જાણો ભોજન કરવાનાં આ સમય નું પાલન કરશોતો તમને 75 રોગો ક્યારેય આવી નહીં શકે

 

મિત્રો આ લેખમાં આપણે ભોજનના સમય ઉપર વાત કરીશું કે આપણે ક્યાં સમયે ભોજન ન કરવું જોઈએ અને ક્યાં સમયે ભોજન કરવું જોઈએ. તેના ક્યા ફાયદા છે અને જો તમે આ નિયમનું પાલન ન કરો તો તેનાથી શું નુકશાન છે. રાજીવભાઈએ ભોજન કરવાના ઘણા નિયમો બતાવેલ હતા. જેમાંથી આ પણ એક નિયમ છે.

તમે સવારે અને સાંજે ભોજનનો સમય નક્કી કરી લો. હવે તમારા મનમાં સવાલ થશે કે શું સમય નક્કી કરવામાં આવે. તો અમે તમને રાજીવભાઈ દ્વારા જણાવવા માં આવેલી જાણકારી આપીએ છીએ કે સવારનું ભોજન 9 વાગ્યા થી લઈને 11 વાગ્યા ની વચ્ચે નો ભોજન સૌથી સારો સમય છે. આ સવારનું અને બપોરના ભોજનનો સૌથી સારો સમય છે.

હવે તમે કહેશો કે સાંજ ના ભોજનનો સાચો સમય કયો છે. તો અમે તમને રાજીવભાઈ દ્વારા આપેલ જાણકારી આપતા કહી રહ્યા છીએ કે સાંજ ના ભોજનનો સૌથી સારો સમય સાંજે 5 વાગ્યા થી લઈને 7 વાગ્યા ની વચ્ચે નો છે.

હવે તમે સમજી ગયા હસો કે સવારનું ભોજન 9 થી 11 ની વચ્ચે અને સાંજનું 5 થયો 7 વચ્ચે. જો આ નિયમનું પાલન તમે જીવનભર કર્યું તો તમને આયુર્વેદ તરફથી ગેરંટી મળે છે કે જીવનમાં ઓછામાં ઓછા 70 થી 75 રોગ ક્યારેય નહિ આવે.

જે વ્યક્તિ સવારનું ભોજન 9 થી 11 વાગ્યાની વચ્ચે અને સાંજનું ભોજન 5 થી 7 ની વચ્ચે લે છે તેમને ક્યારેય ડાયાબિટીઝ થવાની શક્યતા જ નથી, કોઈને ઘૂંટણનો દુઃખાવા ની તકલીફ નહીં થાય, ક્યારેય અસ્થમા,દમ,શુગર ની તક્લિફ્ નહીં થાય.

જે વ્યક્તિ આ નિયમનું પાલન કરશે તેમને ક્યારેય અનિંદ્રાની કોઈ તકલીફ થવાની શક્યતા નહીં રહે, ઘણી વખત ઘણાને અડધું માથું દુઃખવાની તકલીફ થાય છે, જેને માઈગ્રેન કહે છે, તે પણ થવાની શક્યતા નહીં રહે આવા 70 થી 75 રોગો છે જે જીવનમાં આવવાની શક્યતા જ નહીં રહે.

હવે તમારા મનમાં થશે કે આ સમયનું ચક્કર શું છે?

હવે અમે તમને એક મહત્વપૂર્ણ જાણકારી આપીએ છીએ, આ જે આપણું શરીર છે,તે જુદા જુદા અંગોથી જોડાઈને બનેલું છે, જેમ કે હૃદય,કિડની,પેટ,આંતરડા,મગજ વગેરે. આ બધા અંગોની શક્રિયતા નો જુદોજુદો સમય છે.

તમે જોયું હશે કે જો કોઈને હાર્ટએટેક આવે તો રાત્રે અથવા સવારના અઢી વાગ્યે અને ચાર વાગ્યાની વચ્ચે જ આવે છે. તે એટલા માટે કે તે સમય હ્રદય ની શક્રિયતા નો સમય છે. આ સમયે હૃદય સૌથી વધુ કામ કરે છે.

બસ આવી રીતે આપણા શરીરમાં જે ભોજનને પચાવવા વાળા અંગો છે તે સવારે 9 થી 11 વાગ્યાની વચ્ચે અને સાંજે 5 થી 7 ની વચ્ચે સૌથી વધુ શક્રિય રહે છે. આ સમયે જો તમે ભોજન કરો છો તો તમારા માટે સોના જેવું છે જો તમે ભોજન ના સમયને આગળ પાછળ કરશો તો લાભદાયક નથી. તેનાથી શરીરને નુકશાન થશે કેમ કે જયારે તમે ભોજન લેશો તો તે સમયે કોઈ અન્ય અંગની શક્રિયતા વધુ હશે.

એક વાત બીજી જો તમે નક્કી કરેલ સમય મુજબ ભોજન કરશો તો,તમને ભૂખ પણ ખુબ જ લાગશે કેમકે તે અંગો તે સમયે સક્રિય હશે.

તમારા ગામમાં જોયું હશે ખેડૂત પરિવાર આજ સમયે સવારનું ભોજન કરે છે, અને તે પેટ ભરીને ભોજન કરે છે, જે એકદમ Scientific અને વૈજ્ઞાનિક છે.

આપણે શહેરમાં રહેવા વાળા થોડા બગડી ગયા છીએ, આપણું બપોરનું ભોજન 2 વાગ્યે પહોંચી ગયું છે. જે ખુબ ખરાબ ટેવ છે. ન સવાર હોય છે ન સાંજ હોય છે. 2 વાગ્યાનો સમય સૌથી ખરાબ સમય છે કેમ કે વધુમાં વધુ આપણે 2 વાગ્યાની આજુબાજુ જ ભોજન કરીએ છીએ. આ બંધ કરીને બદલી નાખો સવાર ના 9 થી 11 વાગ્યા નું અને સાંજે 5 થી 7 ની વચ્ચે.તેનાથી તમારું જીવન ખુબ જ સારી થવાની છે.

વિડીયો