દવાના પેકેટમાં વચ્ચે ખાલી જગ્યા કેમ હોય છે? કેન્ડિડેટ આપ્યો એવો જવાબ કે અધિકારીઓ થઇ ગયા ખુબ ખુશ.

લે સમોસા ખા, સવાલ સાંભળીને કેન્ડિડેટના પરસેવા છૂટ્યા પરંતુ આપ્યો આવો મજેદાર જવાબ જાણો IAS IPS ઇન્ટરવ્યૂના સવાલ જવાબ.

સંઘ લોક સેવા આયોગ (UPSC Exam) માં લાખો ઉમેદવાર ભાગ લે છે. આ પરીક્ષાને દુનિયાની સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત પરીક્ષા કહેવામાં આવે છે. યુપીએસસી ઉમેદવારે માત્ર લેખિત પરીક્ષા જ નહી પણ ઈન્ટરવ્યું પણ ક્લીયર કરવાનું હોય છે. યુપીએસસી પર્સનાલીટી ટેસ્ટ એટલે ઈન્ટરવ્યુંમાં ઉમેદવારને ખતરનાક પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નોના જવાબ આપવા સામાન્ય લોકો માટે ઘણું મુશ્કેલ હોય છે.

IAS Interview માં બેઝીકલી ઉમેદવારના મગજની ક્ષમતા, તેની યાદ રાખવાની કેપેસીટી અને ટ્રીક લગાવવાની ક્ષમતા આંકવામાં આવે છે. એટલા માટે આજે અમે તમારી સામે એવા ટ્રીકી પ્રશ્ન લાવ્યા છીએ જેના વિષે વિચારી તમે પણ ચોંકી જશો. એટલા માટે તમારા જનરલ નોલેજને વધુ તેજ કરવા માટે તમે પણ આ પ્રશ્નોના જવાબ જરૂર જાણી લો. આજે અમે તમને આઈએએસ ઈન્ટરવ્યું (IAS Interview Questions And Answers) માં ઉમેદવારોને પૂછવામાં આવેલા થોડા પ્રશ્નો વિષે જણાવી રહ્યા છીએ.

પ્રશ્ન – તમારા ખિસ્સામાં પાંચ ચોકલેટ છે બે તમે કાઢી લીધી તો તમારી પાસે કેટલી ચોકલેટ વધી?

જવાબ – પાંચ.

પ્રશ્ન – હું એક સામાન્ય નાગરિક છું, મને જીએસટીથી શું લાભ મળશે?

જવાબ – તેમાં ટેક્સ સીસ્ટમ સસ્તી થઇ જશે, દેશમાં બિઝનેસ અને રોજગાર વધશે.

પ્રશ્ન – દવાઓના પેકેટ વચ્ચે ખાલી જગ્યા કેમ હોય છે?

જવાબ – આમ તો દવાઓ વચ્ચે ખાલી જગ્યા જેતે દવાઓના કેમિકલ એકબીજાને મળતા અટકાવે છે. કેમિકલનું એકબીજા સાથે રીએક્શનનું જોખમ રહે છે. તેનાથી દવા ખરાબ થઇ જાય છે. એટલા માટે પેકેટ્સમાં જગ્યા ખાલી રાખવામાં આવે છે. બીજું કારણ એ પણ છે કે તેનાથી દવાઓની પાછળ લખેલી માહિતી જેવી કે – એક્સપાયરી ડેટ, ડોઝ વગેરે વાંચવામાં મદદ મળે છે.

પ્રશ્ન – રમેશે એક જ દિવસમાં એક જ શહેરમાં બે લગ્ન કર્યા પરંતુ કોઈએ તેને કાંઈ જ ન કહ્યું, એવું કેમ?

જવાબ – રમેશ પંડિતનું નામ છે.

પ્રશ્ન – એવી કઈ ફિલ્મ છે જેમાં 71 ગીત છે?

જવાબ – 1932 માં બનેલી ‘ઇન્દ્ર સભા’ એ ગીતની બાબતમાં એક રેકોર્ડ બનાવ્યો હતો. આ ફિલ્મમાં 71 ગીત હતા. એટલા ગીત આજ સુધી બીજી કોઈ ફિલ્મમાં નથી આવ્યા.

પ્રશ્ન – પેટ સંબંધી બીમારીઓ વિશે જણાવો?

જવાબ – આરોગ્ય વિભાગની આયુષ શાખામાં કાર્યરત વિશેષ સચિવ IAS રાજકમલ યાદવને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું, યુપીએસસી ઈન્ટરવ્યુંમાં મને બીમારીઓ વિષે પૂછવામાં આવી રહ્યું હતું. સામે બેઠેલા એક સાહેબ સમોસા ખાઈ રહ્યા હતા. મને પૂછવામાં આવ્યું કે પેટ સંબંધી બીમારીઓ વિષે થોડા કારણ જણાવો. મેં જવાબ આપ્યો કે, જે સમોસા તમે ખાઈ રહ્યા છો, સૌથી વધુ પેટની બીમારીઓ આવી જ વસ્તુ ખાવાથી થાય છે. તેની ઉપર બધા જ જોર જોરથી હસવા લાગ્યા. તેમણે મને કહ્યું કે તમે પણ ખાવ, તો મેં કહ્યું હું બીમારીઓ નથી ખાઈ શકતો.’

પ્રશ્ન – લોટાને ઈગ્લીશમાં શું કહે છે?

જવાબ – Metal Pot.

પ્રશ્ન – એવું કયો જીવ છે જે હાથ લગાવતા જ મરી જાય છે?

જવાબ – પ્લેટીપસ (platypus).

પ્રશ્ન – એક સ્વસ્થ માણસના શરીરમાં કેટલું લોહી હોય છે?

જવાબ – એક સ્વસ્થ માણસના શરીરમાં તેના વજનથી લગભગ 7 % લોહી હોય છે. આ રીતે એક તંદુરસ્ત માણસ જેનું વજન 70-80 કિલો હોય તેના શરીરમાં લગભગ 5 થી 5.5 લીટર લોહી હોય છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.