આ સરળ ટિપ્સ અપનાવીને વધારે મહેનત કર્યા વિના કરો પોતાના ઘરની સાફ-સફાઈ.

ઘરની સાફ-સફાઈ માટે જરૂર અપનાવો આ ટિપ્સ, ઓછી મહેનતમાં વધારે સફાઈ.

સ્વસ્થ રહેવા માટે શરીરની સફાઈની સાથે સાથે ઘણું જરૂરી છે કે, તમે તમારા ઘરને પણ સ્વચ્છ રાખો. ઘરની સફાઈ માટે કોઈ વિશેષ અવસર કે દીવસની જરૂર નથી.

ઘરની સફાઈ કરવી દરેક મહિલા માટે કોઈ પડકારથી ઓછું નથી હોતું. પરંતુ એક ચોક્કસ પ્લાન સાથે તમે ઘરની સાફ-સફાઈ કરશો તો તમને જરાપણ થાકનો અનુભવ નહીં થાય. જો તમે ધારો તો થોડા દિવસોમાં તમારા ઘરને એકદમ સ્વચ્છ અને નવા જેવું બનાવી શકો છો. પરંતુ તેના માટે તમારે સૌથી પહેલા લીસ્ટ તૈયાર કરવું પડશે. ઘરમાં સફાઈ કરવા માટે તમારે નિર્ધારિત એરિયા નક્કી કરવો પડશે.

રસોડાની સફાઈ : દરેક ઘરમાં સૌથી મહત્વનો ભાગ રસોડું જ હોય છે. ખાસ કરીને મહિલાઓને આ સ્થાન ઘણું ગમે છે. મહિલાઓ જોબ કરવાવાળી હોય કે હાઉસવાઈફ હોય રસોડામાં તેમણે કામ કરવું જ પડે છે. રસોડું એવું સ્થાન છે જ્યાંથી મોઢાનો ટેસ્ટ અને શરીરના આરોગ્ય બંનેની કાળજી રાખી શકાય છે. તેવામાં સૌથી વધુ કામ ઘરના આજ ખૂણામાં થાય છે. તેવામાં રસોડાનું સ્વચ્છ હોવું ઘણું જ જરૂરી છે.

કેબીનેટની સફાઈ :

સ્ટેપ 1 – તેના માટે કેબીનેટમાં રાખવામાં આવેલો બધો સમાન બહાર કાઢી લો અને સુરક્ષિત સ્થાન ઉપર રાખી દો.

સ્ટેપ 2 – હવે તમારે પહેલા સુકા કપડાથી કેબીનેટને સાફ કરવાનું છે.

સ્ટેપ 3 – ત્યાર પછી 1 કપ વિનેગરમાં 1 કપ પાણી ભેળવો. આ મિશ્રણને સ્પ્રે બોટલમાં લઇ તેને કેબીનેટ પર સ્પ્રે કરો અને સુકા કપડાથી સાફ કરો. તેનાથી કેબીનેટની અંદર અને બહાર બંને તરફની સફાઈ થઇ જશે.

સ્ટેપ 4 – જો રસોડામાં વંદા ભેગા થઇ રહ્યા છે તો તમે આ ઘરગથ્થુ નુસખો અપનાવી શકો છો. તેજપત્તા ખરીદો. તે તેજપત્તાને મસળીને તેનો પાવડર બનાવો. તેને રસોડાના કેબીનેટસમાં નાખો. તેની તીવ્ર ગંધથી વંદા ભાગી જશે.

હવે વાત આવે છે કેબીનેટમાં રાખવામાં આવેલા કંટેનર્સની સફાઈની. જો તમે લાંબા સમયથી ફૂડ કંટેનર્સનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમારે તેને રેગ્યુલર સાફ કરતા રહેવું જોઈએ. તમે આ સ્ટેપ્સને ફોલો કરીને સરળતાથી કંટેનર્સને સાફ કરી શકો છો.

સ્ટેપ 1 – સૌથી પહેલા કંટેનર્સનો સમાન એક કડાઈમાં કાઢી લો અને તેને ઢાંકીને રાખી દો.

