આ હાર્ટટચિંગ વિડીયો ૩૭ લાખ થી વધુ લોકો એ જોયો છે, આ યુવાનો નો ઉત્શાહ વધારવા સેર જરૂર કરજો

કહેવાય છે કે,ભણતરમાં કોઇ ભાગ પડાવી શકતું નથી ! અને માટે જ અભ્યાસ કરવો ખુબ અગત્યનો છે.બાળપણમાં દિલ દઇને કરેલો અભ્યાસ આગળ જતાં તમારા ભવિષ્યને સોને મઢી શકે છે.પણ જો બાળપણમાં જ ભણતરથી કંટાળીને “રખડે એ રાજા” જેવી ખોટી અફવાઓના રવાડે ચડી ગયા હોઇએ તો શું થાય ?

અને તો શું થાય એને લગતો એક સુંદર વિડિયો યુ-ટ્યુબ પર ઉત્તર ગુજરાતના પાટણના Nortiya Brothers Group એ તેમની ચેનલમાં અપલોડ કર્યો છે. જેને ત્રીસ લાખ થી વધુ લોકોએ માણ્યો છે અને ઘણી અન્ય ચેનલો પર પણ શેર થઇને અપલોડ થયો છે, સોશિયલ મિડિયા જેવા કે ફેસબુક અને વોટ્સએપ ઉપરાંત ઇન્સટાગ્રામ પર પણ આ વિડિયો દેખા દે છે.

વિડિયો એક નાનકડા ગ્રુપએ બનાવેલો છે.અત્યારે ઘણાં વિડિયો લોકો મોબાઇલ દ્વારા બનાવીને અને થોડા લોકોને એકઠા કરીને પછી એને અપલોડ કરે છે.આ ચલણ ખાસ્સું વધ્યું છે.આવા જ પ્રકારનો આ વિડિયો છે,પણ બહુ ધારદાર સંદેશ છોડી જાય છે !જેમાં બે છોકરાં અને ત્રણ યુવાનો ગામઠી ભાષામાં અભિનય કરતાં જોવા મળે છે.ઉત્તર ગુજરાતની ગામઠી બોલીના લીધે વિડિયો મજેદાર બન્યો છે.

શું કહેવા માંગે છે ?

ભમણ અને રમણ નામના બે ગામડિયા મિત્રો સાથે શાળાએ જતાં હોય છે.ભમણ આળસુ,નિયમિત હોમવર્ક ન કરનારો અને નિશાળે જવાથી એકદમ ત્રસ્ત થનારો વિદ્યાર્થી છે.જ્યારે રમણ પણ એવો બધો હોશિયાર નથી અને સ્કુલમાં ટિચરના માર પણ ખાય છે,પણ છતાં એ સ્કુલે જવાનું ચુકતો નથી.જ્યારે ભમણ અનિયમિત અને સ્કુલે જવાનું ટાળવાના બહાના શોધતો રહે છે.

એક દિવસ ભમણ-રમણ સાથે સ્કુલે જવા નીકળે છે.તે દિવસે હોમવર્ક ચેક કરવાનું હોય છે.ભમણ હોમવર્ક કરીને આવ્યો નહોતો.માટે તે ચોપડો ઘરે ભુલી ગયાનું બહાનું કરીને રમણને કહે છે,કે તું જા.હું ચોપડો લઇને આવું છું !

રમણ જાય છે અને ભમણ ચુપકીદીથી,કોઇ જોઇ નહિ તેમ ગામની ભાગોળે આવેલા ઝાંખરા અને ઝાળીઓ વાળાં પાદરમાં જઇ,એક વૃક્ષની નીચે જઇને આરામથી સુઇ જાય છે ! અને બસ,પછી તો આમ,ચાલતું જ રહે છે.દિવસે દિવસે ભમણ બહાના બતાવીને છટકે છે.પરીક્ષામાં પણ ભમણ આમ જ કરે છે.

એ પછી પંદર વર્ષ વીતી જાય છે….ભમણ અભણ રહ્યો હોય છે.હવે તે યુવાન થઇ ગયેલો અને ખેતરમાં મજૂરી કરતો હોય છે.એક દિવસ તે માથે મોટું લાકડું લઇને સીમની વચ્ચેના રોડ પર અધવચ્ચે ચાલીને જતો હોય છે.ત્યાં જ પાછળથી એક બાઇકસવાર યુવાન આવે છે,તેમની પાછળ એક આદમી બેઠેલો હોય છે.બાઇકસવારને લાકડું વાગતા વાગતા રહી જાય છે.આથી એ અને એમની પાછળ બેઠેલો યુવાન બંને બાઇક રોકી ભમણ સાથે “આમ અધવચ્ચે શું કામ ચાલે છે?”ની ચર્ચા પર ઉતરી પડે છે.વાત વાતમાં ખ્યાલ આવે છે,કે તે બાઇકસવાર અને ભમણ એક જ ગામના છે.

પેલાં બાઇકસવારને પણ ભમણનો અવાજ જાણીત લાગે છે.આખરે ભમણને પોતાના પિતાનું નામ પૂછતા પેલો બાઇકસવાર એને ઓળખી જાય છે.એ બાઇકસવાર રમણ હોય છે ! જે અત્યારે બિઝનેસ કરતો હોય છે,અને પાછળ બેઠેલો વ્યક્તિ તેનો બિઝનેસ પાર્ટનર છે.

વાતમાં ભમણ પસ્તાવો કરે છે કે,પોતે ભણ્યો નહિ અને સંતાયા જ કર્યો.ભણ્યો હોત તો મજુરી ના કરવી પડત.રમણ પણ એને ઠપકો આપે છે કે,તું દરરોજ બહાના બનાવીને સ્કુલે નહોતો આવતો માટે આજે તારી આ દશા છે ! રમણને ઘરે એક દિકરો રમે છે જ્યારે ભમણ હજી કુંવારો છે ! આ ભણતરનો જ પ્રતાપ છે.એમ,બંને વચ્ચે ચર્ચા થાય છે.

એ પછી રમણ આખરે ભમણને આશ્વાસન આપે છે કે,પોતે તેમને ક્યાંક નોકરી પર લગાડી દેશે ! મિત્રતાનો અહિં પરિચય થાય છે.એ પછી બંને વિદાય લે છે.ભમણ લાકડું ઉપાડીને પસ્તાવો કરતો વિદાય લે છે.અંતમાં,ભણતર માટેનો સુંદર સંદેશ પણ આ વિડિયો બનાવનાર ગ્રુપ દ્વારા અપાય છે.

નાનકડો છતાં પ્રશંસનીય વિડિયો છે.એકવાર જરૂરથી જોજો.ભણતરનું મહત્વ સુંદર રીતે પ્રસ્તુત થયું છે.અને ખાસ કરીને ઉત્તર ભારતીય ગામઠી બોલી આની વિશિષ્ટતા છે.જેને માણવી જ રહી.

વિડીયો