10 રૂપીયાના સિક્કા લેવાની કોઈ ના કહે તો અહિયાં કરો ફરિયાદ, જેલની સજા થઇ શકે છે.

10 રૂપીયાના સિક્કા સ્વીકારવાની કોઈ ના કહે તો, જયારે આવું બને ત્યારે ફરિયાદ કરી શકાય છે અને ના કહેવા વાળાને જેલની સજા પણ થઇ શકે છે. વિશ્વાસ ન હોય તો વાચો.

ક્યારેક તો સિક્કા 10 થી 15 ટકા બ્લેકમાં ખરીદવા પડતા હતા, હવે સિક્કા દુકાન વાળાઓના ગલ્લા ભરાઈ ગયા છે. પરિસ્થિતિ એવી છે કે દુકાનવાળા સિક્કા લેવાથી ડરી રહ્યા છે. ત્યાં સુધી કે મંદિરોની દાનપેટીઓ પણ નોટો થી નાના સિક્કાથી ભરાઈ ગયેલ છે. પહેલા એવું થતું હતું કે ચંડીગઢ માર્કેટ એસોશિએશન અને વેપારી મંડળ બંકો પાસે પરચુરણ અપાવવા માટે બજારોમાં સિક્કાનો કેમ્પ લગાવતા હતા. પણ હવે કોઈ પણ માર્કેટ એસોશિએશન આવું નથી કરી રહી.

ચંડીગઢ વેપારી મંડળના ચેરમેન ચરણજીવ સિંહે જણાવ્યું કે સિક્કાનો ઢગલો થવાથી પરચુરણનો વેપાર કરનારા બેરોજગાર થઇ ગયા છે. પંજાબ અને હરિયાણા માંથી સિક્કાનું કામ કરનારા રોજ ચંડીગઢની બેન્કોમાં આવતા હતા, જ્યાંથી લાખોના સિક્કા લઈને સબંધિત રાજ્યોના જીલ્લામાં બ્લેકમાં વેચતા હતા. પંજાબમાં સૌથી વધુ જલંધર અને લુધિયાણા માં પરચુરણનો વેપાર થતો હતો. નોટબંધી પછી સિક્કાની માંગ સતત ઘટતી રહી છે.

સેક્ટર-18 ના રાધાકૃષ્ણ મંદિરના અધ્યક્ષ સુનીલ ચોપડા નું કહેવું છે કે નોટબંધી પછી મંદિરના ગલ્લામાં નોટ ઓછી અને સિક્કાની સંખ્યા વધી છે. સિક્કાની સંખ્યા 30 થી 40 ટકા વધી ગઈ છે. પહેલા વેપારીઓ મંદિરના ગલ્લા ખુલવાની રાહ જોતા હતા. પણ હવે કોઈ વેપારી પરચુરણ લેવા માટે નથી આવતા. પરચુરણનો વેપાર કરનારા પણ સિક્કા નથી લેતા. હવે બેંકમાં જવું પડે છે, સિક્કા બદલવા માટે.

ગ્રેન માર્કેટ એસોશિએશન ના ચેરમેન સતપ્રકાશ અગ્રવાલ કહે છે કે આરબીઆઈ ના આદેશ મુજબ, 10 રૂપિયાના સિક્કા ભારતીય ચલણ છે. તેને સ્વીકારવાની ના કહેનાર ઉપર રાજદ્રોહનો કેસ થઇ શકે છે અને આમ ન કરવા ઉપર તેની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા ધારા 124 (1) મુજબ કેસ દાખલ થઇ શકે છે કેમ કે ચલણ ઉપર ભારત સરકાર વચન આપે છે. તેથી લેવાની ના કહે તો રાજદ્રોહ છે. તેના વિષે તેમણે આરબીઆઈ ની વેબસાઈટ ઉપર પણ વાંચી શકો છો.

ઘણીવાર નાં પાડવા નું કારણ નકલી સિક્કા હોવા નું કહેવાય છે જેના કારણે પણ સિક્કા લેતા લોકો ડરે છે. દિલ્લી અને અન્ય કેટલીય જગ્યા પરથી નકલી સિક્કા નાં કારખાના પકડાયા છે એટલે આવો ડર બન્યો સ્વાભાવિક છે. પણ કોઈ સિક્કા લેવા ની નાં પાડે એવું નાં થવું જોઈએ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.