સ્ટેપ 2 – કંટેનર પ્લાસ્ટિકનું છે તો સૌથી પહેલા ડોલમાં ગરમ પાણી લો તેમાં 3 ચમચી બેકિંગ સોડા નાખો અને પછી તમામ કંટેનર્સને 1 કલાક માટે તેમાં નાખી દો.

સ્ટેપ 3 – હવે સ્ટીલ અને પ્લાસ્ટિક બંને કંટેનર્સને સ્વચ્છ પાણીથી ભરેલી ડોલમાં નાખો. બધા કંટેનર્સને લીંબુથી સાફ કરો. તમે ધારો તો થોડો સિરકા પણ તેમાં ભેળવી શકો છો.

સ્ટેપ 4 – ડાઘ જીદ્દી છે તો તેને સાફ કરવા માટે તમારે ક્લોરીન બ્લીચનો ઉપયોગ કરવો જોઈએ. પાણીમાં બ્લીચને ઓગાળો અને ડાઘ લાગેલા ડબ્બાને તેમાં નાખો. 15 મિનીટ માટે તેને બ્લીચ વાળા ઘોળમાં રહેવા દો અને પછી તેને સાબુથી સાફ કરો.

સ્ટેપ 5 – ડબ્બાને સુકાવા દો ત્યાર પછી તેને સ્વચ્છ કપડાથી સાફ કરી લો અને તેમાં બહાર કાઢવામાં આવેલી સામગ્રી ભરીને કેબીનેટમાં મૂકી દો.

ચીમનીની સફાઈ : ચીમનીમાં જામેલી ચિકાશ માત્ર ગરમ પાણીથી સાફ નથી થતી, તેને સાફ કરવા માટે કોસ્ટીક સોડા કે સોડીયમ હાઈડ્રોક્સાઈડનો ઉપયોગ કરો. બેફલ અને મેશ ફિલ્ટરવાળી ચીમનીઓમાં ડબલ લેયર્ડ ફિલ્ટર લાગેલા હોય છે. એવી ચીમનીઓને હંમેશા ગરમ પાણી અને સર્ફથી જ સાફ કરો. તેનાથી તેના બંધ છિદ્ર ખુલી જશે અને તે સારી રીતે સાફ થઇ જશે.

માઈક્રોવેવની સફાઈ : માઈક્રોવેવની અંદરથી ગ્રીલ અને રેક અને નોન સ્ટીક તવાને કાઢી લો અને કોસ્ટીક સોડાના પાણીમાં ભેળવીને તે બધા ઉપર લગાવી દો. 2 મિનીટ આ મિશ્રણને લાગેલું રહેવા દો. ત્યાર પછી પાણીથી સાફ કરો. તેનાથી ચીકાશ અને ડાઘ-ધબ્બા બધું સાફ થઇ જશે. તમે માઈક્રોવેવને ફુદીનાના પાંદડાથી પણ સાફ કરી શકો છો તેના માટે ફુદીનાના થોડા પાંદડાના પાણીમાં પલાળીને માઈક્રોવેવની અંદર રાખી દો. હવે 1 મિનીટ માટે માઈક્રોવેવને હીટ કરો અને પછી સ્વચ્છ કપડાથી તેને સાફ કરી લો. માઈક્રોવેવને બહારથી સાફ કરવા માટે લીંબુ અને સિરકાનો ઘોળ તૈયાર કરો અને સ્પંજની મદદથી તેને સાફ કરો. માઈક્રોવેવ નવા જેવું ચમકવા લાગશે.

મિક્સીની સફાઈ : આમ તો જયારે પણ તમે મિક્સર ગ્રાઈન્ડરનો ઉપયોગ કરી રહ્યા હોય ત્યારે તમારે તેને સાફ કરતા જ રહેવું જોઈએ. પરંતુ મિક્સીની ઝાર ઉપરાંત મિક્સી મોટર બોડીને પણ સાફ કરવું જરૂરી છે. તેના માટે આ સ્ટેપ ફોલો કરો.

