શિયાળામાં હાથ થઇ જાય છે ખુબ વધુ ડ્રાઈ, તો આ 6 રીતો કરશે તમારી મદદ, વાંચો ઉપયોગી ટીપ્સ.

જો તમારા હાથની ત્વચા ઘણી વધુ સુકાઈ જાય છે, તો આ ટીપ્સ તમને ઘણી મદદરૂપ સાબિત થઇ શકે છે.

શિયાળો એક એવો સમય છે જયારે તમારી ત્વચા (સ્કીન) માંથી મોઈસ્ચર જતું રહે છે. અને તમારી ત્વચા એકદમ સૂકી થઇ જાય છે, તે ફાટવા લાગે છે અને પોપડી નીકળવા લાગે છે. શિયાળામાં સુકી અને કડક રહેતી ત્વચાને ખુબ વધુ મોઈસ્ચરાઈઝેશનની જરૂર પડે છે. આ સમસ્યા તમારા હાથ સાથે સૌથી વધુ થાય છે. હાથને વારંવાર ધોવા અને અલગ અલગ પ્રકારના કામ કરવાને કારણે તે આખા શરીરની સરખામણીમાં વધુ ડ્રાઈ રહે છે અને ઘણી વખત તેની ઉપરથી પોપડી પણ નીકળવા લાગે છે.

ડ્રાઈ હાથ માટે ઘણા પ્રકારના ઘરેલું ઉપાય કરવામાં આવી શકે છે અને સાથે સાથે તમે ઘણા પ્રકારની ટીપ્સ પણ અપનાવી શકો છો. લંડનની ચર્ચિત ડર્મેટોલોજીસ્ટ ડોક્ટર જીના વિલ્સમોરે પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર ડ્રાઈ હેન્ડ્સ સાથે જોડાયેલી કેટલીક વિશેષ ટીપ્સ શેર કરી છે. ડોક્ટર જીનાની ટીપ્સ સાથે અમે તમને કેટલીક બીજી ટીપ્સ પણ જણાવીશું જે ડ્રાઈ હેન્ડ્સની સમસ્યાને ઓછી કરી શકે છે.

(1) હાથ ધોવાની યોગ્ય રીત : આપણા હાથ કો-રો-ના કાળમાં જરૂર કરતા વધુ ધોવાઈ રહ્યા છે અને સેનેટાઇઝરનો ઉપયોગ પણ થઇ રહ્યો છે, પણ શું તમે જાણો છો કે હાથ ધોવાની સાચી રીત માત્ર એ જ નથી કે તેના પર સારી રીતે સાબુ લગાવવામાં આવે. તેને યોગ્ય રીતે સાફ કરવા પણ જરૂરી છે.

મોટાભાગના લોકો પોતાના હાથમાંથી સાબુને સારી રીતે કાઢતા નથી અને એટલા માટે હાથમાં ડ્રાઈનેસ વધે છે. ક્લીનસર હાથ સાથે માત્ર થોડા સમય માટે કોન્ટેક્ટમાં રહેવું જોઈએ નહિ કે વધુ સમય માટે. એ કારણ છે કે જયારે સાબુ ત્વચા ઉપર છૂટી જાય છે તો તે ડ્રાઈનેસ અને ખંજવાળ ઉભી કરી દે છે.

(2) હુંફાળા પાણીનો કરો ઉપયોગ : તમારે ન તો વધારે ઠંડા અને ન તો વધારે ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. જેટલું વધુ ગરમ પાણી હશે એટલી જ સમસ્યા વધશે અને તે ત્વચા ઉપરથી મોઈસ્ચર દુર કરશે. તેની સાથે ધોયેલા હાથ લુછવા માટે સોફ્ટ ટુવાલનો ઉપયોગ કરો નહિ કે તેને કોઈ પણ ફેબ્રિકથી ઘસો. પેન્ટ વગેરે પર હાથ લુછવા ન માત્ર કપડા માટે ખરાબ છે પણ હાથ માટે પણ ખરાબ હોય છે.

(3) જેન્ટલ સોપ ફ્રી ક્લીનસરનો ઉપયોગ : ધ્યાન રાખો કે તમારા ઘર અને ઓફીસ બંને જ સ્થળો ઉપર તે હાજર હોય અને તમે સલ્ફેટ કે પેરાબન યુક્ત સાબુનો ઉપયોગ કરો. પ્રયત્ન કરો કે સોપ ફ્રી વોશનો ઉપયોગ થાય.

