શો માં પહોંચેલા મિયા-બીબીના ઝગડાથી પરેશાન થયા અમિતાભ બચ્ચન, કહ્યું – એ ભાઈ કોઈ બચાવો અમને.

KBC માં ચાલુ શો માં પતિ પત્ની કરવા લાગ્યા એકબીજાની આવી ફરિયાદ તો અમિતાભ બચ્ચને પકડી લીધું પોતાનું માથું.

બોલીવુડ કલાકાર અમિતાભ બચ્ચન હાલના દિવસોમાં રીયાલીટી ક્વીઝ શો ‘કોન બનેગા કરોડપતિ 13’ નું હોસ્ટીંગ કરી રહ્યા છે. શો માં બીગ બી હંમેશા સ્પર્ધક સાથે મસ્તી કરતા જોવા મળે છે, તો ક્યારેક પોતાનો કોઈ જુનો કિસ્સો શેર કરતા જોવા મળે છે. પણ હાલમાં જે એપિસોડ આવ્યો તેમાં પતિ પત્ની શો દરમિયાન તકરાર કરતા જોવા મળ્યા જેનાથી અમિતાભ બચ્ચન પણ કંટાળી ગયા હતા.

હાલમાં જ શો માં આવેલું કપલ એકબીજા સાથે માથાકૂટ કરવા જોવા મળ્યું અને તેમની ફરિયાદોનો પટારો ખાલી થતો જ ન હતો. પહેલા તો અમિતાભ બચ્ચન પણ તેમની વાતો સાંભળે છે, પણ એક સમયે તે પણ પરેશાન થઇ જાય છે. આ એપિસોડમાં ધવલ નામના સ્પર્ધક હોટ સીટ ઉપર બેઠા હોય છે. અને તેમની સાથે આવેલી તેમની પત્ની દર્શકોની સીટ ઉપર બેથી હોય છે.

ધવલ જણાવે છે કે તેમણે પોતાની પત્નીને વેલેંટાઈન ડે ઉપર પ્રપોઝ કર્યું હતું. ત્યારે અમિતાભ બચ્ચન તેમની પત્નીને પૂછે છે કે, શું હજુ પણ તે આટલા રોમાન્ટિક છે? તેના જવાબમાં તે જણાવે છે કે – નહિ સર, તે જરાપણ સમય નથી આપતા. તે સાંભળ્યા પછી સ્પર્ધક અમિતાભને કહે છે – સર તમે પણ તેને કહી દો કે તમે પણ જયા મેમ (જયા બચ્ચન) ને ટાઈમ નથી આપતા.

દંપત્તિની ફરિયાદ પૂરી થયા પછી અમિતાભ તેમની મજા લેતા જણાવે છે – મારો મેરેજ કાઉંસલરનો હોદ્દો નક્કી થઇ ગયો છે.

થોડા સમય પછી અમિતાભ બચ્ચનને લાગ્યું કે બંને પતિ પત્નીની ફરિયાદો પૂરી થઈ એટલે તેમનું પણ કામ પૂરું થઇ ગયું. પણ નહિ સ્પર્ધકની પત્નીએ જણાવ્યું કે – સર મારી બીજી એક ફરિયાદ છે.

તે સાંભળતા જ અમિતાભ પોતાનું માથું પકડી લે છે અને કહે છે – એ ભાઈ કોઈ બચાવો અમને. બીગ બીની આ વાત સાંભળી ત્યાં રહેલા લોકો હસવા લાગે છે. તેનો વિડીયો શેર કરતા ચેનલ વાળાએ લખ્યું – કેબીસીમાં એક સ્પર્ધક ધવલ પોતાની પત્નીને કેમ્પિયનના રૂપમાં લઈને આવ્યા, બંનેએ શરુ કરી ફરિયાદની હારમાળા અને બનાવ્યા અમિતાભ બચ્ચન સરને મેરેજ કાઉંસલર, હવે એબી સર કેવી રીતે ઉકેલશે આ કિસ્સો? જાણવા માટે જુવો કેબીસી 13.

જણાવી દઈએ કે, ધવલ 12,50,000 રૂપિયા જીતીને ગયા છે. આ કપલ ઉપરાંત કેબીસીના મંચ ઉપર બે એવા ભાઈ પણ આવશે જે સાત વર્ષથી પોતાના પિતાની શોધ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન તેમના માટે નેશનલ ટેલીવિઝન ઉપર હાથ જોડીને બંને ભાઈઓના પિતાને પાછા ઘરે જવા માટે વિનંતી કરે છે.

આ માહિતી બોલીવુડ તડકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.