સ્ટેપ 1 – ગરમ પાણીમાં કપડાને ડુબાડીને મિક્સર ગ્રાઈન્ડરની મોટર બોડીને લૂછો.

સ્ટેપ 2 – હવે લીંબુનો રસ આખી મોટર બોડી ઉપર લગાવો. ત્યાર પછી લીંબુની છાલથી તેને ઘસો.

સ્ટેપ 3 – વધુ ડાઘ લાગેલા છે તો તમારે બેકિંગ પાવડર અને પાણીની પેસ્ટ તૈયાર કરી તેને મિક્સીની મોટર બોડી ઉપર લગાવો અને 15 મિનીટ માટે રહેવા દો. ત્યાર પછી તેને ઘસીને સાફ કરો. તેનાથી ગંધ અને ડાઘ બંને દુર થઇ જશે.

સ્ટેપ 4 – છેલ્લે મિક્સીની ઝાર પણ લીંબુના રસથી સાફ કરો.

વોટર ફિલ્ટરની સફાઈ : વોટર ફિલ્ટર જો કાટ્રીજ વાળું વાપરો છો તો સમયસર તેની કાટ્રીજ ચેંજ કરાવો, પરંતુ સાથે જ તેની બોડીની સફાઈ ઘણી જરૂરી છે. ઘણી વખત રસોડાની બીજી વસ્તુની સફાઈ વચ્ચે આપણે વોટર ફિલ્ટરને સાફ કરવાનું જ ભૂલી જઈએ છીએ. પરંતુ તે ઘણું જરૂરી છે. તેની બોડીને પણ તમે લીંબુના રસ કે પછી બેકિંગ સોડાના ઘોળથી સાફ કરો.

ગેસ સ્ટવની સફાઈ : ગેસ સ્ટવ ઉપર રોજ ખાવાનું બનાવતી વખતે, તેલ, ઘી મસાલા સાથે જ ઘણી વખત બળવાના નિશાન રહી હાય છે, તે સામાન્ય સફાઈથી નથી જતા. એટલા માટે તમારે આ ઘરગથ્થુ ટીપ્સને અજમાવવી જોઈએ. એક જીપ પેકેટ લો તેમાં અમીનિયા એસીડ નાખો. આ બેગમાં ચુલાના બર્નરને આખી રાત માટે મૂકીને રાખો. બીજા દિવસે તે તમને સાફ મળશે. ચુલા ઉપર બેકિંગ સોડાનો છંટકાવ કરો. ત્યાર પછી થોડા સમય માટે તેને એમ જ છોડી દો. પાછળથી વાસણ ધોવા વાળા સ્પંજને પાણીમાં ડુબાડીને ચુલાને સાફ કરો. તેનાથી ચુલા ઉપર જામેલી ચીકાશ ગાયબ થઇ જશે અને ચૂલો ચમકવા લાગશે. જો ચુલા ઉપરની ચીકાશ કાઢવી છે તો તેને ગરમ પાણીથી સાફ કરો.

ફ્રીજની સફાઈ : સૌથી પહેલા ફ્રીજમાં રહેલા બધા શાકભાજી અને ફળને બહાર કાઢી લો. ફ્રીજને ડી-ફ્રોસ્ટ કરી દો. ફ્રીજ માંથી દુર્ગંધ આવી રહી છે તો બેકિંગ સોડા કે પછી લીંબુના રસથી ફ્રીજને અદંર અને બહારથી લૂછો. એક વાટકીમાં સાધારણ ગરમ પાણી લઈને તેમાં મીઠાનો ઘોળ લો અને આખા ફ્રીજને તેનાથી લૂછો. છેલ્લે સુકા કપડાથી ફ્રીજને સાફ કરી લો.

