છોકરીઓ સાથે વાત કરવાની ભાંજગડમાં મીકેનીકલ એન્જીનીયર બની ગયો પાણી પૂરીવાળો

છોકરાઓ છોકરીઓ સાથે વાત કરવા માટે ઘણી રીતો શોધે છે, કેટલા તેની ફ્રેડ સાથે વાત કરીને તેની સાથે વાત કરે છે કેટલાક કોઈને કોઈ બહાનું બનાવીને વાત કરવાની શરૂઆત કરે છે પણ તમે ક્યારે સાંભળ્યું કે વિચાર્યું છે કે કોઈ મીકેનીકલ એન્જીનીયર છોકરી સાથે વાત કરવા માટે પાણીપુરી વાળો બની જાય છે, હા આ વાત સાચી છે. તો ચાલો જાણી લઈએ તે મીકેનીકલ એન્જીનીયર છોકરા વિષે.

મોટી આશાઓ લઈને ડુમરિયાગંજનો શૈલેશ ભોપાલ શહેરના મૈનિટ માં મીકેનીકલ એન્જીનીયર કરવા આવ્યો હતો. તેને આશા હતી કે કોલેજમાં કોઈ નવી છોકરીઓ મળશે, ગર્લફ્રેન્ડ નહી તો છોકરીઓ દોસ્ત તો બની જશે. પણ તેની બધી આશાઓ ઉપર કોલેજના પહેલા દિવસે જ પાણી ફરી ગયું. ક્લાસના પહેલા જ દિવસે તેણે જોયું કે તેની બ્રાન્ચમાં એક પણ છોકરી નથી.

બીજી બ્રાન્ચોમાં તો છોકરીઓ હતી પણ સૌના પહેલા ગ્રુપ બની ગયા હતા અને શૈલેશની આ છોકરીઓ સાથે વાત કરવાની પણ ક્યારેય હિમ્મત ન થઇ. એક દિવસ અચાનક શૈલેશનું ધ્યાન તેની ઉપર ગયું કે કોલેજ કેમ્પસની બહાર જયારે પાણી પૂરી વાળો આવે છે ત્યારે તેની બેચની છોકરીઓ હોય કે બીજી બેચની બધી જ લાઈનમાં ઉભી રહી જાય છે. શૈલેશે વિચાર્યું ચાલો છોકરીઓ ફ્રેન્ડ નહી તો છોકરીઓ સાથે વાત કરવાનો તો મોકો મળશે.

બીજા જ દિવસે શૈલેશે પણ કોલેજમાં જ પાણી પૂરીનું કામ શરુ કરી દીધું, શૈલેશના મિત્રો આશ્ચર્ય પામી ગયા કે છેવટે આ બાબત શું છે. જયારે તેના એક મિત્રે પૂછ્યું કે આ તને શું થયું કલાસીસ છોડીને પાણીપુરી કેમ વેચી રહ્યો છે ?” શૈલેશે કહ્યું”યાર આમ તો છોકરીઓ પાસે પણ નથી આવતી કમસે કમ પાણીપુરી વેચવાનું શરુ કર્યું તો તે વાત તો કરે છે. હું આમાં જ ખુશ છું, ભણી ગણીને શું ફાયદો થશે? બેરોજગાર રેવાનું છે ક્યા કોઈ બીજા ફિલ્ડ માં જ કામ કરવાનું છે અને બ્રાંચ એવી મળી કે એક પણ છોકરી નથી તેમાં શૈલેશ તે વાતથી ખુશ છે કે ચાલો છોકરીઓ તેની પાસે પાણીપુરીના બહાને પણ વાતો તો કરી રહી છે. બધા એન્જીનીયર આવીરીતે ખુશ રહેતા શીખી જાય તો એન્જીનીયરો નાં કોઈ પ્રશ્નો રહેશે નહિ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.