દેશમાં ફૂડ પ્રોસેસીંગ બિઝનેસ ઝડપ થી વિકાસ પામી રહ્યો છે શરુ કરો આ 4 ફૂડ પ્રોસેસીંગ બિઝનેસ

દેશમાં ફૂડ પ્રોસેસીંગ બિઝનેસ ઝડપ થી વિકાસ પામી રહ્યો છે. દિવસે ને દિવસે ફૂડ પ્રોસેસીંગ બિઝનેસનું બજાર વધતું જાય છે. એક્સપર્ટ નું માનવું છે કે ફૂડ પ્રોસેસીંગ બિઝનેસનો વિકાસ સતત થતો રહેશે. આવામાં જો તમે પણ નવો બિઝનેસ શરુ કરવાનું વિચારી રહ્યા હોય તો ફૂડ પ્રોસેસીંગ બિઝનેસ શરુ કરવાના વિશે વિચારી શકો છો.

આટલું જ નહિ, ફૂડ પ્રોસેસીંગ જેવા કે આઈસક્રીમ પાર્લર, પોટેટો ચિપ્સ વેફર નું મેન્યુફેક્ચરિંગ, બેકરી પ્રોડક્ટસ યુનિટ, મમરા મેન્યુફેક્ચરિંગ યુનિટ શરુ કરવા માંગતા હોય તો કેન્દ્ર સરકાર તરફ થી પ્રધાનમંત્રી રોજગાર યોજના ના અંતર્ગત તમને લોન પણ સરળતા (કેટલું સરળ છે એ તો જેણે લીધી હોય એને જ પૂછી જોજો કે બેંક વાળા ને) થી મળી જશે.

આ યોજનાના અંતર્ગત તમને કુલ પ્રોજેક્ટ ખર્ચ ના 90 ટકા લોન મળી જાય છે અને 30 ટકા સુધી ની સબસીડી પણ મળી શકે છે. આજે અમે તમને એ ફૂડ પ્રોસેસીંગ બિઝનેસ વિષે જાણકારી આપી રહ્યા છીએ, જેના પર લગભગ 3 લાખ રૂપિયાનું રોકાણ થાય છે.

બટાકા ની ચિપ્સ અથવા વેફર્સ બનાવવાનો બિઝનેસ:

છેલ્લા કેટલાક વર્ષોમાં આલૂ ચિપ્સ અથવા વેફર્સ નું બજાર ખુબ ઝડપ થી વધી રહ્યું છે. તમે પણ જો આલૂ ચિપ્સ કે વેફર્સ બનાવવાનું યુનિટ શરુ કરવા ઇચ્છતા હોય તો તમે ફક્ત 3 લાખ 38 હજાર રૂપિયામાં આ યુનિટ લગાવી શકો છો. તમારે બોઈલર, સ્ટીમ જેકેટ કિટલી, બટેટાં છોલવા નું મશીન, પાઉચ સીલિંગ મશીન, ફ્રાયિંગ પૅન પર લગભગ 1.50 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે.

વર્કિંગ કેપિટલ પર લગભગ 88 હજાર 500 રૂપિયા ખર્ચ થશે જયારે શૅડ બનાવવા માટે 1 લાખ રૂપિયા ખર્ચ થશે. તમારે લગભગ 1 લાખ રૂપિયા નો કાચો માલ લેવો પડશે અને અન્ય ખર્ચ પછી તમે લગભ 118 ક્વિન્ટલ બટાકા ની વેફર્સ તૈયાર કરી શકો છો. અને આ વેફર્સ તમે લગભગ 4 લાખ 50 હજાર રૂપિયા માં વેચી શકો છો અને લગભગ 1 લાખ રૂપિયાની બચત કરી શકો છો.

