આ વ્યક્તિ એક દિવસમાં કોકોકોલાના 10 કેન પી ગયા. હવે જુઓ કેવા હાલ થઇ ગયા છે

જોર્જે વધુ પ્રમાણમાં શુગર વિરુદ્ધ પોતાના અભ્યાનને શરુ કરવાનો વિચેર કર્યો અને એક પ્રયોગ પોતાની ઉપર કર્યો અને જાણવા મળ્યું કે આ મીઠા ઝેરથી શરીર ઉપર શું શું અસર થાય છે. તેમણે પોતાના આ પ્રયોગમાં એક મહિના સુધી સતત કોકોકોલાના 10 કેન રોજ પીવાનું શરુ કર્યું. તેનાથી જોર્જનું વજન ખુબ ઝડપથી વધવા લાગ્યું

આ અસ્વસ્થ વિકાસ માટે ઘણું બધું કર્યું છે અને હજી પણ હાઈ શુગરના વેપારના ભય વિષે કહેવામાં આવે છે કે તેમાં કોકોકોલા અને પેપ્સીની ખુબ જ મોટી ભૂમિકા છે. આ વિચારને હકીકતમાં કાર્યવાહી દ્વારા સમર્થન મળેલ નથી. આજે આ કંપનીઓ આ પીણાને ખુબ જ વધુ પ્રમાણમાં ઉત્પાદન કરી રહી છે.

જુઓ એક મહિના પછી તેઓ કેવા લાગવા લાગ્યા મિત્રો રાજીવભાઈએ ૨૦ વર્ષથી પણ વધુ સમય સુધી આ સોફ્ટ ડ્રીંકની કંપનીઓ વિરુદ્ધ અભિયાન ચલાવેલ જેની દેશ ઉપર ખુબ જ ગંભીર અસર જોવા મળી અને લોકોએ આ ઝેરીલા પદાર્થને પીવાનું બંધ કરી દીધું. રાજીવભાઈ પણ તેનો ટેસ્ટ કરાવ્યો હતો અને લાબોરેટરી ના રીપોર્ટના આધારે લોકોને જાગૃત કરતા હતા.

ઠંડા પીણાં પીવાના 10 મિનિટ પછીથી જ શરીર ની અંદર નુકશાન ની શરૂઆત થઈ જાય છે. આવો જાણીએ આ વિશે વિસ્તારથી…

1. 10 મિનિટ પછી- ઠંડા પીણાં પીધા પછીના શરૂઆતના 10 મિનિટમાં જ શરીરમાં 10 ચમચી જેટલી ખાંડ શરીર માં જતી રહે છે. આટલી ખાંડ ખાધા બાદ પણ તમે તરત ઉલ્ટી કરતા નથી, કેમકે આમાં ફોસ્ફોરિક એસિડ હોય છે, જે સ્વાદ જાળવી રાખે છે.

2. 20 મિનિટ પછી – અતિશય ખાંડના કારણે ઈન્સુલિન નું પ્રમાણ વધી જાય છે, જેને લીવર તરત ચરબીમાં રૂપાંતર કરે છે. શરીરમાં ખાંડના વધુ પ્રમાણથી તમે ધીરે ધીરે ચિડાયેલા અને સુસ્ત બનવા લાગો છો. તમારી સ્થિતિ શરાબી વ્યક્તિની જેવી બની જાય છે. સતત ઠંડા પીણાં પીવાની આદતને લીધે શરીરમાં પાણીની અછત, દાંત અને હાડકાં નબળા પડવા લાગે છે.

3. 40 મિનિટ પછી- જ્યારે કેફીન શરીરમાં સંપૂર્ણપણે ભળી જાય છે, ત્યારે આંખોની કીકી ફેલાતી જાય છે. બ્લડ પ્રેશર વધી જાય છે અને લીવર, શરીરમાં રહેલી વધુ ખાંડને રુધિરવાહિનીઓમાં મોકલવા લાગે છે.

