માણસોનું તો ભલું પૂછો પણ આ પક્ષીઓ અને પ્રાણીઓ આજીવન પોતાના લાઈફ પાર્ટનરનો સાથ આપે છે.

આજીવન પોતાના સાથીને સમર્પિત રહે છે આ 10 પ્રાણીઓ અને પક્ષીઓ, તેમની પાસેથી માણસે શીખવા જેવું છે.

આ સંસારમાં મોટાભાગના દરેક વ્યક્તિ ‘પ્રેમ’ શોધે છે અને એક એવા જીવનસાથી ઈચ્છે છે જે આજીવન તેમની સાથે રહે. પરંતુ શું હકીકતમાં એવા જીવનસાથીઓ અસ્તિત્વમાં છે? માણસોનું તો ચોક્કસ કાંઈ કહેવાય નહીં પણ કેટલાક એવા પ્રાણીઓ વિશે માહિતી મળી છે જેઓ પોતાના પાર્ટનરને ખુબ પ્રેમ કરે છે. આવો, જાણીએ તેમના વિશે.

પોપટ : પોપટ પોતાના સાથી માટે સૌથી વફાદાર પ્રાણીઓમાંથી એક છે. તેમને ખુશ રહેવા માટે તેમના પિંજરામાં એક જીવનસાથીની જરૂર હોય છે. એકવાર પરિચિત થયા પછી, તેઓ એકબીજાનો સાથ છોડતા નથી. જીવનસાથી દુનિયા માંથી વિદાય લે તે ઘટના પોપટ માટે ભયાનક હોય છે.

જળબિલાડી : જળબિલાડી પોતાના જીવનસાથી અને પરિવાર બંનેની ખૂબ કાળજી લે છે. તે અંત સમય સુધી પોતાના જીવનસાથીનો સાથ છોડતા નથી.

પેંગ્વિન : પેંગ્વીન ભરોસાપાત્ર અને આખા જીવન માટે સાથી પસંદ કરે છે. તેમના જીવનસાથીની દુનિયા માંથી વિદાયની તેમના પર ઊંડી અસર પડે છે.

હંસ : જ્યારે હંસ પોતાના સંભવિત સાથીઓને મળે છે, ત્યારે તેઓ એકબીજા સાથે તરે છે અને પોતાના ગળા દ્વારા એક વિશિષ્ટ આકાર બનાવે છે જે તમે જોયો જ હશે. તેઓ પોતાના જીવનસાથી સાથે જીવનભર સંબંધ રાખે છે અને કોઈ એકની દુનિયામાંથી વિદાય પછી પણ અન્ય કોઈ જીવનસાથીની શોધ કરતા નથી.

લંગુર : આ પ્રાણીઓ પણ પોતાનો એક જ સોલમેટ પસંદ કરે છે. લંગુર તેમના દિવસો એક સાથે પસાર કરે છે, અને સંસાધનો ભેગા કરી પોતાના સંતાનોની સંભાળ રાખતા રાખતા જીવન પસાર કરે છે.

વરુ : વરુઓ તેમના સાથી પ્રત્યે અત્યંત વફાદાર હોય છે, અને પોતાના નાના બચ્ચાની રક્ષા કરતા કરતા દુનિયા પણ છોડી દે છે.

એન્જલફિશ : ફ્રેન્ચ એન્જલફિશ અને તેનો સાથી હંમેશા માટે સાથે રહે છે, અને એકબીજાને અન્ય માછલીઓથી સુરક્ષિત રાખે છે.

ઘુવડ : ઘુવડ પોતાના સાથીને ખૂબ પ્રેમ કરે છે. તેઓ માત્ર એક જ વ્યક્તિ માટે પોતાનું જીવન સમર્પિત કરે છે, અને તેમને બચાવવા માટે દુનિયા પણ છોડી દે છે.

ગીધ : બાલ્ડ પ્રજાતિના ગીધ (bald eagle) આજીવન પોતાના સાથીનો સાથ આપે છે. તેઓ એકસાથે માળો બાંધે છે અને વારાફરતી પોતાના સંતાનોની સંભાળ રાખીને, હૂંફ પૂરી પાડે છે અને ખોરાકની શોધ પણ કરે છે.

ઉધઈ : આ વાંચવામાં વિચિત્ર લાગશે પણ ઉધઈની કેટલીક પ્રજાતિઓ આજીવન પોતાના સાથીનો સાથ નિભાવે છે.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.