રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડે છે સૌથી મોંઘા કલાકાર, જાણો અનુપમાના શો ના દરેક કલાકારોની ફી.

આટલી મોટી ફી લે છે અનુપમાના આ 12 કલાકારો, રૂપાલી ગાંગુલીની ફી જાણીને ચોંકી જશો.

અનુપમા સીરીયલમાં શાહ પરિવાર હંમેશા રૂપિયા-પૈસા માટે રડતા રહે છે. વનરાજના ઘરમાં હંમેશા પૈસાની તંગી રહે છે. તે વાત અલગ છે કે અસલ જીવનમાં અનુપમા સીરીયલના કલાકારો મોટી કમાણી કરે છે. આ કલાકારો એક એપિસોડમાં કામ કરવા માટે મોટી રકમ લે છે. અને મેકર્સ પણ આ કલાકારોને આટલી મોટી ફી આપવા માટે રાજી થઇ જાય છે.

રૂપાલી ગાંગુલી : રૂપાલી ગાંગુલી આ સીરીયલમાં અનુપમાનું પાત્ર ભજવવા માટે કુલ 60 હજાર રૂપિયા લે છે.

ગૌરવ ખન્ના : ગૌરવ ખન્ના અનુજ કપાડિયા બનવા માટે માત્ર 35 હજાર રૂપિયા ફી લે છે. ઘણા ઓછા સમયમાં જ ગૌરવ ખન્નાએ લોકોના દિલ ઉપર રાજ કરવાનું શરુ કરી દીધું છે.

મદાલસા શર્મા : મદાલસા શર્મા અનુપમા સીરીયલમાં કાવ્યાના પાત્રમાં જોવા મળે છે. કાવ્યા બનવા માટે મદાલસા શર્મા 35 હજાર રૂપિયા ફી વસુલે છે.

સુધાંશુ પાંડે : અનુપમા સીરીયલના અડધા કલાકના એપિસોડમાં કામ કરવા માટે સુધાંશુ પાંડે 50 હજાર રૂપિયા લે છે.

પારસ કલનાવત : ફી ની બાબતમાં પારસ કલનાવત પણ કોઈથી ઓછા નથી. એક એપિસોડમાં દેખાવા માટે પારસ કલનાવત 40 હજાર રૂપિયા ફી લે છે.

અનધા ભોસલે : સમરની થનારી પત્ની એટલે નંદીનીનું પાત્ર ભજવનારી અનધા ભોસલેની ફી પણ ઘણી વધુ છે. અનધા ભોસલે એક એપિસોડ માટે 26 હજાર રૂપિયા ચાર્જ કરે છે.

મુસ્કાન બામને : મુસ્કાન બામનેને એક એપિસોડ માટે 27 હજાર રૂપિયા મળે છે.

આશિષ મલ્હોત્રા : અનુપમાનો મોટો દીકરો પારીતોષ હાલમાં બેરોજગાર છે. આમ તો અસલ જીવનમાં આશિષ મલ્હોત્રા ઘણા રૂપિયા કમાઈ લે છે. અનુપમા સીરીયલમાં કામ કરવા માટે આશિષ મલ્હોત્રા 33 હજાર રૂપિયા ફી લે છે.

નિધિ શાહ : અનુપમા સીરીયલની કિંજલ એટલે નિધિ શાહ પણ મેકર્સ પાસે મોટી રકમ લે છે. નિધિ શાહની ફી 32 હજાર રૂપિયા છે.

અરવિંદ વૈધ્ય : ભલે શો માં બાપુજી પાસે કોઈ કામ ન હોય પણ અસલ જીવનમાં બાપુજીનો પગાર જોરદાર છે. બાપુજી બનવા માટે અરવિંદ વૈધ્ય 25 હજાર રૂપિયા લે છે.

અલ્પના બુચ : અનુપમાની બા એટલે અલ્પના બુચને એક એપિસોડમાં કામ કરવા માટે 26 હજાર રૂપિયા મળે છે.

તસ્મિન શેખ : અનુપમા સીરીયલમાં વિલેન રાખી દવેને પોતાના રૂપિયાનો ઘણો ઘમંડ છે. અને અસલ જીવનમાં રાખી ઘણા રૂપિયા કમાય છે. તસ્મિન શેખ એક એપિસોડના શુટિંગ માટે 25 હજાર રૂપિયા વસુલે છે.

આ માહિતી બોલીવુડ લાઈફ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.