સિંક અને સિંકની નીચેના ભાગની સફાઈ : ½ કપ સિરકા અને 1 કપ બેકિંગ સોડા લો. સિંકમાં પહેલા સોડા નાખો અને પછી સિરકા. એમ કરવાથી પરપોટા થશે. અડધા કલાક માટે એમ જ રહેવા દો. પછી ધીમે ધીમે ગરમ પાણી નાખો તેનાથી સિંકની પાઈપ સાફ થઇ જશે. બેકિંગ સોડા અને પાણીની પેસ્ટ બનાવીને સિંકની અંદર અને બહારની તરફથી ઘસીને સાફ કરો. તે નવા જેવું ચમકવા લાગશે. લીમડામાં એંટી બેક્ટીરીયલ ગુણ હોય છે. સિંક સાફ કરવા માટે લીમડાના પાંદડાને પાણીમાં ઉકાળી લો અને તે પાણીથી સિંક સાફ કરો. આ પાણીથી સિંકની નળીને પણ સાફ કરો.

ગેસ સ્ટવ સ્લેબ : રસોડામાં ખાવાનું બનાવતી વખતે સૌથી વધુ ગેસ સ્ટવ સ્લેબ જ ખરાબ થાય છે. તેની ઉપર લાગેલા પથ્થર સાફ રાખવા જરૂરી છે. તેના માટે તમે ડીટર્જેન્ટ કે લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો. તેનાથી સ્લેબને ઘસો ડાઘ-ધબ્બા પણ સાફ થઇ જશે અને ચીકાશ પણ.

રસોડામાં લાગેલી ટાઈલ્સ : રસોડાની ટાઈલ્સને સાફ કરવા માટે બ્લીચ અને પાણીને સરખા ભાગે ભેળવી લો. આ મિશ્રણથી ટાઈલ્સને સાફ કરો. ટાઈલ્સના સાંધાને સાફ કરવા માટે જુના ટુથબ્રશનો ઉપયોગ કરો. આ કામ રસોડાના મોજા પહેરીને કરો.

રસોડાની દીવાલોની સફાઈ : જો રસોડામાં જાળા લાગી ગયા છે તો તમે મોટી સાવરણીથી તેને સાફ કરો સાથે જ એ વાતનું ધ્યાન રાખો કે, એમ કરતી વખતે વાસણને કોઈ કપડાથી ઢાંકી દો. દીવાલોમાં તિરાડ છે અને તેમાંથી કીડીઓ આવી રહી છે, તો તમારે તે તિરાડમાં સફેદ મીઠું ભરી દેવું જોઈએ. તેનાથી કીડીઓ ભાગી જશે. દીવાલો સાથે જ રસોડાની છતને પણ સાફ કરો. જો રસોડામાં સીલીંગ ફેન લાગેલો છે તો તે પહેલા સુકા કપડાથી સાફ કરો. પછી ભીના કપડાથી સાફ કરો.

ટ્યુબલાઈટ અને બલ્બને પણ પહેલા સુકા કપડાથી સાફ કરો અને પછી ભીના કપડાથી સાફ કરો. રસોડામાં લાગેલા નળને લીંબુ અને બેકિંગ સોડાના ઘોળથી સાફ કરો. તેને ઘસવા માટે ટુથબ્રસનો ઉપયોગ કરો. રસોડાની બારીઓમાં ચિકાશ જામી ગઈ છે તો તમારે તેને સુકા કપડાથી સાફ કરીને પછી ડીશ વોશર જેલથી તેની સફાઈ કરવી જોઈએ.

ફ્લોરની સફાઈ : રસોડાના ફ્લોર ઉપર આમ તો રોજ પોતું લગાવવું જોઈએ. પરંતુ વિશેષ સફાઈ માટે તમારે ડીટર્જેન્ટ કે જંતુનાશકનો ઉપયોગ કરવો જોઈએ. સ્વચ્છ કપડાના પોતાથી જ પોતું લગાવો. રસોડામાં કીડીઓ હોય તો પોતાના પાણીમાં 1 મોટી ચમચી મીઠું નાખી દો. ફ્લોર ઉપર કોઈ વસ્તુ ચોંટી છે તેને દુર કરવા માટે પોતાને ગરમ પાણીથી લગાવો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.