2017 ની વાયરલ ખબર : કિંજલ નાં ફેક ફોટા બનાવી ફેશબુક પર મુકવા વાળા યુવક ની ઘટના નું ખુલ્યું નવું રહસ્ય

આ વર્ષ પૂરું થવા નું છે ત્યારે જાણો ૨૦૧૭ ની વાયરલ ખબરો માની આ એક ગુજરાત ની લોકગાયક જાણીતી સિંગર કિંજલ દવેના ફોટોશોપ માં બનાવેલ ફેક ફોટા ફેસબુક વોલ પર મૂકનાર નિરજ મકવાણા સામે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ થઇ હતી અને તેની ધરપકડ કરી હતી. નિરજની પૂછપરછમાં પોલીસને ચોંકાવનાર ખુલાસા કર્યા હતા. નિરજનું કારણ જાણીને પોલીસ પણ અંચબામાં મુકાઇ ગઈ હતી.

શરૂઆત માં કહેવામાં આવ્યું હતું કે તેનું માનસિક સંતુલન ખરાબ છે પણ હવે નવી કહાની બહાર આવી છે.

ધરપકડ બાદ નિરજે પોલીસને પૂછપરછમાં જણાવ્યું હતું કે, પત્ની રીસાઇને પિયર જતી રહી હતી. તેથી તેને ઇર્ષા કરાવવા માટે તેણે કિંજલ દવેના ફોટા મોર્ફ કર્યા હતા અને લગ્ન કરી લીધા છે અને દેવીના આર્શીવાદ લેવા ગયો છે તેવું બતાવતા ફોટા પોતાના ફેસબૂક એકાઉન્ટ પર મૂક્યા હતા.

એટલું જ નહીં પોતાના ફોટો ફેસબુક એકાઉન્ટ પર મૂકીને તેના મિત્રોને આ ફોટો તેની પત્ની સુધી પહોંચાડવા માટે કહ્યું હતું. જોકે, નિરજન આ હરકતને કારણે કિંજલ દવેને ભારે સહન કરવું પડ્યું હતું. આ ફોટા અંગે કિંજલ દવેની ફરિયાદને આધારે નિરજ મકવાણા (ઉ.25)ની અમરાવાઇવાડીથી ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી હતી.

નોંધનીય છે કે, નીરજ મકવાણા પહેલાથી પરિણીત છે અને તેની પત્ની સાથે વિવાદ થતાં તેની પત્ની રીસાઇને પિયર જતી રહી હતી. જેથી તેની પત્નીને પોતે બીજા લગ્ન કરી લીધા હોવાના મેસેજ પહોંચાડવા માટે નીરજે આ આખું તરકટ રચ્યું હોવાની વિગતો બહાર આવી છે.

મળતી માહિતી પ્રમાણે, બીજી તરફ કિંજલ સાથેના લગ્ન કરી લીધા હોવાના ફોટો ફેસબુક પર મૂકીને મિત્રોની કોમેન્ટ મળશે તેવો આશય હોવાનું પણ આરોપી નિરજ મકવાણાએ ક્રાઇમબ્રાંચ સમક્ષ કબૂલાત કરી છે.