તમે જાણો છો ભૂઈ આંબળા ને? ભૂઈ આંબળા લીવરના રોગીઓ માટે વરદાન ખાસ જાણવા લાયક વનસ્પતિ

ભૂમિ આંબળા લીવરના સોજા, રીરોસિક, ફૈટી લીવર, બીલીરુબિન વધવા ઉપર, પોલીયોમાં, હેપેટાયટીસ ‘બી’ અને ‘સી’ માં, કીડની ક્રિએટીનીન વધવા ઉપર, મધુમેહ વગેરે માં ચમત્કારિક રીતે ઉપયોગી છે.

આ છોડ લીવર અને કીડનીના રોગોમાં ચમત્કારી લાભ કરે છે. તે વરસાદમાં પોતાની જાતે ઉગી નીકળે છે અને છાયાદાર નમી વાળી જગ્યાએ આખું વર્ષ મળે છે. તેના પાંદડાની નીચે નાનું ફળ ઉગે છે જે જોવામાં આંબળા જેવું જ દેખાય છે. તેથી તેને હિન્દી માં ભુઈ આંબળા કે ભૂમિ આંબળા કે ભૂ ધાત્રી પણ કહેવામાં આવે છે. ગુજરાતી માં ભોંય આંબલી અથવા હજાર દાણા અંગ્રેજી નામ Stone breaker, વૈજ્ઞાનિક નામ Phyllanthus niruri, કુંટુંબ Euphorbiacea છે.

આ છોડ લીવર માટે ખુબ ઉપયોગી છે. તેનો સંપૂર્ણ ભાગ, થડ સહિત ઉપયોગમાં આવી શકે છે. તેના ગુણ તેનાથી ખબર પડે છે કે ઘણા બાજીગર ભૂમિ આંબલાના પાંદડા ચાવીને લોખંડની બ્લેડ પણ ચાવી જાય છે.

વરસાદમાં તે મળી જાય તો તેને ઉખેડીને રાખી લો અને છાયામાં સુકવી લો. આ જ્ડ્ડી બુટ્ટી ની દુકાન પંસારી વગેરે પાસે થી સરળતાથી મળી જાય છે.

સાધારણ સેવન નું પ્રમાણ

અડધી ચમચી ચૂર્ણ પાણી સાથે દિવસમાં 2-4 વખત . કે પાણી સાથે ઉકાળીને ગાળી ને પણ આપી શકો છો. આ છોડનો તાજો રસ ખુબ ગુણકારી છે.

લીવરનો સોજો, બલીરૂબીન અને પોલીયોમાં ફાયદાકારક :

લીવરની આ સૌથી વધુ અસરકારક ઔષધી છે. લીવર વધી ગયું છે કે તેમાં સોજો છે તો આ છોડ તેને બિલકુલ ઠીક કરી દેશે. બલીરૂબીન વધી ગયું છે, પોલીયો થઇ ગયો છે તો આખા છોડને મૂળ સાથે ઉખાડીને, તેની રાબ સવાર સાંજ લો. સુકાઈ ગયેલ પાંદડાનો 3 ગ્રામ ની રાબ સવાર સાંજ લેવાથી વધેલ બાઈલીરૂબીન ઠીક થશે અને પોલીયોની બીમારી માંથી મુક્તિ મળશે.

પોલીયો કોઈપણ કારણથી થાય પોલીયોના રોગી મોતના મોઢામાં હોય તો પણ આ આપવાથી ખુબ જ લાભ થાય છે. બીજી દવાઓ સાથે પણ આપી શકો (જેમ કે કુટકી/રોહીતક/ભૃંગરાજ) એકલું પણ આપી શકો છો. પોલીયોમાં તેના પાંદડાની પેસ્ટ ને છાશ સાથે ભેળવીને આપવામાં આવે છે. વૈકલ્પિક રીતે તેની પેસ્ટ ને બકરીના દૂધ સાથે ભેળવીને પણ આપી શકાય છે. પોલીયોના શરૂઆતના લક્ષણ જોવા મળે તો પણ તેના પાંદડા ને સીધા ખાઈ શકાય છે.

ક્યારેય નહી થાય લીવરની તકલીફ.

