એવી ઔષધી જે તમારી આસપાસ હોવા છતાં પણ નથી જાણતા તેના ફાયદા

કુદરત દ્વારા મળેલ ઘણા છોડ આપણી આજુ બાજુ બગીચામાં કે આજુ બાજુ રહેલા હોય છે. પણ તેના વિષેની જાણકારીનો અભાવ હોવાને કારણે આપણે લોકો તે છોડના ફાયદા મેળવવાથી દુર રહીએ છીએ. તમારી જાણકારી નાં હોય તો આ જાણકારી આપવા માટે કે કયો છોડ કઈ ઔષધીય ગુણોથી ભરપુર છે. આવો જાણીએ આ છોડ વિષે.

કુવારપાઠું :(એલોવેરા )

કુવારપાઠું નો છોડ ચિત્ર કુમારી, ધૃત કુમારી વગેરે નામથી ઓળખાય છે. તે એકદમ ભરેલા અને રસીલા છોડ હોય છે. કુવારપાઠું ના રસને અમૃત સમાન ગણાય છે. જાણો તેને તમે તમારી કઈ શારીરિક તકલીફોમાં ઉપયોગ લઇ શકો છો.

ખીલ – ફોડકી ઉપર પણ આ ગજબની અસર કરે છે તે ઉપરાંત ખીલ, ફોડકીઓ, ફાટેલી એડીઓ, સન બર્ન, આંખોની ચારે બાજુ કાળા ધબ્બાને પણ તે દુર કરે છે અને તે ઉપરાંત બવાસીર, ગઠીયા રોગ, કબજિયાત અને હ્રદય રોગ તથા મોટાપો વગેરે માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.

ઉપયોગ તમને લાંબા સમય સુધી યુવાન બનાવી રાખે છે તે છોડનો રસ જ સૌથી ખાસ ભાગ છે, જેને એલો-જેલ ના નામથી ઓળખાય છે અને તે પીવાથી તમે પોતાની જાતને સ્વસ્થ અને તાજામાજા અનુભવશો.

શરદી-ખાંસીમાં પણ કુવારપાઠુંનો રસ ઔષધીનું કામ કરે છે તેના પાંદડાને વાટીને રસ કાઢી લો અને પછી તેની અડધી ચમચી જ્યુસ એક કપ ગરમ પાણી સાથે લેવું ફાયદાકારક હોય છે.

આમ તો કુવારપાઠુંનો રસ વાળમાં લગાવવાથી વાળ કાળા, ઘાટા અને મુલાયમ રહે છે પણ કહેવામાં આવે છે કે તે ટાલીયાપણું પણ દુર કરવાની શક્તિ ધરાવે છે.

પથ્થરતોડ :

જો પેટમાં પથરી છે તો પથ્થરતોડ નો છોડ તમારા ઉપયોગમાં આવી શકે છે. તેના બે પાંદડાને સારી રીતે ધોઈને સવારે ખાલી પેટ ગરમ પાણી સાથે ચાવીને ખાવ, એક અઠવાડિયામાં પથરીને તોડીને દુર કરી દે છે. પથ્થરતોડ ની એક ચમચી રસમાં સુંઠનું ચૂર્ણ ભેળવીને ખવરાવવાથી પેટના દુઃખાવામાં રાહત મળે છે તે પથરી ઉપરાંત બધી જાતના મૂત્ર રોગમાં પણ લાભદાયક હોય છે.

શંખ-પુષ્પી :

અભ્યાસમાં નબળા રહેતા બાળકો માટે શંખપુષ્પીના પાંદડા અને ડાળીનો ઉપયોગ કરવામાં આવે છે. તેના સતત ઉપયોગથી બાળકોની બુદ્ધી તેજ અને શરીર સુસ્ત તંદુરસ્ત રહે છે. શંખપુષ્પી ને શક્તિશાળી મસ્તિક દવા, કુદરતી સ્મૃતિ ઉત્તેજક અને એક સારી ચિંતા દુર કરવાની ઔષધી માનવામાં આવે છે.

તેના પાંદડાનો ઉપયોગ અસ્થમા માટે કરવામાં આવે છે. તેને અલ્સર અને હ્રદયની બીમારી વગેરે માટે ઉત્તમ માનવામાં આવે છે.

અશ્વગંધા :

અશ્વગંધાના છોડમાં એવા ઔષધીય ગુણ હોય છે જે વજન ઘટાડે, લકવા વગેરે સામે લડવામાં મદદ કરે છે તે છોડ તાવ, સંક્રમણ અને સોજો વગેરે શારીરિક તકલીફો માટે ઉપયોગમાં લેવામાં આવે છે. અશ્વગંધા ચા છોડની ડાળીઓ અને પાંદડામાંથી બનેલી હોય છે. સ્કુલના બાળકોની યાદશક્તિ વધારવામાં મદદ કરે છે.

