે , તો પરિણામ ચોંકાવી દે તેવા હતાં

આપડા દેશ માં એક ખુબ મોટી લેબોરેટરી છે જેનું નામ છે CDRI (CENTRAL DRUG RESEARCH CENTER) રાજીવ ભાઈ ત્યાં ગયા અને ઘણા બધા વૈજ્ઞાનિકો ને આ વિશે વાત કરી અને પૂછ્યું કે તમે કહો કે આપડા ભોજન મા કઇ એવી વસ્તુ છે કે જે આપડા ભોજન મા રહેલા કુદરતી સાકર ને શરીર નાં ઉપયોગ મા આવવા થી રોકે છે તો બધા વૈજ્ઞાનિકોએ એક સ્વર મા જે વસ્તુ નું નામ લીધુ હતુ એનું નામ છે ખાંડ,હા એજ ખાંડ જે તમે ચા માં નાખો છો.

દોસ્તો જો તમે એક સુખી અને નિરોગી જીંદગી જીવવા માંગતા હોય તો, તો તમે ખાંડ ને જેટલી નફરત કરશો એટલું સારુ છે, આ ખુબ ખતરનાક વસ્તુ છે, અને જો તમારા માંથી કોઈ કેમેસ્ટ્રી ના સ્ટુડન્ટ અહી હોય તો ઈશારા મા તમને સમજાવી દયું કે આ જે ખાંડ છે એ શેરડી ના રસ માંથી બનાવવા મા આવે છે તે Polysaccharides છે અને આપડે જે ખાવા મા લઈ રહ્યાં છીયે એ બધુ Monosaccharide’s છે

આ જે polysaccharides છે એ ખાવામાં સાથે મળવાવાળી monosaccharide ને પચાવા માં સૌથિ વધુ રોકે છે. ભોજન ની અંદર જે Monosaccharide’s છે એ આ polysaccharides ને બદલવામાં ખુબ ઝગડો કરતી રહે છે આ ઝગડા માં સૌથી વધુ લગાવ હોય એ શરીર નું દ્રવ છે જેને આપડે ઈન્સ્યુલીન કહીયે છીયે અને આ ઇન્સૂલિન ને pPancreas નામનું શરીર નું એક અંગ પેદા કરે છે,

મતલબ સીધો એ છે કે જો તમે ખાંડ ખરીદી ને ખાશો તો તમારા શરીર માં જે ભોજન નાં બીજા પદાર્થો માંથી કૂદરતિ રીતે મળવા વાળી સુગર ને રોકશે અને એમાથી સૌથી વધુ ઇન્સ્યુલીન પેદા થશે ઇન્સ્યુલીનને વધુ પેદા કરવા pancreas ને ખુબ વધુ કામ કરવું પડશે pPancreas જો વધુ બનવા માંડી તો ૧૦૧% તમને ડાયાબિટીસ થશે, અને જેને ડાયાબીટીસ હશે એમને હાર્ટ એટેક પણ આવશે, એમને નપુંસકતા થઇ શકે, આખો પણ કમજોર થશે, એ છોકરા પેદા નથી કરી શકતા, એમની જીંદગી જ એક ભાર રૂપ બનશે.

સાડાત્રણ હજાર વર્ષ પહેલા ભારત નાં એક મહાન વૈજ્ઞાનિક મહર્ષિ વાગભટ્ટે  જણાવ્યું હતું કે ભોજન માં એવી કોઈ વસ્તુ નાં ખાસો જે તમારા કુદારી ભોજન માં મળતી સાકર ને પચાવા માં મુશ્કેલી પેદા કરે. આ સાડાત્રણ વર્ષ પછી આપડે અત્યારે આપડી આંખ સામે આ વાત ને સિદ્ધ થતા જોઈએ છીએ. આપડા રસોડા ની કોઈ વસ્તુ પર નફરત કરવા લાયક કોઈ વસ્તુ હોય તો એ છે ખાંડ. ખાંડ થી એટલી નફરત કરો એટલી બધી નફરત કરો જેટલી તમે તમારા દુશ્મન ને કરતા હોય. જો તમારે મારી વિનંતી સ્વીકારવી હોય તો તમારા રસોડા માંથી ખાંડ ને બહાર ઘા કરી દો અને ક્યારેય ઘર માં લાવતા નહિ.

નીચે ની વિડીયો માં જુયો કેવીરીતે ખાંડ બનાવવા માં આવે છે.

હવે તમે કહેશો કે આના સ્થાન પર શું ખાવું? તો જવાબ છે ગોળ ખાવો.

તમે કહેશો કે ગોળ અને ખાંડ માં શું ફર્ક છે ?

તો આમાં ખુબ મોટો તફાવત છે. ખાંડ બનાવવા માટે શેરડી નાં રસ માં ૨૩ ઝેર(કેમિકલ) ભેળવવા મળે છે. અને આ બધા એવા ઝેર છે જે શરીર ની અંદર જતા રહે છે પછી બહાર નથી આવી શકતા.

પણ ગોળ એક જ એવી વસ્તુ છે જે કોઈ પ્રકાર નાં કેમિકલ વગર સીધો જ બને છે. શેરડી નાં રસ ને ગરમ કરતા જાયો એટલે ગોળ બનતો જાય છે. એમાં કોઈ કેમિકલ નાખવા ની જરૂર પડતી નથી.

નીચે ની વિડીયો માં જુયો ગોળ કેવીરીતે બનાવવા માં આવે છે.

ખાંડ બનાવવા માટે ઘણી બધી રીત નાં ફારમલિન ભેળવવા પડે છે. ફાર્મલિન દુનિયાનું સૌથી ખરાબ ઝેર છે જે ખાંડ બનાવવા નાં ઉપયોગ માં લેવાય છે. ફર્માલીન વિના ખાંડ બની જ નાં શકે. ફર્માંલીન કેટલું ભયંકર ઝેર છે એ તમે કેમેસ્ટ્રી ની ડિકશનરી મા જોઇ શકો છો ,એમા સાફ શબ્દો માં લખ્યું છે કે 0.5, મિલીગ્રામ ફારમલિન કોઈ પણ માણસ ને કેન્સર થિ મારી નાખવા માટે કાફી છે , એટલાં માટે ખાંડ નહિ ખાયો ગોળ ખાવ , તમે કહેશો કે ગોળ મળતો નથી , માંગ કરો મળવા માંડશે , અર્થશાસ્ત્ર નો એક નિયમ છે માંગ કરશો તો સપ્લાય થશે . ડીમાંડ હોય એ મળે જ