બિગ બીએ KBC મજબૂરીમાં હોસ્ટ કર્યું હતું, ખરાબ સમય યાદ કરતા જણાવ્યું ‘પરિસ્થિતિ એવી હતી કે…’

જાણો કેમ અમિતાભ બચ્ચનને મોટા પડદા પરથી નાના પડદા પર કામ કરવા આવવું પડ્યું.

અભિનેતા અમિતાભ બચ્ચન ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ 13’ હોસ્ટ કરી રહ્યા છે. તાજેતરમાં આ શોએ 1000 એપિસોડ પૂરા કર્યા છે. ‘કૌન બનેગા કરોડપતિ’ ની શરૂઆત વર્ષ 2000 માં થઈ હતી. અમિતાભ આ શો સાથે 21 વર્ષથી જોડાયેલા છે. 1000 મા એપિસોડના ટેલિકાસ્ટ દરમિયાન અમિતાભ ભાવુક થઈ ગયા હતા. બિગ બીના જીવનમાં ‘KBC’ એ મહત્વની ભૂમિકા ભજવી છે. આ શો એ અભિનેતાને તે મુશ્કેલ સમયમાંથી બહાર કાઢ્યા જ્યારે અમિતાભ હતાશ હતા અને દેવામાં ડૂબી ગયા હતા.

1000 મા એપિસોડના ટેલિકાસ્ટના ખાસ અવસર પર, નિર્માતાઓએ અમિતાભની પુત્રી શ્વેતા નંદા અને પૌત્રી નવ્યા નવેલી નંદાને બોલાવ્યા. તેમજ અભિનેતાની પત્ની જયા બચ્ચન પણ વીડિયો કોલ દ્વારા શો માં જોડાઈ હતી. શો માં શ્વેતા અને નવ્યાએ અમિતાભ વિશે ઘણી ફની વાતો કહી. આ એપિસોડમાં બિગ બી ઈમોશનલ થઈ ગયા જ્યારે દીકરી શ્વેતાએ અમિતાભને પૂછ્યું, ‘પપ્પા, મારે તમને એક વાત પૂછવી છે. આ શો નો 1000 મો એપિસોડ છે. તમને કેવું લાગે છે?’

તેના જવાબમાં અમિતાભે કહ્યું – ’21 વર્ષ થઈ ગયા છે. વર્ષ 2000 માં આની શરૂઆત કરવામાં આવી હતી. તે સમયે અમને ખબર ન હતી. બધા કહેતા હતા કે તમે ફિલ્મથી ટેલિવિઝન તરફ જઈ રહ્યા છો. મોટા પડદા પરથી નાના પડદા પર આવી રહ્યા છો. તેનાથી તમારી ઈમેજ ખરાબ થઇ શકે છે. પરંતુ અમારા પોતાના કેટલાક સંજોગો એવા હતા કે મને લાગ્યું કે, મને ફિલ્મોમાં જે કામ મળતું હતું તે નથી મળી રહ્યું, પરંતુ જે રીતે પહેલા પ્રસારણ પછી જેવું રિએક્શન આવવાનું શરૂ થયું, તો એવું લાગ્યું કે આખી દુનિયા બદલાઈ ગઈ છે.’

અમિતાભે આગળ કહ્યું – ‘સૌથી સારી વાત એ છે કે અમારા ત્યાં જેટલા પણ સ્પર્ધકો આવ્યા. દરરોજ, મને દરેક સ્પર્ધકો પાસેથી કંઈક શીખવા મળ્યું.’ આ પછી ‘કૌન બનેગા કરોડપતિ’ અને અમિતાભની જર્નીનો વીડિયો ચલાવવામાં આવ્યો હતો. 3 જુલાઈ 2000 થી અત્યાર સુધીની સફર જોઈને અમિતાભ રડી પડ્યા હતા. સેટ પર થોડીવાર મૌન છવાઈ ગયું. બધાની આંખમાં આંસુ હતા.

આ માહિતી બોલીવુડ તડકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.