જો વર્ષમાં એક મહિનો પણ તેની રાબ લેવામાં આવે તો આખું વર્ષ લીવરની કોઈ તકલીફ નહી થાય. LIVER CIRRHOSIS જેમાં યકૃતમાં ઘાવ થઇ જાય છે યકૃત સંકોચાય જાય છે તેમાં પણ ખુબ લાભ કરે છે. Fatty LIVER જેમાં યકૃતમાં સોજો આવી જાય છે તો પણ ખુબ લાભ કરે છે.

હેપેટાયટીસ ‘બી’ અને ‘સી’ માટે તે રામબાણ છે. ભુઈ આંબળા-શ્યોનાક-પુનર્નવા આ ત્રણે ને ભેળવીને તેનો રસ લો. તાજા ન મળે તો તેના પાંદડાની રાબ લેતા રહેવાથી આ બીમારી બિલકુલ ઠીક થઇ જાય છે.

ડી ટોક્સિફીકેશન

તેનાથી શરીરના વિજાતીય તત્વો ને દુર કરવાની અદ્દભુત શક્તિ છે.

મોઢામાં છાલા અને મોઢું પાકવા ઉપર

મોઢામાં છાલા હોય તો તેના પાંદડાનો રસ ચાવીને ગળી જાવ કે બહાર કાઢી નાખો. તે પેઢા માટે પણ સારું છે અને મોઢાને આવવા ઉપર પણ લાભ કરે છે.

સ્તનમાં સોજો અને ગાંઠ :

સ્તનમાં સોજો કે ગાંઠ હોય તો પાંદડાનો પેસ્ટ લગાવી દો પૂરો આરામ મળશે.

જલોદર કે અસાઇટીસ :

જલોદર કે અસાઇટીકમાં લીવરની કાર્ય પદ્ધતિને ઠીક કરવા માટે 5 ગ્રામ ભુઈ આંબળા-1/2 ગ્રામ કળુ – 1 ગ્રામ સુંઠની રાબ સવાર સાંજ લો.

ખાંસી :

ખાંસીમાં તેની સાથે તુલસીના પાંદડા ભેળવીને રાબ બનાવીને લો.

કીડની :

તે કીડની ના ઇન્ફેકશનને દુર કરે છે. તેની રાબ કિડનીના સોજાને દુર કરે છે. SERUM CREATINENE વધી ગયું હોય, પેશાબમાં ઇન્ફેકશન હોય તો ખુબ લાભ કરશે.

સ્ત્રી રોગોમાં :

પ્રદર કે પ્રમેહની બીમારી પણ તેનાથી ઠીક થાય છે. રક્ત પ્રદરની બીમારી થવા ઉપર તેની સાથે દૂબ નો રસ ભેળવીને 2-3 ચમચી સવાર સાંજ લો. તેના પાંદડા ગર્ભપાતને પ્રોત્સાહિત કરે છે. તેની ડાળીઓ અને બીજ નું પેસ્ટ તૈયાર કરીને ચોખાના પાણી સાથે આપવાથી મહિલાઓમાં રજોનીવૃતિના સમયમાં લાભ મળે છે.

પેટનો દુઃખાવો :

પેટના દુઃખાવો અને કારણ ન સમજાતું હોય તો તેની રાબ લઇ લો. પેટનો દુઃખાવો તરત શાંત થઇ જશે. તે પાચન પદ્ધતિને પણ સારી કરે છે.

શુગરમાં :

શુગરની બીમારીમાં ઘાવ ન ભરાતા હોય તો તેની પેસ્ટ વાટીને લગાવી દો. તેને કાળા મરી સાથે લેવામાં આવે તો શુગરની બીમારી પણ ઠીક થઇ જાય છે.

જુનો તાવ :

જુના તાવમાં અને ભૂખ ઓછી લગતી હોય તો, તેની સાથે જેઠીમધ અને ગળો ભેળવીને, રાબ બનાવીને લો. તેનો ઉપયોગ ઘરેલું ઔષધી તરીકે જેમ કે એપેટાઈટ, કબજીયાત, ટાઈફોઇ, તાવ, જવર અને શરદી માં કરવામાં આવે છે. મેલેરિયા ના તાવમાં તેના સંપૂર્ણ છોડની પેસ્ટ તૈયાર કરીને છાશ સાથે આપવાથી આરામ મળે છે.