અશ્વગંધાથી શરીર મજબુત બને છે તથા વજન ઓછું કરવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. પ્લેગ માટે તે રામબાણ ઔષધી છે. તેનાથી તૂટેલા હાડકા પણ જોડી શકાય છે.

ગર્ભવતી મહિલાઓ પણ તેના સેવનથી ફાયદો થાય છે કેમ કે તે ઈમ્યુન સીસ્ટમ ને મજબુત કરે છે. તેમાં હાર્ટ એટેકનો ભય ઓછો કરવાની શક્તિ રહેલી હોય છે. તે મધુમેહથી પીડિત લોકોમાં મોતિયાબિંદ જેવી તકલીફ પણ અટકાવે છે.

ત્યાં સુધી કે અશ્વગંધા વિષે ત્યાં સુધી કહેવામાં આવે છે કે તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ કેન્સર સામે લડવામાં મદદ પણ કરે છે, આમ તો તેના ઉપયોગ માટે પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. આમ તો અશ્વગંધાનો ઉપયોગ કોઈપણ બીજી ગંભીર બીમારીના ઉપચાર પહેલા ડોકટરની સલાહ જરૂર લેવી.

કરિયાતું :

કરિયાતું નો રસ જોન્ડીસ જેવી બીમારીઓ સામે લડવાની શક્તિ ધરાવે છે. તેના પાંદડા અને બીજ ની રાબ બનાવો. રાબ બનાવવા માટે તેના 50 ગ્રામ પાંદડાને બે કપ પાણીમાં ઉકાળો. જયારે પાણી અડધું રહે તો તેનું સેવન કરો તે જોન્ડીસ ની અસરને ઓછી કરે છે. તેના પાંદડા વાટીને જો ધાધર-ખરજવા ઉપર લગાડવામાં આવે તો ધણો ફાયદો મળે છે.

લીંબડો :

લીંબડાના ઝાડ ખુબ ઓક્સીજન ઉત્સર્જીત કરે છે જેનાથી આજુબાજુ ની હવા શુદ્ધ રહે છે. આમ તો જોવામાં આવે તો લીંબડાના ફાયદા અસંખ્ય છે તેને ‘ઘરનો ડોક્ટર’ કહેવામાં આવે તો કઈ ખોટું નહી ગણાય કોઈપણ ચામડીના રોગ સામે લડવામાં પણ તે ખુબ મદદ કરે છે. જો નહાતી વખતે પાણીમાં તેના થોડા પાંદડાને વાટીને નાખી દો અને પછી તે પાણી થી ન્હાશો તો તમને ચામડીના રોગ જેવી બીમારીઓ થતી નથી.

જો શરદી-શળેખમ હોય તો તેના પાંદડાને ઉકાળી લો અને તે પાણીની વરાળને શ્વાસ દ્વારા શરીરની અંદર લો તમને ઘણો આરામ મળશે. લીંબડાના પાંદડાને વાટીને ઘા કે મચકોડ જેવી જગ્યા ઉપર લગાવવાથી ઘણો આરામ મળે છે. તાવમાં પણ તેના પાંદડા કામ આવે છે. એક કપ પાણીમાં 4-5 પાંદડા ઉકાળીને પીવા ફાયદાકારક હોય છે.

તુલસી :

ઔષધીય છોડમાં તુલસીના સૌથી વધુ મહત્વ છે તેમાં રોગ ના જીવાણુઓનો નાશ કરવાની ગજબની શક્તિ મળી આવે છે તેના પાંદડામાં જુદા જુદા પ્રકારના તેલ રહેલા હોય છે. જે પાંદડામાંથી નીકળીને ધીમે ધીમે હવામાં ફેલાવા લાગે છે. તેનાથી તુલસી ની આજુબાજુની હવા શુદ્ધ અને જીવાણું મુક્ત બને છે અને તે હવા ના સંપર્કમાં આવનારા લોકોના સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે.

તુલસીના પાંદડા, ડાળી અને બીજ ગઠીયા, લકવા તથા વાત દર્દમાં પણ ફાયદાકારક હોય છે. રોજ સવારે ખાલી પેટ તુલસીના પાંદડા ખાવાથી રક્ત વિકાર, વાત, પિત્ત જેવી ઘણી સમસ્યાઓ દુર થવા લાગે છે. તુલસી દાંતોથી ન ચાવવી જોઈએ તેને ગળી જવી જોઈએ.