નાની ઉંમરમાં સફેદ થઇ રહ્યા છે વાળ, તો ગોળ સાથે આ વસ્તુ મિક્સ કરીને ખાવ, વાળનો ગ્રોથ પણ વધશે.

શિયાળામાં વાળની તંદુરસ્તી જાળવવા, વાળને સફેદ થતા અટકાવવા કરો આ આર્યુવેદીક નુસખાઓનો ઉપયોગ.

ચહેરાની સુંદરતામાં વાળનો પણ સૌથી મહત્વનો ભાગ હોય છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના વાળ લાંબા ઘાટા અને કાળા હોય, જેથી તેમનો ચહેરો હંમેશા ખીલેલો અને સુંદર દેખાય. ખરાબ લાઈફસ્ટાઈલને કારણે જ આજકાલ મોટાભાગના લોકોને વાળ સંબધી ઘણા પ્રકારની તકલીફો થાય છે. તે તકલીફો ન માત્ર વાળનો ગ્રોથ અટકાવે છે પણ વાળની ચમક પણ ઓછી કરી દે છે. શિયાળામાં વાળ ખરવાની સમસ્યા વધી જાય છે. જો તમારા વાળ સફેદ, નબળા કે સુકા છે તો શીયાળાની ઋતુમાં આ એક વસ્તુનું સેવન કરવું ફાયદાકારક હોઈ શકે છે. જાણો તેના વિષે.

અમે જે વસ્તુની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે ગોળ. ગોળની પ્રકૃતિ ગરમ હોય છે. એટલા માટે શિયાળાની ઋતુમાં શરીરને અંદરથી ગરમ રાખવા માટે તેનું સેવન કરવામાં આવે છે. તે ઘણી બીમારીઓને દુર કરવામાં પણ સહાયક બને છે.

વાળને સફેદ થતા અટકાવે છે ગોળ અને મેથી : વાળને મજબુર અને ચમકદાર બનાવવા માટે ગોળ અને મેથી ખાવા એક ઉત્તમ વિકલ્પ હોઈ શકે છે. તે વાળને સમય પહેલા સફેદ થવાથી બચાવે છે.

શિયાળામાં ગોળનું સેવન કરવાના પાંચ ફાયદા :

શરદી તાવથી બચવામાં ગોળ ઘણો મદદરૂપ થાય છે. ગોળ અને તલના લાડુ ખાવાથી તમે ઇન્ફેકશન અને શરદી તાવથી તમારો બચાવ કરી શકો છો.

ગુંદરના લાડુ અને ગોળ ખાવાથી હાડકાને મજબુતાઈ મળે છે.

ગોળ, સિંધવ મીઠું અને કાળું મીઠું મિક્સ કરીને ખાવાથી કબજિયાત, ગેસ કે એસીડીટીની સમસ્યામાં રાહત મળે છે.

વરીયાળી અને ગોળ સાથે મિક્સ કરીને ખાવું દાંત માટે સારું રહે છે. તેનાથી પ્લાક અને ટાર્ટરથી છુટકારો મેળવી શકાય છે.

ગોળ અને હળદરને સાથે મિક્સ કરીને ઉપયોગ કરો. તેના એંટીવાયરલ અને એંટી એકસીડન્ટ ગુણ તમને શિયાળામાં બીમાર પડવાથી બચાવે છે.

ડિસ્કેલ્મર : આ જાણકારી આર્યુવેદીક નુસખાના આધાર પર લખવામાં આવી છે. અમે તેના સફળ થવાની પુષ્ટિ નથી કરતા. તેના ઉપયોગ પહેલા ચિકિત્સક સાથે ચર્ચા જરૂર કરો.

આ માહિતી ઇન્ડિયા ટીવી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.