આંતરડાનું ઇન્ફેકશન :

આંતરડાનું ઇન્ફેકશન ઉપર કે અલ્સર ઉપર તેની સાથે દુબ ને પણ મૂળ સાથે ઉખાડીને, તાજો અડધો કપ રસ લો. રક્ત સ્ત્રાવ 2-3 દિવસમાં જ બંધ થઇ જશે.

બીજા ઉપયોગ :

* ખંજવાળ થાય તો તેના પાંદડાનો રસ ઘસવાથી લાભ થાય છે.

* તેને મૂત્ર તથા જનનાંગ વિકારો માટે ઉપયોગ કરવામાં આવે છે.

* પ્લીહા અને યકૃત વિકાર માટે તેની ડાળીઓના રસને ચોખાના પાણી સાથે લેવામાં આવે છે.

* તેને અમ્લીયતા,અલ્સર,અપચો, અને દસ્તમાં પણ ઉપયોગ કરવામાં આવે છે.

* તેને બાળકોના પેટમાં જીવાત હોય તો આપવાથી લાભ મળે છે.

* તેના પાંદડા ઠંડા હોય છે.

* તેની ડાળીઓનો પેસ્ટ બાળકોને ઊંઘ લાવવા માટે કરવામાં આવે છે.

* તેના પાંદડાની પેસ્ટ આંતરિક ઘાવ સોજો અને તૂટેલા હાડકા ઉપર બહારથી લગાવવામાં કરવામાં આવે છે.

* એનીમિયા, અસ્તમાં, બ્રોકઈટીસ, ખાંસી, પેચીશ, સુજાક, હેપેટાઈસીસ, પોલીયો અને પેટના ટ્યુમર હોય તો ઉપયોગ કરી શકાય છે.

તેની કોઈ આડ અસર નથી :

લીવર કીડનીના રોગીઓ માટે ખાસ :

લીવર અને કિડનીના રોગીઓ ખાવામાં ઘી તેલ મરચા ખાટું કે દરેક પ્રકાર ની દાળ ઉપયોગમાં લેવાનું બંધ કરી દેવા જોઈએ. મગ ની દાળ અલ્પમાત્રા માં ઉપયોગ કરી શકે છે. તીખાશ માટે કાળા મરી અને ખટાશ માટે દાડમ ના દાણા નો ઉપયોગ કરવો જોઈએ. ભોજનમાં ચોખાનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. લીલા નારીયેલનું પાણી ખુબ સારું છે.

ભોજન :

(1) દરેક પ્રકારની દાળ બંધ કરી દો. માત્ર મગ (છોતરા વગર)ની દાળ લઇ શકો છો.

(2) લાળ મરચા, લીલા મરચા, આમચૂર, આંબલી, ગરમ મસાલા અને પેકેટનું મીઠું બંધ કરી દો.

(3) સિંધાલુ મીઠું અને કાળા મરી નો ઉપયોગ કરો ખુબ ઓછા પ્રમાણમાં.

(4) જો ખટાશ ખાવાનું મન થાય તો ખાટા સુકા દાડમ ના દાણા ઉપયોગમાં લો.

(5) રોજ લગભગ 50 ગ્રામ સુકી દ્રાક્ષ/દ્રાક્ષ/મુનક્કા (સુકી દ્રાક્ષ, ખજુર અને સુકા અંજીર પાણીમાં ધોઈને ખાવ.

(6) ચોખા રાંધતી વખતે જે પાણી (ઓસામણ) નીકળે છે તે લો. તે સ્વાસ્થ્ય માટે ખુબ ઉપયોગી છે.

(7) ઘઉં ના દલિયા, દૂધી નું શાક, પરવળનું શાક આપો.

(8) ભીંડો, દુધી,કોળું વગેરે ન ખાવું.

(9) સફેદ પેઠા (કુષ્માન્ડ જેની મીઠાઈ બનાવવામાં આવે છે) તે મળે તો તેનો રસ પીવો અને તેનું શાક ખાવ. પીળા રંગના પેઠા જેવા જેને કાશીફળ કે સીતાફળ કહે છે તે ન ખાવ.

વધુ જાણકારી માટે નીચે વિડીયો જોઈ લેજો

વિડીયો