અક્કલગરો એકમાત્ર એવી ઔષધી છે જેનાથી તોતડાપણું અને મીર્ગી જેવા રોગ ઠીક થઇ જાય છે.

 

* અક્કલગરો નો છોડ અલ્જીરિયામાં સૌથી વધુ પ્રમાણમાં ઉત્પન થાય છે. ભારતમાં તે કાશ્મીર, આસામ, બંગાળમાં ખાડી વિસ્તારમાં, ગુજરાતમાં અને મહારાષ્ટ્રની ફળદ્રુપ જમીનમાં ક્યાંક ક્યાંક ઉગે છે.

* વરસાદની શરૂઆતમાં તેનો ઘટાદાર છોડ ઉગવાની શરૂઆત કરે છે. અક્કલગરાનું થડ જાડુ અને ગ્રંથીયુક્ત હોય છે. અક્કલગરાની છાલ કડવી અને મેલા જેવા રંગની હોય છે.

* તેના ફૂલ પીળા રંગના સુગંધ વગરના અને ગોળ આકારમાં થાય છે. મૂળ 8 થી 10 સેમી લાંબા અને લગભગ 1.5 સેમી પહોળી તથા મજબુત અને ઘાટી હોય છે.

ગુજરાત માં અક્કલગરા નો ઉપયોગ આદિવાસી ઓ માં ઘણો છે એ વર્ષોથી અક્કલગરા ને ઘણા ઈલાજ માં વાપરતા આવ્યા છે.

જે બાળકોની જીભ મોટી હોય છે તે સારી રીતે બોલી નથી શકતા.(તોતડાપણું) એના ઈલાજ માટે મધની સાથે અક્કલગરાના સૂકા ફૂલોનું ચૂર્ણ લગભગ 250 મિ.ગ્રા. (અલ્પમાત્રા માં) દિવસમાં બેવાર બાળકોને આપો. સાથે જ તેમની જીભ ઉપર ચૂર્ણ ચોપડો. આ સમસ્યા દૂર થઈ જશે.

જાણો અક્કાલગરા નાં બીજા ઈલાજ માટે નીચે

સામગ્રી :

(1) અક્કલગરા વાટેલો : 15 ગ્રામ

(2) દ્રાક્ષ ના બીજ : 30 ગ્રામ

દવા બનાવવાની રીત :

* 15 ગ્રામ વાટેલો અક્કલગરો અને 30 ગ્રામ દ્રાક્ષ નાં બીજ ભેળવીને તેની ચણાના આકારની ગોળીઓ બનાવી છાયામાં સુકવી લો.

* તેને સવાર સાંજ એક એક ગોળી લેવાથી લકવા અને વાટેલો અક્કલગરો નાકથી સુંઘવાથી મીર્ગીનો રોગ એકદમથી મટી જાય છે.

કઈ વાતોનું ધ્યાન રાખવું :

અક્કલગરાનો બાહ્ય પ્રયોગ વધુ પ્રમાણમાં કરવાથી ત્વચાનો રંગ લાલ થઇ જાય છે તથા તેની ઉપર બળતરા થાય છે.

* જો તેનું સેવન વધુ પ્રમાણમાં કરવામાં આવે તો તેનાથી નાડીની ગતી વધવી, દસ્ત લાગવું, જીવ ગભરાવો, ઉબકા આવવા, બેભાન રહેવું, રક્તપિત્ત વગેરે આડ અસર ઉભી થઇ શકે છે.

* ફેફસા માટે પણ તે નુકશાનકારક હોય છે, કેમ કે તેનાથી ફેફસા ની ગતી વધી જાય છે.

સૂતરાઉ કપડાની અંદર અક્કલગરાને બાધીને બાળકોના ગળામાં બાંધીને રાખવા થી મિરગીના હુમલા સારા થઈ જાય છે.

વધુ જાણકારી માટે નીચેની વિડીયો જુયો

વિડીયો