4. 45 મિનિટ પછી – મગજ માં ડોપામાઈન રસાયણ નો સ્ત્રાવ ખુબ જ વધી જવાથી વ્યક્તિને હેરોઇનના નશા જેવું લાગવા લાગે છે.

ડાયાબિટીસ અને મેદસ્વીતા આવે છે

હોવર્ડ સંશોધકોના જણાવ્યા મુજબ, જે લોકો ઠંડા પીણા પીવે છે તેઓમાં 1.6 વખત સ્થૂળતાનું જોખમ વધી જાય છે. આવા લોકો જે દરરોજ ઠંડા પીણા પીવે છે, તેમને બે પ્રકારના ડાયાબિટીસ ના ભોગ બનવાની શક્યતા 80 ટકા વધી જાય છે.

ડોક્ટર શું કહે છે?-

ઠંડા પીણા પીવાથી શરીરમાં એસિડનું પ્રમાણ વધી જાય છે. આમાં સુગરનું પ્રમાણ પણ વધુ હોય છે, જે ચરબી પણ વધારે છે અને અન્ય નુકશાન પણ પહોંચાડે છે. એક કેન ઠંડા પીણા 400 કેલરી વધારે છે. આ ખરાબ કેલરી હોય છે, જે શરીર માટે ખુબ જ નુકશાનકારક હોય છે. નિયમિતપણે ઠંડા પીણા પીવાથી ફેટી લીવર નામની બીમારી વધવા લાગે છે.- ડૉ. રમેશ રૂપરાય, એચઓડી અને ડિરેક્ટર, ગેસ્ટ્રોએન્ટરોલોજી, ફોર્ટિસ હોસ્પિટલ.

ઠંડા પીણા અને ચિપ્સ યુવાનો દ્વારા ખાદ્ય ચીજોમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. તેના સતત ઉપયોગથી સ્વાસ્થ્ય ને લગતા રોગો થાય છે. તેનાથી ખુબ જ ઝડપથી સ્થૂળતા વધે છે. સાથે જ સુગરનું પ્રમાણ પણ વધે છે, જે નુકશાનકર્તા છે. આવામાં ઠંડા પીણા અને ચિપ્સ નું સેવન ના કરવું જોઈએ. ખાસ કરીને બન્ને ને એકસાથે બિલકુલ ના લેવા જોઈએ.- ડૉ. સંદીપ કુમાર માથુર, વરિષ્ઠ અધ્યાપક અને એચઓડી, એન્ડોક્રાઇનોલોજી, એસએમએસ.

મિત્રો જો તમે પણ ઇચ્છો તો તમે આ પ્રયોગને તમારા ઘરે કરીને જોઈ શકો છો. આ માટે તમારે વિડીયોમાં દર્શાવ્યા પ્રમાણે કરવું પડશે ..અને તેના પછી તમને જાતે જ સમજાઈ જશે કે આપણે આ સોફ્ટ ડ્રિન્ક કેમ ના પીવું જોઈએ.

જયારે તમે સોફ્ટ ડ્રિન્ક ને ઉકાળશો ત્યારે એમાં જેટલું પાણી હશે તે બધું બળી જશે અને જે બચશે તેને જોઈને તમારા હોંશ ઉડી જશે.

તમે  વિડિઓમાં જોશો કે જ્યારે આપણે સોફ્ટ ડ્રિન્કને દૂધની જેમ ઉકાળીએ છીએ ત્યારે તેમાંથી બધું પાણી બળી જાય છે અને બચી જાય છે ફક્ત ને ફક્ત એ પદાર્થ જે તમારા શરીર માટે ખુબ જ હાનિકારક છે, જે તમારા સુગર લેવલ ને એટલું વધારી દે છે કે ડૉક્ટર પણ હાથ ઊંચા કરી દેશે… હવે તમે જાતે નક્કી કરો કે તમારે આ નકામુ સોફ્ટ ડ્રિન્ક પીવું છે કે શેરડી, મોસંબી, સંતરાં વગેરે નું જ્યુસ પીવું છે.

આ વિડિઓ માં જુઓ જયારે એને ગરમ કરવામાં આવે છે ત્યારે શું થાય છે

વિડીયો