અહીં આદિવાસી બાળકોને મફત શિક્ષણ આપવામાં આવે છે, પ્રમુખસ્વામી મહારાજના જીવનનો ઉદ્દેશ્ય થઈ રહ્યો છે પૂરો.

હંમેશા આપણે દિલ્લી જેવા મોટા શહેરો વિષે સાંભળીએ છીએ કે ત્યાં ફ્રી ટ્યુશનની વ્યવસ્થા હોય છે. અથવા અમુક સારા લોકો એ ઝુંબેશ ચલાવે છે કે ત્યાં આસપાસ જે ગરીબ લોકો હોય છે કે ગ્રામીણ વિસ્તારના લોકો હોય છે તેમને મફત શિક્ષણ આપવામાં આવે. પણ આ વાત ફક્ત દિલ્લી જેવા સ્થળો માટે જ નથી. આજે આપણે જાણીશું ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ધોળી ગામ વિષે જ્યાં મફત શિક્ષણ આપવામાં આવે છે. આ ગામમાં મૂળ અક્ષર ટ્યુશન શાળા કલાસીસ ચાલે છે, જ્યાં આદિવાસી ક્ષેત્રના બાળકોને મફત શિક્ષણ આપવામાં આવે છે.

અહીંના શિક્ષક સુરેશ કુમાર જણાવે છે કે, હું છેલ્લા 10 વર્ષથી મૂળ અક્ષર ટ્યુશન શાળામાં ભણાવી રહ્યો છું. હું પોતે એમ.એ. ઈકોનોમિક્સ ભણ્યો છું. અને આ મારા બાળકો ભણી ગણીને આગળ વધે એજ મારી ઈચ્છા છે. મૂળ અક્ષર ટ્યુશન શાળાની અંદર આ બાળકોની કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. અને તેમને પુસ્તકો પણ મફતમાં આપવામાં આવે છે. અમારો એવો ઉદ્દેશ્ય છે કે આ બાળકો ભણે અને આગળ વધે.

અહીં ભણતો વિદ્યાર્થી ગમાર વિપુલ કહે છે કે, હું મૂળ અક્ષર ટ્યુશન શાળામાં 4 વર્ષથી આવું છું. અહિંયા સારી રીતે ભણાવવામાં આવે છે. અને હું ભણી ગણીને મોટો થઈને શિક્ષક બનાવ માંગુ છું. શિક્ષક બનીને હું મારા આદિવાસી ક્ષેત્રના બાળકોને સારી રીતે ભણાવી શકું એજ મારું સપનું છે.

શિક્ષક સુરેશ કુમાર જણાવે છે કે, પ્રમુખ સ્વામી મહારાજ અને બીએપીએસ સંસ્થાની પ્રેરણાથી આ મૂળ અક્ષર ટ્યુશન શાળા આજુબાજુના ઘણા ગામોની અંદર ચાલે છે. અને છેલ્લા 15 વર્ષથી આ ટ્યુશન શાળા ચાલે છે, કારણ કે આવા પછાત જાતિના બાળકો ભણી ગણીને આગળ વધે એજ પ્રમુખસ્વામી મહારાજનો મુખ્ય ઉદ્દેશ હતો.

મિત્રો, જયારે કોઈ દેશનો શિક્ષણ અને સ્વાસ્થ્ય વિભાગ સારો હોય તો જ તે દેશ વિકાસના માર્ગ પર ચાલી શકે છે. અને આદિવાસી ક્ષેત્રોમાં મૂળ અક્ષર ટ્યુશન શાળા જેવા જેટલા પણ કેન્દ્રો છે તે લોકો શિક્ષણના સ્તરને સુધારવાનું કામ ઘણા લાંબા સમયથી કરી રહ્યા છે. તમે સાંભળ્યું કે વિપુલનું માનવું છે કે, તે મોટો થઈને શિક્ષક બનવા માંગે છે અને પોતાના ક્ષેત્રના લોકોને આગળ વધારવા માંગે છે. આપણા જીવનમાં પોતાની જાતને આગળ વધારવા માટે આવી પ્રેરણા ખુબ જરૂરી હોય છે.

પ્રમુખસ્વામી મહારાજના જીવનનો ઉદ્દેશ્ય એ હતો કે આદિવાસી સમાજના બાળકો પણ ભણી ગણીને આગળ વધે.

જુઓ વિડીયો :

– વિશાલ ખંડેલવાલ.