શું કપાસના ભાવ થશે 8000 થી ઉપર ? આ કારણ થી કહેવાય છે પણ ખેડૂતો ને ભાવ મળતો નથી

શું આ વખતે કપાસના ભાવ થશે 8000 થી ઉપર ? સંભાળવામાં થોડું વિચિત્ર લાગે છે આજે ભાવ જોઇને એવું નથી લાગતું કે કપાસની કિંમત વધી શકે છે, પણ તેની પાછળનું નું એક મોટું કારણ છે.

આમ તો થોડા દિવસો પહેલા એક અંગ્રેજી ન્યુઝ પેપર ઇકોનોમોક્સ ટાઇમ મુજબ આ વર્ષે યુ. એસ. અમેરિકામાં થોડા દિવસો પહેલા તોફાન વગેરે આવવાથી કપાસનું ઉત્પાદન મોટાપ્રમાણમાં ખરાબ થઇ ગયું ત્યાની જે કપાસની કંપનીઓ છે તે યુ.એસ.માંથી કપાસની પસંદગી કરતા હતા તેમને હવે કપાસ ત્યાંથી નહી મળી શકે જેથી તેઓ કપાસ ભારત માંથી લઇ શકે છે.

ભારતમાં કપાસનું વાવેતરનું પ્રમાણ વધુ છે પણ રોગચાળો વગેરેના કારણે ઉત્પાદન ઓછું છે. તેના લીધે કપાસના ભાવ ખુબ વધી શકે છે અને બની શકે કે કપાસના ભાવ 8000 થી ઉપર પણ જઈ શકે. પણ દર વખતની જેમ ભાવ વધવાનો ફાયદો સરકાર ની નીતિયોં ને છાવરવા ને કારણે માત્ર વેપારીઓ જ ઉઠાવી શકે છે. જે ક્યારેય ખેડૂત સુધી પહોંચવા દેતા નથી ખેડૂતો પાસે જ્યાં સુધી કપાસ રહે ત્યાં સુધી એમને ભાવ નથી મળતો અને જેવી વસ્તુઓ વેપારીઓ પાસે પહોંચે એટલે ભાવ વધી જાય છે.

જો અત્યાર ના ભાવ જોઈએ તો કપાસનો ભાવ નક્કી ગઈ સીઝનના પ્રમાણમાં ખેડૂતોને ખુબ ઓછા મળ્યા. પણ પાછલા થોડા દિવસોના પ્રમાણમાં તેના ભાવમાં ઉછાળો આવી શકે છે.