સારા ફળની પ્રાપ્તિ માટે કેવી રીતે કરવી સૂર્યોપાસના.

જાણો શું છે સૂર્યોપાસના? જાણો તેના દ્વારા કેવી રીતે સારા ફળની પ્રાપ્તિ થાય.

કહેવામાં આવે છે કે સૂર્યદેવની કૃપા હોય તો વ્યક્તિનું વ્યક્તિત્વ સૂર્ય સમાન ઓજસ્વી અને તેમની પ્રગતી ઘણી થાય છે. વ્યક્તિ જીવનમાં માન-સન્માન અને હોદ્દાની પ્રતિષ્ઠા ભોગવતા હોય છે. પરંતુ જો સૂર્ય ગુસ્સે થઇ જાય તો વ્યક્તિને ગરીબ થઇ જતા વાર નથી લગતી. સાથે જ તેમના કામમાં અડચણ ઉભી થાય છે. સફળતા મળવામાં પણ વિલંબ થાય છે. તો આવો જાણીએ સૂર્યદેવની ખરાબ હોવાથી આપણા જીવન ઉપર તેની કેવી અસર પડે છે.

સૂર્યનો આપણા જીવન સાથે સંબંધ : જેમ કે આપણે બધા જાણીએ છીએ કે સૂર્ય માંથી જ આપણેને ઉર્જા મળે છે. સૂર્યને કારણે જ આ પૃથ્વી ઉપર પ્રકાશ છે. એ રીતે સૂર્ય આપણા જીવનમાં પણ પ્રકાશ ભરવાનું કામ કરે છે. તે આપણેને ઉર્જા વાન બનાવે છે. જેથી આપણે આપણા ધ્યેય પુરા કરવામાં સફળ થઈએ છીએ. સૂર્યના હોવાથી જ આપણે આકર્ષિત વ્યક્તિત્વ વાળા બની શકીએ છીએ. આપણા ચહેરા ઉપર તેજ જળવાઈ રહે છે. તેની સાથે જ સૂર્યનો આપણા આરોગ્ય સાથે સીધો સંબંધ છે.

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સૂર્યના નબળા હોવાથી ઘણા પ્રકારની શારીરિક અને માનસિક તકલીફોનો સામનો કરવો પડે છે. સૂર્ય નબળો હોવાથી અસ્થીપ વિકાર, માથાનો દુઃખવી, પિત્ત રોગ, આત્મિક નબળાઈ, નેત્રમાં દોષ વગેરે થઇ શકે છે. પરંતુ જયારે સૂર્યદેવ અશુભ ફળ આપવા લાગે છે, તો વ્યક્તિને સાંધાના દુઃખાવા કરવા લાગે છે અને શરીર જકડાઈ જવા લાગે છે, મનોબળમાં પણ ઉણપ આવે છે. હ્રદયનો પણ હુમલો આવવાનું જોખમ વધી જાય છે.

સૂર્યનો કારકિર્દી સાથે સંબંધ : જ્યોતિષકારોના માનવા મુજબ સૂર્યનું પ્રબળ હોવું આપણી કારકિર્દી માટે ઘણું જ જરૂરી છે. સૂર્યને કારણે જ વ્યક્તિ ઊંચા હોદ્દા પ્રાપ્ત કરે છે. ઉપરી અધિકારીઓનો સહકાર પણ તેમની સાથે હંમેશા રહે છે. જાણો કારકિર્દી ગ્રોથમાં કેવી રીતે મળે છે બોસનો સહકાર. કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય ઉચ્ચ બનીને કર્મ ભાવમાં બેસી જાય તો વ્યક્તિ પોતાના કાર્યક્ષેત્રમાં કીર્તિ સ્થાપિત કરે છે. પરંતુ જો કોઈ કારણ વશ સૂર્ય નબળો પડી જાય તો તમે ગમે તેટલી પણ મહેનત કરો પરંતુ તમને સફળતા મળવામાં વિલંબ જ થાય છે. સાથે જ ઉપરી અધિકારીઓનો સહકાર પણ તમને નહિ પ્રાપ્ત થઇ શકે. જેથી તમારી કારકિર્દીમાં અડચણ ઉભી થશે.

કેવી રીતે કરવો સૂર્યને પ્રબળ : જ્યોતિષ જણાવે છે કે સૂર્યને પ્રબળ કરવાના ઘણા ઉપાય જ્યોતિષ શાસ્ત્રમાં રહેલા છે. જે કરવાથી સૂર્યની શુભ અસર મળવા લાગશે. પરંતુ તેના માટે તમારે તેને શ્રદ્ધા સાથે કરવું પડશે. કોઈ વ્યક્તિનો સૂર્ય પ્રભાવ હીન છે, તો વ્યક્તિ સૂર્યની ઉપાસના કરીને તેને પ્રભાવી બનાવી શકે છે. તેના માટે વ્યક્તિ દરરોજ સૂર્યદેવને અર્ધ્ય આપવાનું રહેશે. સાથે જ સૂર્યદેવના મંત્રના જાપ પણ કરવા પડશે.

તે ઉપરાંત તમે વિષ્ણુની પૂજા અને રવિવારના દિવસે લાલ વસ્તુનું દાન કરવાથી પણ સૂર્યની કૃપા જળવાય છે. જ્યોતીશાચાર્યોનું કહેવું છે કે રવિવારના દિવસે સૂર્ય ઉપાસના કરવા માટે સૌથી ઉત્તમ છે. આ દિવસથી જ સૂર્યની ઉપાસનાની શરુઆત વ્યક્તિએ કરવી જોઈએ. જેથી વ્યક્તિનું ભાગ્ય ખુલશે.

રાશી મુજબ સૂર્યોપાસના કરવી થશે ફાયદાકારક? જ્યોતીશાચાર્યોના કહેવા મુજબ જો વ્યક્તિ સામાન્ય ઉપાયોને બદલે જો રાશી મુજબ ઉપાસના કરે તો તેને વધુ ફળ પ્રાપ્ત થશે. જ્યોતિષ કહે છે કે રાશી મુજબ જ સૂર્યની આરાધના કરવું સૌથી પ્રભાવી હોય છે. પરંતુ તેના માટે વ્યક્તિએ કુંડળીની ચકાસણી કરવામાં આવે છે. જેથી તે જાણી શકાય કે કુંડળીમાં સૂર્ય કેટલો પ્રભાવી અને તે મુજબ ઉપાસના વિધિ નક્કી કરી શકાય. એટલા માટે તમારે સૌથી પહેલા તમારી કુંડળીની ચકાસણી કોઈ યોગ્ય જ્યોતિષી પાસે કરાવવું જોઈએ.

આ માહિતી એસ્ટ્રો યોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.