10 કરોડમાં બસ ને બનાવી દીધું ઘર, તે ઘરમાં કાર માટે પાર્કિંગ, અંદર રસોડું બધું જ છે

આજકાલના સમયમાં ઘર મળવું ઘણું મુશ્કેલ હોય છે. પોતાનું એક ઘર બનાવવા માટે વ્યક્તિ દિવસ રાત એક કરીને પૈસા કમાય છે ત્યારે જઈને તે પોતાનું મનપસંદ ઘર બનાવી શકે છે. સમયની સાથે સાથે વ્યક્તિની જરૂરિયાતોમાં પરિવર્તન આવવા લાગે છે. પહેલા સામાન્ય એવા ઝુપડામાં લોકો રહેતા હતા. પણ હવે આલીશાન બંગલા, ઉંચી ઉંચી ઈમારતોમાં રહેવાનું લોકો પસંદ કરે છે. ટેકનોલોજીના વિકાસની સાથે સાથે ઘર બનાવવાની પ્રક્રિયા અને ડીઝાઈનમાં પર ઘણા પરિવર્તન આવ્યા કરે છે.

હાલમાં એવી જ એનું પરિવર્તન આવ્યું છે, જેમાં લોકો હાલતું ચાલતું ઘર બનાવડાવે છે. એટલે કે બસમાં જ પોતાનું ઘર બનાવી લે છે, અને એમાં દરેક સુવિધાઓ પર મળી રહે છે. તમે જ્યાં ઈચ્છો ત્યાં પોતાના ઘરને લઈ જઈ શકો છો. હા પણ એના માટે અઢળક નાણા ખર્ચ કરવાં પડે છે, જે મધ્યમ વર્ગ અને ગરીબ માણસો માટે શક્ય નથી થઈ શકતું. છતાં પણ એના વિષે માહિતી મેળવીને તમે આશ્ચર્યમાં મુકાઇ શકો છો. આવો તમને જણાવીએ એના વિષે.

આવી એક બસ જે બિલકુલ તમારા ઘર જેવી છે. એટલું જ નહી તેમાં પાર્કિંગ માટે પાર્કિંગની પણ વ્યવસ્થા હોય. લગ્જરી મોટરહોમ બનાવનારી કંપની વોકનર મોબિલએ એવી એક બસ બનાવી છે, જેમાં રહેવા-જમવાની સંપૂર્ણ વ્યવસ્થા સાથે જ તમારી ખુબ કિંમતી કાર પણ પાર્ક થઇ જશે અને કોઈ જોઈ પણ નહી શકે.

આ મોટરહોમ એવા લોકો માટે તૈયાર કર્યું છે, જે વીકેંડ મનાવવા માટે શહેરથી દુર જવાનું પસંદ કરે છે અને સાથે જ ત્યાં નાની મોટી મુસાફરી ઉપર જાય છે. આ બસની કિંમત 10 કરોડ રૂપિયા (12 લાખ પાઉન્ડ) થી વધુ છે. આ બસમાં ન માત્ર સુવાની પુરતી જગ્યા છે, પણ આધુનિક સુવિધાઓ થી સુસજ્જ રસોડું અને બાથરૂમ પણ છે. 40 ફૂટ લાંબી આ બસમાં કારને પાર્કિંગ કરવા માટે એક વિશેષ ઇલેક્ટ્રોહાઈડ્રોલિક લીફ્ટ લાગેલી છે, જે કારને સૌથી નીચેની તરફ પાર્ક કરી લે છે.

આ જર્મન કંપનીના નિર્દેશક સ્ટીફૈન વોકનર મુજબ, વધુ પ્રમાણમાં મોટરહોમમાં લગ્જરી સુવિધાઓ વાળુ રસોડું નથી મળતું, પણ આ બસમાં તે ખામી પણ પૂરી કરી લેવામાં આવી છે. તેને ચાલતું ઘર કહેવામાં આવે તો અતિશયોક્તિ નહી ગણાય. વોક્નર જણાવે છે કે અમારી મોટા ભાગના ગ્રાહક મોટી કંપનીઓ છે. તે પોતે તે નક્કી કરવા માંગે છે કે તેઓ યાત્રા ક્યારે શરુ કરશે, ક્યાં જશે અને મુશ્કેલ સ્થિતિ ઉભી થાય તો ક્યારે પાછા ફરશે. તે પોતાનું ચોક્કસ સ્થળ ઈચ્છે છે. આ બધી જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને આ કારને બસમાં જ પાર્ક કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.