બાળકના હાથ-પગ પકડીને મહિલા પહોંચી સ્કૂલે, વિડીયો જોઈને લોકોને યાદ આવ્યા પોતપોતાના માસ્ટર.

એક બાળકને સ્કૂલે લઇ જવા 4 જણાની જરૂર પડી, અનોખી રીતે હવામાં લટકાવીને લઇ જવામાં આવ્યો સ્કૂલે, જુઓ વિડીયો.

વર્ષ 2020 થી ચાલી રહેલા કો-રો-ના વાયરસ સંક્રમણના પ્રકોપને કારણે શાળા-કોલેજ, કચેરીઓ બંધ કરવામાં આવી હતી, પરંતુ પછી કેસોમાં ઘટાડો થયા બાદ કચેરીઓની સાથે શાળા અને કોલેજો પણ ક્રમિક રીતે ખોલવામાં આવી છે. એવામાં એક તરફ ઓફિસમાં કામ કરતા લોકો ઘરેથી કામનો આનંદ માણી રહ્યા હતા. અને બીજી તરફ વિદ્યાર્થીઓને આટલા દિવસો સુધી ઘરેથી ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા હતા. એ પછી શાળાઓ શરૂ થાય પછી તેઓ શાળામાં ભણવા જવા માટે આનાકાની કરી રહ્યા હતા.

આ બાબત ખાસ કરીને નાના બાળકોમાં વધુ જોવા મળી. અને હાલમાં એવો જ એક વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે જે વાયુ વેગે શેર થઈ રહ્યો છે. તે વિડીયોમાં એક મહિલા 3 બાળકોની મદદથી એક બાળકને લટકાવીને શાળાએ લઈ જતા દેખાઈ રહી છે. આ વીડિયો જોયા પછી લોકો પોતાનું હાસ્ય રોકી શક્યા નહીં. તે બાળકને જેને ઊંચકીને શાળાએ લઇ જવામાં આવી રહ્યો છે તે જવાની ના પાડી રહ્યો હોય છે. પણ શિક્ષણ જરૂરી હોવાથી મહિલા તેના શાળાએ મુકવા જઈ રહી છે.

શેર થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ત્રણ બાળકો અને એક મહિલા એક નાના બાળકને હાથ -પગથી લટકાવીને શાળાએ લઈ જઈ રહ્યા છે. બાળક મોટેથી બૂમો પાડી રહ્યો છે કે તેણે શાળાએ નથી જવું, પરંતુ મહિલા તેનું સાંભળતી નથી અને તેને લટકાવે છે અને તેને શાળામાં લઇ જાય છે.

આ વિડિઓ જુઓ :

આઈએએસ અધિકારી અવનીશ શરણ દ્વારા ટ્વિટર પર આ ફની વિડીયો શેર કરવામાં આવ્યો છે, જેના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, ‘આવા બાળકો પણ મોટા થઈને કહે છે કે, હું મારા શાળાના દિવસોને યાદ કરું છું (મને મારા શાળાના દિવસો ખૂબ યાદ આવે છે).’ આ વીડિયો જોઈ લોકો પોતાના શાળાના દિવસોને યાદ કરીને મજેદાર કૉમેન્ટ્સ કરી રહ્યા છે.

આ ફની વિડીયો લોકો દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો પર ઘણા લોકોએ ફની કૉમેન્ટ્સ કરી છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, ‘અમારા શિક્ષકો અમને સ્કૂલના ગેટથી ક્લાસ સુધી આ રીતે લઈ જતા હતા.’ તો અન્ય એક યુઝરે કહ્યું, ‘આ જોયા પછી, મને મારા શાળાના દિવસો યાદ આવી ગયા.’

આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.