હવેથી બદલાયેલ બેન્કિંગ થી લઇ ને GST સુધીના આ નિયમો નાં જાણ્યા હોય તો જાણી લો

1 ઓક્ટોમ્બરથી ચાલુ નાણાકીય વર્ષની ત્રીજી ત્રિમાસિક શરુ થવાની સાથે જ ઘણા મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. તે ફેરફાર તમારી રોજીંદા જીવન સાથે જોડાયેલી છે. જેમાં બજારમાં મળતી વસ્તુઓના ભાવથી લઈને બેંક ખાતા થી લઈને સસ્તા ફોનના દર સુધી સામેલ છે.

SBI માં મીનીમમ બેલેન્સની મર્યાદા ઓછી થઇ

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ બચત ખાતામાં ઓછામાં ઓછું બેલેન્સ ની મર્યાદા ઘટાડી દીધી છે. હવે મોટા શહેરોમાં પાચ હજાર રૂપિયાને બદલે ત્રણ હજાર રૂપિયા ઓછામાં ઓછા બેલેન્સ રાખવા જરૂરી રહેશે. તે બેન્કે પેન્શનરો અને નિરાધારો ને ઓછામાં ઓછું બેલેન્સ માં છૂટ પણ આપી છે.

ખાતું બંધ કરાવવા ઉપર કોઈ ફી નહી

SBI એ એક ઓક્ટોમ્બર થી ખાતા બંધ કરવાની ફી માં ફેરફાર કર્યો છે. જો તમે ખાતું ખોલાવવાના ૧૪ દિવસ થી લઈને એક વર્ષ ની વચ્ચે બંધ કરાવો છો, તો તેમાં કોઈ ફી નહી લેવામાં આવે. અને તે સમય પછી ખાતું બંધ કરાવવા ઉપર પાંચ સો રૂપિયા અને GST વસુલવામાં આવશે. (એટલે એનું એજ છે )

SBI માં મર્જ બેન્કોની ચેકબુક બદલાવી લો

એસબીઆઈ માં મર્જ થઇ ગયેલ બેંકો ની પાસબુક જેની પાસે છે, તે તેને તરત બદલાવી લો, એક ઓક્ટોમ્બરથી તે બેન્કોની જૂની પાસબુક અને IFCI કોડ ૩૦ સપ્ટેમ્બર પછી અમાન્ય થઇ જશે. તેવામાં ગ્રાહક ઈન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, એટીએમ કે બેંક શાખા માં જઈ ને નવી ચેકબુક માટે અરજી કરવી પડશે.

કોલ દર થઇ જશે સસ્તા

TRAI એક ઓક્ટોમ્બર થી કોલ ઈન્ટરનેટ ચાર્જ પર ૧૪ પૈસા થી ઘટીને છ પૈસા પ્રતિ મિનીટ કરી દેવામાં આવ્યો છે. આ જે કોલ કનેક્ટ કરવા માટે ટેલીકોમ ઓપરેટર્સ તરફથી બીજા ઓપરેટર્સ ને આપવામાં આવે છે. તેવામાં આશા રાખીએ કે ટેલીકોમ કંપનીઓ હવે કોલ દર સસ્તા કરી શકે છે.(એ રાહત ગ્રાહક સુધી પહોચશે કે કંપનીઓ ખાશે એ હજુ નક્કી નથી)

ટોલ પ્લાઝા ઉપર નહી જોવી પડે રાહ

એક ઓક્ટોમ્બર થી નેશનલ હાઇવે ઉપર ઈલોકટ્રોનીક ટોલ કનેક્શન (ઈટીસી) સીસ્ટમ લાગુ થઇ ગઈ છે, તે માટે જરૂરી ફાસ્ટેગ હવે ઓનલાઈન મળી રહેશે. NHAI એ તેના માટે માય ફાસ્ટેગ પાર્ટનર ના નામ થી બે મોબાઈલ એપ પણ લોન્ચ કરી છે. તેવામાં તમારે ટોલ આપવા માટે લાઈનમાં નહી ઉભું રહેવું પડે.

નવી MRP ઉપર મળશે વસ્તુ

એક જુલાઈ થી GST લાગુ થયા પછી કંપનીઓ ને જુની વસ્તુને ક્લીયર કરવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો, જેની મુદત ૩૦ સપ્ટેમ્બરે પૂરી થઇ રહી છે, એટલે કે એક ઓક્ટોમ્બર થી દુકાનોમાં નવી એમઆરપીની જ પેક વસ્તુ મળશે.

આ નવી કિંમત જીએસટી લાગુ થયા પછી કિંમતોમાં આવેલા ફેરફાર ના આધાર ઉપર થશે. જો કોઈ દુકાનદાર ૩૦ સપ્ટેમ્બર પછી પણ જૂની એમઆરપીની ઉપર વસ્તુ વેચતા જોવા મળશે તો તેવી વસ્તુ જપ્ત કરી લેવામાં આવશે. આમ તો અમુક રીપોર્ટ મુજબ, સરકારે વેપારીઓને સુવિધા આપવા માટે ૩૧ ડીસેમ્બર સુધી વધારી દીધી છે, પણ તે અંગે હજુ સુધી ઓફિશ્યલી કહેવામાં નથી આવ્યું.(એટલે આ નિયમ માં પણ ફેરફાર થઇ શકે છે)