(4) ક્રીમ અને મોઈસ્ચરાઈઝરનો ઉપયોગ : જે રીતે તમારે દર 3-4 કલાકમાં સનસ્ક્રીન ફરી વખત લગાવવી જોઈએ, એ રીતે તમારે શિયાળાની ક્રીમ અને મોઈસ્ચરાઈઝરનો ઉપયોગ પણ વધુ કરવો જોઈએ. શિયાળામાં તમારી એ ટેવ હાથની ત્વચાને ઠીક કરી શકે છે.

(5) નાઈટ મોઈસ્ચરાઈઝર : જેટલા ગ્રીસી મોઈસ્ચરાઈઝરનો તમે રાત્રે ઉપયોગ કરશો એટલા જ સોફ્ટ હાથ સવારે મળશે. નાઈટ ત્વચા કેયર રૂટીન તમને વધુ ફાયદો પહોંચાડી શકે છે.

(6) એક્સેસરીઝ : હાથ ધોતી વખતે તમે વીંટીને તમારા હાથમાંથી કાઢી શકો છો. તેની સાથે જ તમે બહાર જતી વખતે મોજાનો ઉપયોગ કરી શકો છો. આ બંને ટીપ્સ નાની લાગે છે, પણ ઘણી મદદરૂપ સાબિત થઇ શકે છે.

તેની સાથે જ જો તમારા હાથની ત્વચામાં સુધારો નથી થતો તો તમે ડોક્ટરને દેખાડો. જો સતત હાથમાં ખંજવાળ રહે છે અને ત્વચા નીકળી રહી છે તો ડોક્ટર સાથે વાત કરો.

થોડા ઘરેલું ઉપાય જે કરી શકે છે ડ્રાઈ હાથની સમસ્યાને દુર : હવે વાત કરી લઈએ કેટલાક ઘરેલું નુસખાની જે તમારા ડ્રાઈ હાથની સમસ્યાને દુર કરી શકે છે.

(1) DIY સ્ક્રબનો ઉપયોગ : તમે DIY હેન્ડ સ્ક્રબનો ઉપયોગ પણ કરી શકો છો. તેના માટે તમે ઓટ્સ પાવડર અને સરસીયાનું તેલ મિક્સ કરી હાથમાં સ્ક્રબ કરો. તે ઉપરાંત, બ્રાઉન શુગર અને ઓલીવ ઓયલને મિક્સ કરીને પણ હાથ પર સ્ક્રબ કરી શકાય છે. તમારે પેસ્ટ ફોર્મ વાળી કંસીસ્ટંસી ક્રિએટ કરવાની છે અને તેને તમારા હાથ ઉપર ઘસ્યા પછી તેને સાફ કરો અને મોઈસ્ચરાઈઝ કરો.

(2) હેન્ડ માસ્ક : એવોકાડો કે કેળાની મદદથી તમે હેન્ડ માસ્ક બનાવી શકો છો. બંને માંથી કોઈ પણ વસ્તુ લઈને તેને છુંદી (મેશ કરી) લો. ત્યાર પછી 1 નાની ચમચી નારીયેલનું તેલ અને 1 નાની ચમચી જોજોબા (હોહોબા) ઓયલ મિક્સ કરીને તેને હાથ પર લગાવે. તમે ધારો તો તેમાં થોડા ટીપા લીંબુનો રસ પણ નાખી શકો છો. પણ ઘણા લોકોને લીંબુનો રસ સુટ નથી કરતો અને તેથી તેનો ઉપયોગ ન કરો.

(3) હ્યુમીડીફાયરનો ઉપયોગ : જો હાથની ત્વચા ખુબ ડ્રાઈ થઇ રહી છે અને તમારા શરીરની ત્વચા પણ ડ્રાઈ છે તો તમે રૂમમાં હ્યુમીડીફાયરનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારી ત્વચામાં મોઈસ્ચર આવશે.

તો આ હતી બધી રીતો જે તમારા હાથની સમસ્યાને દુર કરી શકે છે. આ આર્ટીકલને લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.

આ માહિતી હરજિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.