એવું મંદિર જ્યાં સવારે કન્યા, દિવસે યુવાન અને રાત્રે વૃદ્ધ નજરે આવે છે દેવીમાં

આપણે દેવીમાંના ઘણા રૂપો વિષે સાંભળ્યું હશે… ઘણા મંદિરોમાં જુદા જુદા રૂપમાં દર્શન કર્યા હશે પણ શું તમે એક જ મૂર્તિમાં રૂપ બદલતા જોયા છે. જી હા દેવીમાંનુ એક એવું જ મંદિર છે જ્યાં દિવસમાં ત્રણ પહોર માં ત્રણ રૂપોમાં દર્શન આપે છે. આ ચમત્કારી મંદીર છે મધ્યપ્રદેશ ના ગુના જીલ્લા માં વીસભુજા દેવી નું.

ભારત આસ્થાનો દેશ છે…. આધ્યાત્મ અને પૌરાણિક માન્યતાઓ ને જુદા જુદા સ્વરૂપ અહિયાં જોવા મળે છે. દેશના દરેક ભાગમાં તમને આધ્યાત્મ અને આસ્થા ના રૂપ જોવા મળશે. એવું જ કૈક ચમત્કારી સ્વરૂપ છે વિસભુજા દેવી માં નું. મધ્યપ્રદેશના ગુના જીલ્લા મુખ્યાલય થી ૮ કી.મી. દુર આવેલ માં વિસભુજા દેવીનું મંદિર.

ઊંચી પહાડી ઉપર વિસભુજા દેવીનું વ્હાલું દરબાર શણગારેલ છે. એવું કહેવામાં આવે છે કે મંદીરમાં વિસભુજા દેવીની જે મૂર્તિ રહેલી છે તેમાં જુદા જુદા કાળમાં માતાજી ની જીવનકાળ ની ઝલક જોવા છે. સવારે માનો ચહેરો નાની કન્યા જેવો માસુમ દેખાય છે પછી દિવસમાં યુવા કાળનું સોંદર્ય ખીલે છે અને ત્યાર પછી સાંજના સમયે દેવીની મૂર્તિ ઉપર વૃદ્ધાવસ્થા નું તેજ ઉભરી આવે છે.

વિસભુજાઓને કોઈ ગણી નથી શકતા

મંદિરનો એક ચમત્કાર તે પણ છે કે માં વિસભુજા દેવીની વીસ ભુજા જેને કોઈ નથી ગણી શકતા… જે ભક્ત ઉપર માની કૃપા હોય છે, તેને વીસે વિસ ભુજા ગણવાનું સોભાગ્ય પ્રાપ્ત થાય છે. પહેલા માં વિસભુજા દેવી એક નાના એવા મંદીરમાં સ્થાપિત હતા. ધીમે ધીમે જીર્ણોદ્ધાર કરતા કરતા ભવ્ય મંદિર નું નિર્માણ કરી દેવામાં આવ્યું.

મંદીરમાં દુર્ગાની ૨૦ હાથવાળી મૂર્તિ સ્થાપિત છે. અહિયાં દીપ સ્થંભ છે, જેની ઉપર નવરાત્રીઓના સમયે સેકડો દીવા સળગાવવામાં આવે છે દુરથી તે ‘દીપ સ્થંભ’ ખુબ જ સુંદર દેખાય છે મંદીરની ચારે બાજુ નાના નાના પહાડો છે જેનાકારણે આ સ્થાન વરસાદની સિઝનમાં બહુજ સુંદર જોવા મળે છે, મંદીરની થોડે જ દુર વહેતી નદી આ સ્થળ ને વધુ સુંદર બનાવી દે છે.