આઈસક્રિમ બનાવવાનું યુનિટ:

તમે લગભગ 3 લાખ 10 હજાર રૂપિયા નાં રોકાણ થી આઈસક્રિમ કોન બનાવવાનું યુનિટ લગાવી શકો છો. મિનિસ્ટ્રી ઓફ એમએસએમઈ ના સર્વે મુજબ તમારે લગભગ દોઢ લાખ રૂપિયાના ખર્ચ થી શેક મશીન, થિક શેક મશીન, સ્લશ મશીન, ફ્રીઝર, વેસલ્સ, વાસણો વગેરે પર લગભગ દોઢ લાખ, ટીન શેડ પર 1 લાખ અને વર્કિંગ કેપિટલ પર લગભગ 60 હજાર રૂપિયાનો ખર્ચ આવશે, જયારે 40 હજાર રૂપિયા કાચા માલ માટે વપરાશે.

આ રીતે તમારો બનાવવાનો ખર્ચ 2 લાખ 29 હજાર રૂપિયા થશે તો તમારુ કુલ વેચાણ 3 લાખ 90 હજાર રૂપિયા થશે. આ રીતે તમે આ બિઝનેસ થી લગભગ 1 લાખ 60 હજાર રૂપિયાની આવક કરી શકશો.

બેકરી પ્રોડક્ટસ યુનિટ:

તમે બેકરી પ્રોડક્ટસ યુનિટ શરુ કરી શકો છો. મિનિસ્ટ્રી ઓફ માઇક્રો, સ્મોલ એંડ મીડીયમ એન્ટરપ્રાઈઝ (એમએસએમઈ) દ્વારા તૈયાર કરેલા પ્રોજેક્ટ પ્રોફાઈલ મુજબ, 2 લાખ 86 હજાર રૂપિયાના પ્રોજેક્ટ ખર્ચથી બેકરી પ્રોડક્ટસની યુનિટ લગાવી શકો છો.

આના માટે એક ઓવન, ભઠ્ઠી અને અન્ય સાધનો પર લગભગ 75 હજાર રૂપિયા અને 500 વર્ગફુટ ના શેડ પર લગભગ 1.25 લાખ રૂપિયાનો ખર્ચ આવશે. ત્યાં જ, વર્કિંગ કેપિટલ પર લગભગ 86 હજાર રૂપિયાનો ખર્ચ થશે. ત્યારબાદ તમારે લગભગ 6 લાખ રૂપિયાનો કાચો માલ લેવો પડશે, જેનાથી તમે લગભગ 10 લાખ રૂપિયાની પ્રોડક્ટસ તૈયાર કરી શકો છો.

આ રીતે આ પ્રોડક્ટસ વેચાયા પછી તમને લગભગ 1.37 લાખ રૂપિયાની આવક થશે. આ પ્રોજેક્ટ રિપોર્ટના આધારે તમે પ્રધાનમંત્રી રોજગાર યોજનાના અંતર્ગત લોન પણ લઇ શકો છો.(બાકી ખાલી કાગળ પર તો છે જ આવી યોજનાયો)

મમરાં બનાવવાનો બિઝનેસ:

ફાસ્ટફૂડ ની વાત કરીએ તો, મમરાં એક મોટી પસંદગીની વસ્તુ છે. તેનો કુલ પ્રોજેક્ટ ખર્ચ 3.50 લાખ રૂપિયા છે અને કોસ્ટ ઓફ પ્રોડકશન 4 લાખ 43 હજાર રૂપિયા થશે. જયારે કુલ વેચાણ 5 લાખ 53 હજાર રૂપિયા થશે, આ રીતે તમે લગભગ 1 લાખ 10 હજાર રૂપિયા બચાવી શકો છો. મશીનો ખરીદવા માટે તમે ઓનલાઇન શોપિંગ સાઈડ પર જઈ શકો છો.

આ જાણકારી તમને આંગળી ચીંધવા છે. મહત્વ નું આ ધંધા માં લાંબા સમય સુધી ક્યા વેચાણ કરસો એ છે. એટલે આનાથી વધુ અમારી પાસે કોઈ માહિતી નથી. આગળ નો રસ્તો તમારે જાતે શોધવા નો છે. ને નુકશાન જાય તો અમને દોશી નાં કેતા. ધંધા માં રિસ્ક ને નુકશાન રહેલું છે જ.